Breaking News : સુરતમાં યુવકે સ્કૂલ બસ આગળ પડતું મૂકી કર્યો આપઘાત, ઘટનાના લાઇવ CCTV ફૂટેજ આવ્યા સામે, જૂઓ Video
વરાછા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર પાસે એક યુવકે સ્કૂલ બસ આગળ જ પડતું મૂકીને આપઘાત કર્યો છે. આ ઘટનાના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Surat : સુરતમાં હચમચાવનારી ઘટના આવી સામે આવી છે. એક યુવકે બસ આગળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું (Suicide) છે. વરાછા વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર પાસે એક યુવકે સ્કૂલ બસ આગળ જ પડતું મૂકીને આપઘાત કર્યો છે. આ ઘટનાના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો-ગુજરાતમાં એક દિવસમાં અનેક વિસ્તારોમાં ખાબક્યો વરસાદ, સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 5 ઈંચ વરસાદ
સુરતમાં આપઘાતની હૈયુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. એક યુવકે ચાલતી બસ નીચે અચાનક પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. આ ઘટના વરાછા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગરની છે. જ્યાં યુવકે કરેલા આપઘાતની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
મળતી માહિતી મુજબ વરાછા બોમ્બે માર્કેટ પાસે આવેલી ઈશ્વર કૃપા સોસાયટી પાસે અંદાજીત 25 વર્ષીય એક યુવકે સ્કુલ બસની નીચે પડતું મુકીને આપઘાત કરી લીધો હતો. બસ નીચે આવી જતા યુવક લોહીલુહાણ થઇ ગયો હતો અને તેનું મોત થઇ ગયું હતું. બીજી તરફ આ ઘટનાને લઈને લોકોનું ટોળું ત્યાં એકઠું થઇ ગયું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક યુવકની ઓળખ થઇ નથી. પોલીસે મૃતક યુવક કોણ છે અને તેણે આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે
યુવકે સ્કુલ બસ નીચે આવીને કરેલા આપઘાતની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. આ સીસીટીવી ફૂટેજ કંપારી છૂટી જાય તેવા છે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. એક યુવક પગપાળા આવી રહ્યો છે અને સામેથી આવતી સ્કુલ બસની સામે એકાએક કુદી પડે છે અને સ્કૂલ બસ તેના શરીર પરથી પસાર થઇ જાય છે જેને કારણે યુવક લોહીલુહાણ થઇ જાય છે. આ ઘટના બાદ ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને બનાવની જાણ પોલીસને કરી હતી. આ ઉપરાંત ૧૦૮ને ફોન કરીને યુવકને હોસ્પિટલ ખસેડાતા તેને સારવાર મળે તે પહેલા જ તે મોતને ભેટ્યો હતો
વધુમાં મળતી માહિતી મુજબ યુવકની ઓળખ થઇ નથી અને યુવકે શરીરે બ્લુ ટી શર્ટ તથા હાથ પર વિછીનું છુંદણ છે. પોલીસે યુવકની ઓળખ અંગે તપાસ હાથ ધરી છે. આ સીસીટીવી ફૂટેજ શોશ્યલ મીડિયામાં પણ વાયરલ થઇ રહ્યા છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો