અમદાવાદના પરિમલ ગાર્ડન નજીક બાળકોની હોસ્પિટલમાં ભિષણ આગ, નવજાત બાળકોને તુરંત શિફ્ટ કરાયા

અમદાવાદના પરિમલ ગાર્ડન નજીક બાળકોની હોસ્પિટલમાં ભિષણ આગ, નવજાત બાળકોને તુરંત શિફ્ટ કરાયા

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે બાળકોની હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ 20 બાળકો સુરક્ષિત છે. જેમને હોસ્પિટલની અન્ય શાખામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એપલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચોથા માળે આવેલી કેન્ટીનમાં ભીષણ આગ લાગી હતી. આ આગ ગેસનો બાટલો ફાટવાથી લાગી હોવાની આશંકા છે. ઘટનાને પગલે થોડીવાર માટે […]

TV9 Webdesk12

|

May 13, 2019 | 9:00 AM

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે બાળકોની હોસ્પિટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા તમામ 20 બાળકો સુરક્ષિત છે. જેમને હોસ્પિટલની અન્ય શાખામાં શિફ્ટ કરવામાં આવ્યા છે. એપલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ચોથા માળે આવેલી કેન્ટીનમાં ભીષણ આગ લાગી હતી. આ આગ ગેસનો બાટલો ફાટવાથી લાગી હોવાની આશંકા છે. ઘટનાને પગલે થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો.

આ પણ વાંચોઃ ફિલ્મ એક્ટર કમલ હાસને હિન્દુઓને લઈને આપ્યું ખોટું નિવેદન, નથૂરામ ગોડ્સેને કહ્યો દેશનો પહેલો હિન્દુ આતંકી

લોકો તાત્કાલિક બિલ્ડિગની નીચે ઉતરવા લાગ્યા હતા. ભયભીત થઈ ગયેલા લોકો રડવા લાગ્યા હતા. હોસ્પિટલનો સ્ટાફ પણ ગણતરીની મિનિટોમાં જ નીચે ઉતરી ગયો હતો. તો બીજીતરફ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને ફાયરના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી. આગની આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. જોકે દુર્ઘટનામાં સામે આવ્યું છે કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનો અભાવ હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati