Breaking News : અતીક અહેમદને UP લઇ જવા માટે યુપી પોલીસ અમદાવાદ પહોંચી, ઉમેશ પાલ હત્યા કેસમાં અતીકને UP લઇ જવાશે
ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદને ઉત્તરપ્રદેશ લઇ જવાશે. યુપી પોલીસ પ્રિઝનર વાન સાથે સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી છે.
અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લઇ જવા માટે UP પોલીસ અમદાવાદ પહોંચી છે. ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અહેમદને યુપી લઇ જવાશે. યુપી પોલીસ પ્રિઝનર વાન સાથે સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી છે. આ પહેલા અતિક અહેમદની બેરેક પણ બદલવામાં આવી હતી. હાઈ સિક્યુરિટી બેરેકમાંથી અતિકને 200 ખોલી બેરેકમાં મુકવામાં આવ્યો હતો. 200 ખોલી પણ હાઇ સિક્યુરિટી બેરેકમાં આવે છે. જો કે 200 ખોલી બેરેકમાં આતંકીઓની ખોલી પણ આવેલી છે.
કુખ્ચાત ગેંગસ્ટર અતીક અહેમદને લઇ પોલીસ કાફલો 19 માર્ચે સાબરમતી જેલ પહોંચ્યો હતો.અતીક અહેમદને લઇને પ્રયાગરાજથી નીકળેલો યુપી પોલીસનો કાફલો સાબરમતી જેલ પહોંચ્યો હતો. ઉત્તરપ્રદેશ પોલીસ પ્રયાગરાજથી અતીકને લઇ ગુજરાત આવી હતી. જો કે હવે ફરી ઉત્તરપ્રદેશ પોલીસ અતીક અહેમદને UP લઇ જવા અમદાવાદ પહોંચી છે.
આ પણ વાંચો- Gujarat Weather News : રાજ્યમાં કાળઝાળ ગરમીની શરુઆત, અમદાવાદનું તાપમાન 41 ડિગ્રી નોંધાયુ, જુઓ Video
અતિક વિરુદ્ધ છે 100 થી વધુ કેસ
અતિક અહેમદ જૂન 2019થી સાબરમતી જેલમાં બંધ છે. SPના પૂર્વ ધારાસભ્ય અતિક અહેમદ વિરુદ્ધ 100થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તાજેતરમાં જ તેને 2006ના BSP ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યાના આરોપી તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો. ગયા મહિને પ્રયાગરાજમાં ઉમેશ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પ્રયાગરાજમાં કોર્ટે 28 માર્ચે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા સંભળાવી હતી. 17 વર્ષ જૂના કેસમાં અતીક અહેમદને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. અતીક અહેમદને યુપી પોલીસ પ્રયાગરાજથી સાબરમતી જેલ લઇને આવવા રવાના થઈ હતી. યુપી પોલીસ 28 માર્ચની રાત્રે 8. 35 વાગે પ્રયાગરાજથી નીકળી હતી.
અશરફને મોકલાયો બરેલી જેલ
હાલનો મુખ્ય ચર્ચિત ઉમેશ પાલ અપહરણ કેસમાં કોર્ટે અતીકના ભાઈ અશરફને નિર્દોષ જાહેર કર્યો હતો. આ પછી તેને બરેલી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. અહીં મીડિયા સાથે વાત કરતા અશરફે આરોપ લગાવ્યો હતો કે એક પોલીસ અધિકારીએ તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અશરફે કહ્યું હતું કે એક અધિકારીએ ધમકી આપી છે કે તેને 2 અઠવાડિયામાં જેલમાંથી બહાર લઈ જઈને નિકાલ કરવામાં આવશે. અતીકને મળેલી સજા અંગે તેણે કહ્યું હતું કે આ ચુકાદા સામે હાઈકોર્ટ સુધી જશે.
પોલીસ અતીકને નૈની જેલમાં રાખવા માંગતી હતી
પ્રયાગરાજ પોલીસ ઈચ્છતી હતી કે અતિક અહેમદને નૈની જેલમાં જ રાખવામાં આવે. પરંતુ ખુદ પોલીસે કહ્યું હતું કે જો આમ કરવામાં આવશે તો તે સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન હશે. આથી અતિકને સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો. જોકે તેને સજા સંભળાવ્યા બાદ તેને કહ્યું કે મારે અહીની જેલમાં નથી રહેવું મને સાબરમતી જેલ મોકલો
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…