Breaking News: વડોદરામાં શ્રાવણીયો જુગાર રમતા 4 પુરુષ અને 4 મહિલા ઝડપાઇ, વિદેશી દારૂની ત્રણ બોટલ પણ મળી આવી

વડોદરામાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા યુવાન-યુવતીઓ બાદ હવે જુગાર રમતા મહિલા અને પુરુષ ઝડપાયા છે. વાસણા ભાયલી રોડ પર અર્થ આર્ટિકા સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 4 પુરુષ અને 4 મહિલા ઝડપાઇ છે.

Breaking News: વડોદરામાં શ્રાવણીયો જુગાર રમતા 4 પુરુષ અને 4 મહિલા ઝડપાઇ, વિદેશી દારૂની ત્રણ બોટલ પણ મળી આવી
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Aug 27, 2023 | 7:58 PM

વડોદરામાં દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા યુવાન-યુવતીઓ બાદ હવે જુગાર રમતા મહિલા અને પુરુષ ઝડપાયા છે. વાસણા ભાયલી રોડ પર અર્થ આર્ટિકા સોસાયટીમાં શ્રાવણીયો જુગાર રમતા 4 પુરુષ અને 4 મહિલા ઝડપાઇ છે.

પકડાયેલા મહિલા અને પુરુષ પાસેથી રોકડ રકમ, કલર કોઈન અને 7 મોબાઈલ મળી આવ્યા છે. સાથોસાથ વિદેશી દારૂની ત્રણ બોટલ પણ મળી આવી છે. જેપી રોડ પોલીસ સ્ટેશન દ્વારા આ આઠેય સામે કાયદેસરની કાર્યવાહી કરાઈ છે.

વડોદરા શહેરના પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગહલોત તથા અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૦2 અભય સોની તરફથી પ્રોહી-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારુ આવી ગેરકાયદેસર પ્રવ્રુત્તિઓ સાથે સંકળાયેલા ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામા આવેલી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રાત્રીના સમયે પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌહાણ નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે કીસ્મત ચોકડી ખાતે વાહન ચેકીંગની કામગીરીમા હતા તે દરમ્યાન મળેલી બાતમી હકીકતને આધારે “વાસણા ભાયલી રોડ અર્થ આર્ટીકા સોસાયટી 201 નંબરના મકાનમા અમુક ઈસમો ભેગા મળી પોતાના આર્થિક ફાયદા સારુ પત્તા પાનાનો તીનપત્તી જુગાર રમતા હતા અને રમત પુરી થતા જેની પાસે જેટલા કોઇન બાકી રહે તે મુજબના પૈસા આપવાના હોય અને તે પ્રવુતી હાલ ચાલુ હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી હતી.

મળેલી બાતમીને આધારે જરૂરી પોલીસ સ્ટાફના માણસો તથા પંચોના માણસો સાથે રાખી રેઇડ કરતા કુલ-૦8 સ્ત્રી-પુરુષ ઇસમો અલગ અલગ કલરના કોઇન કે જેની જુદી જુદી કીંમત ગણી પત્તા પાના પૈસા, કોઇન વડે હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા.

આ પણ વાંચો : ડ્રગ્સનું દુષણ ડામવા અનોખી પહેલ, સુરતમાં ‘નો ડ્રગ્સ અને સ્ટોપ ડ્રગ્સ’ લખેલી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર બની, જુઓ Video

આ ઈસમો પાસેથી તેના કબ્જા ભોગવટાના મકાનમાથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૦3 મળી આવેલ જેમા બે ખાલી અને એક અધૂરી ભરેલી મળી આવતા જે પ્રોહી મુદ્દામાલની અલાયદી ફરીયાદ કરી તે તમામ સ્ત્રી-પુરુષ ઇસમો વિરૂધ્ધમાં જે.પી.રોડ પોલીસ ટીમ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી જુગારધારાનો કુલ કિમત રૂ. 1,02,390 રૂપિયાનો ગણનાપાત્ર મુદામાલ કબ્જે કર્યો હતો.

વડોદરા સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">