Breaking News : રાજ્યમાં 6-7 જુલાઈએ અતિ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત અને ભરુચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.

Rain forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર સુરત અને ભરુચમાં એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે.
આ પણ વાંચો : Gujarat Weather forecast : આજે રાજ્યમાં અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી,જુઓ Video
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં જુલાઈ 6-7 પછી ફરી વરસાદ વરસી શકે તેવી સંભાવના છે. 7 જુલાઈના રોજ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 7 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
હાલમાં પશ્ચિમ બંગાળમાં સર્ક્યુલેશન બનતા વરસાદ રહે તેવી સંભાવના છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર હાલ તાપમાનમાં કોઈ વધારો નહી થાય
તો આજે આણંદ,અરવલ્લી,બનાસકાંઠા,દાહોદ,નર્મદા,નવસારી,પંચમહાલ,પાટણ,સાબરકાંઠા,સુરત તેમજ તાપીમાં દિવસ દરમિયાન 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ વલસામાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી,બોટાદ જેવા જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
ગુજરાતના 207 ડેમ 44 ટકા કરતા વધારે પાણી ભરાયા
રાજ્યમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. રાજ્યના 207 ડેમ 44 ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમ 47 ટકા કરતા વધુ ભરાયા છે. તેમજ કચ્છના 20 ડેમ 51 ટકા કરતા વધારે ભરાયા છે. તો આ તરફ સરદાર સરોવર ડેમમાં 54 ટકા કરતા વધારે પાણી ભરાયા છે.
ગુજરાતના અનેક જિલ્લાઓમાં સર્જાયેલી તારાજી વચ્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી જાણકારી મેળવી હતી. તેમજ NDRF,SDRF અને પ્રશાસન પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત કરવામાં આવી હતી.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..