અમદાવાદ : હનુમાનજીના જન્મોત્સવ ઉજવણી માટે શહેરીજનો પિતા પાસે પરવાનગી લેવા નીકળ્યા, જુઓ video
આવતી કાલે થનારી જન્મોત્સવની ઉજવણીના ભાગ રૂપે આગલા દિવસે પરંપરાગત રીતે આજે અમદાવાદ શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી છે. અલગ અલગ વિસ્તારોમાં હનુમાન જયંતીની શોભાયાત્રા ફરીને વાસણા ખાતે જઈ વાયુ દેવ પાસે ઉજવણીની મંજુરી લેવામાં આવે છે.
આવતી કાલે જયારે હનુમાન જયંતી છે જેની ઉજવણી દેશના તમામ વિસ્તારોમાં કરવામાં આવશે. ત્યારે અમદાવાદમાં પણ આવતીકાલે જન્મોત્સવની ઉજવણી માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આવતી કાલે થનારી જન્મોત્સવની ઉજવણીના ભાગ રૂપે આગલા દિવસે પરંપરાગત રીતે આજે અમદાવદ શહેરમાં શોભાયાત્રા કાઢવામાં આવી છે.
કેમ્પ મંદિર ખાતેથી હનુમાનજીની શોભાયાત્રા
કેમ્પ હનુમાનથી વાસણા સુધી આ સમગ્ર શોભાયાત્રાનો રૂટ નક્કીકરાયો છે. અમદાવાદ શહેરમાં વર્ષોથી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે રીતે આજે પણ સમગ્ર આયોજન કેમ્પ મંદિર દ્વારા કરાયું છે. વહેલી સવાર થી શહેરના અલગ અલગ વિસ્તારોમાં હનુમાન જયંતીની શોભાયાત્રા ફરીને વાસણા ખાતે પહોચશે. આ શોભાયાત્રામાં ટ્રક, ટુ વ્હીલર અને કાર ચાલકો પણ જોડાયા હતા.
મુખ્ય મંત્રીએ યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન
મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર શોભાયાત્રમાં જોડાયા હતા. મહત્વનું છે કે, ભજન સાથે ભક્તિનું રસપાન પણ આ શોભાયાત્રાના આયોજનમાં કરાયું હતું.
૧૨ હજાર કિલો બુંદીનો પ્રસાદ તૈયાર
હનુમાનજીની યાત્રાના રૂટમાં વિવિધ સ્વાગત અને પ્રસાદી માટે કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં ભક્તોને ઠેર ઠેર પ્રસાદનો લાભ મળશે. આ સમગ્ર 20 કિલોમીટરની યાત્રાના રૂટમાં ભક્તોની ભારે જનમેદની ઉમટી પડી હતી. આ સમગ્ર રૂટ પર ૧૨ હજાર કિલો બુંદીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે.
વાયુદેવ પાસે મંગાશે મંજુરી
દર વર્ષે હનુમાન જયંતીની અગાઉ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ શોભાયાત્રા કાઢવા માટેનું પણ અલગજ મહત્વ છે. હનુમાન જન્મોત્સવની ઉજવણીની મંજુરી લેવા માટે શહેરી જનો હનુમાનજીના પિતા વાયુ દેવ પાસે શોભાયાત્રા થકી પહોચે છે અને ઉજવણીની મંજુરી લેવામાં આવે છે. અમદાવાદના શહેરી જનો દ્વારા વાસણા વાયુદેવ મંદિર સુધી જઈ વાયુ દેવની પૂજા અર્ચના કરી ઉજવણી ની પરવાનગી મેળવવામાં આવે છે. અને આવતી કાલે ઉજવણી ધામધુમથી કરાશે.
આ પણ વાંચો : કિંગ ઓફ સાળંગપુર, હનુમાનજીની ભવ્ય મૂર્તિ આ રીતે થઈ તૈયાર, જુઓ અનાવરણ પહેલાના Photos
હનુમાન જયંતીના 24 કલાક પહેલાથી જ ભક્તોની ભીડ
કેમ્પ મંદિર ખાતે હનુમાન જયંતીના દિવસે સમગ્ર દિવસ દરમ્યાન હવનનું આયોજન પણ કરાશે. ભંડારા સાથે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે. સતત 21 વર્ષથી આ શોભાયાત્રા મંદિર ખાતેથી કાઢવામાં આવે છે. મહત્વનું છે કે, કોરોનાને કારણે ગત 2 વર્ષ દરમ્યાન મોટું આયોજન સ્થગિત કરાયું હતું. અમદાવાદ શહેરમાં હનુમાનજયંતીના ૨૪ કલાક પહેલાજ ભક્તિમય વાતાવરણ બન્યું છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…