AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ક્રિકેટ મેચ રસિકો માટે સારા સમાચાર ! IPL દરમિયાન વરસાદની શક્યતા નહિવત, કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટોર્મની શક્યતા

Weather News આજે અને આવતીકાલે રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે કરા પડવાની શક્યતા નહિવત છે.

Breaking News : ક્રિકેટ મેચ રસિકો માટે સારા સમાચાર ! IPL દરમિયાન વરસાદની શક્યતા નહિવત, કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટોર્મની શક્યતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 2:31 PM
Share

IPL મેચના રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર IPL દરમિયાન વરસાદની શક્યતા નહિવત છે. જો કે આજે અને આવતીકાલે રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે કરા પડવાની શક્યતા નહિવત છે.

આ પણ વાંચો- Nitish Rana કેપ્ટન બનતાની સાથે જ કાલી માના દર્શન કરવા પહોંચ્યા, IPL શરૂ થતા પહેલા આશીર્વાદ લીધા

ગુજરાતમાં કમોસમી વરસાદનો રાઉન્ડ એક પછી એક શરુ થયો છે. આજથી બે દિવસ ફરી રાજ્યના જુદા જુદા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે હવામાન વિભાગે કરા પડવાની શક્યતા નહીંવત દર્શાવી છે. જોકે અમદાવાદમાં યોજાનારી IPL મેચને વરસાદનું ગ્રહણ નહીં નડે. કારણકે અમદાવાદમાં 31 માર્ચથી શરુ થનારી IPL મેચ દરમિયાન વરસાદની શક્યતા નહીંવત છે. આ પહેલા જ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે. જેથી IPL દરમિયાન વરસાદ થવાની આફત નહી રહે.

અમદાવાદમાં રમાવાની છે કુલ સાત મેચ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લીગ તબક્કાની કુલ સાત મેચો રમાશે. એટલે કે ગુજરાત ટાઇટન્સ પોતાની તમામ હોમ મેચ આ મેદાન પર રમશે. 31મી માર્ચે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ બાદ હવે પછીની મેચ 9મી એપ્રિલે ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે થશે. આ પછી 16મી એપ્રિલે રાજસ્થાન રોયલ્સ, 25મી એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ, 2જી મેના રોજ દિલ્હી કેપિટલ્સ, 7મીએ લખનૌ સુપર જાયન્ટ્સ અને 15મીએ સનરાઈઝર્સ હૈદરાબાદ આ મેદાન પર ગુજરાત ટાઇટન્સ સામે  અમદાવાદમાં મેચ રમશે. જો કે આ દરમિયાન તેમને વરસાદી માહોલ નહીં નડે.

કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટોર્મની શક્યતા

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ઠંડરસ્ટોર્મની શક્યતા છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર મોરબી વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. રાજકોટ જૂનાગઢ, સોમનાથ, અમરેલી, મોરબીમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર મહેસાણા વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ રહી શકે છે. બે દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટશે. બે દિવસ બાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">