Budget 2022: ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરુ કરાશે
સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2022માં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરુ કરવાની દરખાસ્ત કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીયસ્તરના નાણાકીય વિવાદો ઉકેલવાના પ્રયાસરુપે આ સેન્ટર શરૂ કરવામાં આવશે
સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારામ (Finance Minister Nirmala Sitaram)ને રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2022 (Budget 2022)માં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરુ કરવાની દરખાસ્ત કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીયસ્તરના નાણાકીય વિવાદો ઉકેલવાના પ્રયાસરુપે આ સેન્ટર કામ કરશે.
બજેટમાં નાણામંત્રીએ કરેલી જાહેરાતને પગલે આર્બિટેશન સેન્ટરને પગલે કામગીરી અટકી પડવાને પગલે જે-તે વિવાદ કે નવી બાબત આવે તો એનો ઓથોરિટીથી ઉકેલ આવી શકશે. ઇન્ટરનેશલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે. ગિફ્ટ સિટી ખાતે ફિનટેક ક્ષેત્રે મોટી જાણીતી ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી આવશે તો દેશમાં ટેક્નોલોજી અને ફાઇનાન્સના સમન્વયને લગતા અભ્યાસક્ષેત્રે ફાયદો થશે.
ગિફ્ટ સિટીમાં સ્થપાશે અભ્યાસના કેન્દ્ર
ગિફ્ટ સિટી એક ફાયનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ સિટીમાં સ્થપાશે.આમ ડોમેસ્ટીક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી કે ઇનસ્ટીટ્યુટ ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ શકશે. ઇન્ટરનેશલ આર્બીટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.
આંતરરાષ્ટ્રીયસ્તરના નાણાકીય ગેટ વે ઓફ ઈન્ડિયા બનશે
ગુજરાતની ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય હબનું ગેટ વે ઓફ ઇન્ડિયા બને તેવી નેમ છે. તેથી ભવિષ્યમાં અનેક કોર્પોરેટ કંપનીઓ અને મોટી કંપનીઓ ગિફ્ટ સિટીમાં પોતાના હેડક્વાટર બનાવે તે પ્રકારનું આયોજન પહેલેથી કરાયેલું છે. હાલમાં 200થી વધુ કંપની અહીં કાર્યરત છે અને 12,000 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીયસ્તરના નાણાકીય ગેટ વે ઓફ ઈન્ડિયા બનાવવાની દિશામાં વધુ એક કદમ તરીકે ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટરનીઆજના બજેટની જાહેરાતને સાંકળીને જોવામાં આવી રહી છે.
ડોમેસ્ટિક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી સ્થાપી શકાશે
વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી (Foreign University) ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ સિટીમાં સ્થપાશે. આમ, ડોમેસ્ટિક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ શકશે. ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.
આ પણ વાંચોઃ Budget 2022: સામાન્ય લોકો માટે ઈ-પાસપોર્ટ લોન્ચ કરવામાં આવશે, એમ્બેડેડ ચિપ સાથે મળશે ઘણી સુરક્ષા સુવિધાઓ
આ પણ વાંચોઃ Agriculture Budget 2022: નાણામંત્રીએ ખેડૂતોને આપી મોટી ભેટ, સરકાર MSP હેઠળ ખેડૂતોને આપશે 2.70 લાખ કરોડ