છોટાઉદેપુર : આદિવાસી જાતિના દાખલાને લઇને ફરી વિરોધ, પાવીજેતપુરના ધારાસભ્યએ આપ્યુ વિવાદીત નિવેદન

છોટાઉદેપુર જિલ્લો આદીવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અને ખાસ કરીને રાઠવા સમાજના લોકોની નોધપાત્ર સંખ્યા જોવાઈ રહી છે. આદીવાસી જિલ્લો હોય અહી સાંસદ , ધારાસભ્યો , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતના હોદ્દેદારો ખાસ રાઠવા સમાજના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 6:27 PM

છોટાઉદેપુર જિલ્લાના આદીવાસી સમાજના લોકો જાતીના દાખલા માટે સરકાર સામે વારંવાર બાયો ચડાવી છે. પણ આજદિન સુધી ઉકેલ ના આવતા ફરી આદીવાસી સમાજના લોકો ધરણાં પ્રદર્શન પર બેસી ગયા છે . જેના સમર્થનમાં પાવીજેતપુરના ધારાસભ્ય આવ્યા અને તેમણે એક વિવાદિત નિવેદન આપતા જણાવ્યુ કે સરકાર રાઠવા સમાજના લોકોને આંદોલન તરફ જવા ઉશ્કેરી રહી છે.

છોટાઉદેપુર જિલ્લો આદીવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે. અને ખાસ કરીને રાઠવા સમાજના લોકોની નોધપાત્ર સંખ્યા જોવાઈ રહી છે. આદીવાસી જિલ્લો હોય અહી સાંસદ , ધારાસભ્યો , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતના હોદ્દેદારો ખાસ રાઠવા સમાજના છે. પરંતુ કેટલાક સમયથી આદીવાસી રાઠવા સમાજના જાતીના દાખલા બાબતે વિવાદ વકાર્યો છે. જાતીના દાખલામાં વિસંગતા બાબતે કેટલાક લોકોને દાખલા નથી મળતા. તો કેટલાક લોકોને જાતીના દાખલા મળી ગયા છે. આદીજાતી હોવાના પુરાવા માંગવામાં આવી રહ્યા છે. જેને લઈ આદીવાસીઓમાં સરકાર વિરુદ્ધ નારાજગી જોવાઈ રહી છે.

અગાઉ પણ આ બાબતે ધરણા કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાને સંપૂર્ણ બંધ પણ રાખવામાં આવ્યો હતો. પણ સરકાર યોગ્ય તપાસ બાદ દાખલા આપવા બાબતે મક્કમ છે . આદીવાસી સમાજના લોકોનું કહેવું છે કે 1950ના રેવન્યુ પુરાવા માગવામાં આવી રહ્યા છે. જે કેટલાક લોકો પાસે નથી. જેને લઈ આદીવાસીઓને દાખલા નથી મળી રહ્યા. જોકે કેટલાક આદીવાસીઓનું એ પણ કહેવું છેકે સરકાર તપાસ કરે તે સરકારની જવાબદારી છે. પણ કેટલીક જગ્યાએ વિસંગતા જોવાઈ રહી છે. એક જ કુટુંબના એક ભાઈને જાતીનો દાખલો મળે છે તો એક ભાઈ ને નથી મળી રહ્યો. જેને લઈ કુટુંબના એક સભ્યને દાખલાને આધારે સરકારી નોકરી મળે છે તો એકને નથી મળતી.

હવે ફરી એકવાર આદીવાસી સમાજના લોકો ગાંધી ચીધ્યા માર્ગે પ્રતીક ધરણાં પર બેસી ગયા છે. જ્યાં સુધી નિકાલ નહી આવે ત્યાં સુધી તેઓ બેસી રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. હાલ ફક્ત શૈક્ષણિક હેતુસર દાખલા આપવામાં આવે છે . લોકોનો આક્રોશ એટલા માટે પણ વધી રહ્યો છે કે છેલ્લા ત્રણ વર્ષથી જે એલઆરડી માટે પરીક્ષા આપવામાં આવી હતી તેમાં પાસ પણ થયા છે પણ તેમણે નોકરી આપવામાં આવી નથી. એક તરફ ઔદ્યોગિક એકમોના હોય જેને લઈ યુવકો બેરોજગાર છે. તો બીજી બાજુ રોજી રોટી માટે માઈગ્રેશન પણ આ વિસ્તારના લોકોને કરવું પડે છે.

યુવકોનું એ પણ કહેવું છે કે હાલ તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરી રહ્યા છે. પણ જ્યારે અમારી ધીરજ ખૂટસે તો અમે ભગસિંહ કે બિરસા મુંડાનો માર્ગ પણ અપનાવવા તૈયાર છે.તો કેટલાક લોકોનું કહેવું છે કે આ વિસ્તારના લોકોને જો રોજગારી નહી મળે તો બુટલેગર બનવા તરફ વળસે તેની જવાબદારી સરકારની રહેશે.

ગાંધી જયંતીના દિવસથી ધરણાની શરૂઆત આ વિસ્તારના આદીવાસી સમાજના લોકોએ કરી. જેમાં પાવીજેતપુર કોંગ્રેસના ધારાસભ્ય પણ રાઠવા સમાજના લોકોના સમર્થનમાં આવ્યા. અને એક વિવાદિત નિવેદન આપતા તેમણે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યુ કે સરકાર છોટાઉદેપુર જિલ્લાના આદીવાસી લોકોને આંદોલન કરવા પ્રેરી રહી છે.

આદીવાસી સમાજમાં ભાગ પાડો અને રાજ કરોની નિતી અપનાવી રહી છે . અમે આ વિસ્તારના આદીવાસીઓ એક છે અને તેમાં ભાગ સરકાર પાડી રહી છે . નવી સરકાર તેમની વાતને અને રજૂઆતને સાંભળે. તેમણે ચીમકી આપતા જણાવ્યુ કે જો અમને રોજગારી નહી મળે તો અમે અમારા હક્ક માટે લડીશું.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">