ChhotaUdepur : પ્રાણીઓને જંગલમાં પીવાનું પાણી નહીં મળતા વન ખાતા સામે સવાલ ઉઠાવતી ગ્રામ્ય પ્રજા

ડુંગરવાંટ રેન્જ વિસ્તારમાં 2016-17 ની ગણત્રી પ્રમાણે દીપડાની સંખ્યા 25 હતી. હયાત સંખ્યા 20 છે. ઝરખ 22, રીંછ 24, નીલગાય 103, અને સાહુડીની 2ની સંખ્યા છે. જોકે હાલની સંખ્યામાં વધારો હોય શકે છે.

ChhotaUdepur : પ્રાણીઓને જંગલમાં પીવાનું પાણી નહીં મળતા વન ખાતા સામે સવાલ ઉઠાવતી ગ્રામ્ય પ્રજા
Forest Department filling water points - File Photo
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Apr 06, 2021 | 7:09 PM

જળ એ જીવન છે પાણી વગર મનુષ્ય હોય કે પ્રાણી, પાણી વગર કોઈ પણનું જીવન શક્ય છે જ નહીં. ઉનાળાની શરૂઆત થતાજ પાણીની અછત સર્જાતા લોકો પાણી પાણીની બુમરાણ મચાવે છે. ગમે તેમ કરી ને પણ મનુષ્ય પાણી મેળવી પોતાનું જીવન ટકાવી લે છે પણ જંગલમાં રહેતા પ્રાણીઓને જો આવી કાળજાળ ગરમીમાં પાણી ન મળે તો તેની સ્થિતિનો અંદાજો લગાવો ઘણો મુશ્કેલ બની જાય છે.

છોટાઉદેપુર જિલ્લો ખાસ કરીને જંગલ અને ડુંગર વિસ્તારોથી ઘેરાયેલ છે. પાવી જેતપુર તાલુકાની જો વાત કરવામાં આવે તો ચારો તરફ ડુંગર અને જંગલનો મોટો વિસ્તાર છે. ડુંગરવાંટ રેન્જ વિસ્તારમાં 2016-17 ની ગણત્રી પ્રમાણે દીપડાની સંખ્યા 25 હતી. હયાત સંખ્યા 20 છે. ઝરખ 22, રીંછ 24, નીલગાય 103, અને સાહુડીની 2ની સંખ્યા છે. જોકે હાલની સંખ્યામાં વધારો હોય શકે છે.

પાવી જેતપુર તાલુકાના આ વિસ્તારોના ડુંગરો અને જંગલોમાં જંગલી જાનવરોને પીવાનું પાણી મળે તે માટે પાણીના કુંડો બનાવવામાં આવ્યા છે. જંગલ અને ડુંગર વિસ્તારો કાળજાળ ગરમી પડી રહી છે. આ વિસ્તારમાં પાણીના તમામ સ્ત્રોત સુકાય ગયા છે. આ કૃત્રિમ પાણીના પોઈન્ટ વન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે. જેને લઈને સવાલો ઉઠ્યા છે કે પાણીના કુંડાઓ વન વિભાગ દ્વારા ભરાતાં હશે કે કેમ ? કારણ કે ડુંગરવાંટ રેન્જ વિભાગના જંગલો નજીક્ કેટલાય ગામો આવેલા છે કે જ્યાં જંગલમાં પીવાનું પાણી ન મળતા જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારમાં પાણીની શોધમાં આવી ચડે છે. ઘણી વાર ગામના ખુલ્લા કૂવાઓમાં પ્રાણીઓના પડી જવાના બનાવો પણ ભૂતકાલમાં બની ચૂક્યા છે તેમજ હિંસક પ્રાણીઓના માનવો સાથેની અથડામણના પણ બનાવો બન્યા છે. આમ રહેણાંક વિસ્તારમાં જંગલી પ્રાણીઓની વધતી જતી અવર જવરનો ભોગ લોકો બની રહ્યા છે. જેથી ગ્રામ્ય વિસ્તાના લોકોનું કહેવું છે કે જો વન વિભાગ જંગલમાં જ પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા કરી આપે તો જંગલનું કોઈ પ્રાણી આવી ગરમીમાં પીવાના પાણી માટે થઈને હેરાન ન થાય અને માનવો અને જંગલી જાનવરોના અથડાવવાના બનાવો ન બને.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

આ પણ વાંચો : Night curfew : નાઈટ કરફ્યું અંગે ઘણા પ્રશ્નો ઉભા થાય છે. શું રાત્રે જ કોરોના સંક્રમણ ફેલાય છે? દિવસે છૂટ અને રાત્રે પ્રતિબંધથી કોરોના નહિ ફેલાય ?

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">