Surat Rain : સુરતમાં ધોધમાર વરસાદ, હોસ્પિટલ બહાર પાણી ભરાતા દર્દીઓને લઈ જવાામાં હાલાકી, જુઓ Video
સુરતમાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. જેને કારણે ભારે મુશ્કેલી સર્જાઈ છે. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. હોસ્પિટલ બહાર પાણી ભરાતા દર્દીઓને લઈ જવાામાં હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે.
Surat: ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ચોક બજારમાં રોડ પર પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. લીંબાયત વિસ્તારમાં રેલવે લાઈન નજીક પાણી ભરાયા છે. સંજીવની હોસ્પિટલ બહાર પાણી ભરાતા દર્દીઓને લઈ જવાામાં હાલાકી
પાણીનો નિકાલ ન થતા લોકોએ મનપાના તંત્ર સામે રોષ ઠાલવ્યો છે.
આ પણ વાંચો : વધુ એક યુવાનને નાની ઉંમરમાં ભરખી ગયો હાર્ટ એટેક, યુવકનું સપનું પૂરું ન થઇ શક્યુ
સુરતમાં મોડી રાત્રથી મેઘરાજા મહેરબાન થયા હતા. મોટાભાગના વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી હતી. ત્યારે સુરતમાં મેઘરાજાની એન્ટ્રીને લઈ ત્રણ અલગ અલગ વિસ્તરઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બારડોલીમાં 8 ઈંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે.
રાયમ ગામના મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો બીજી તરફ પલસાણા 4.6 તો મહુવામાં 5.6 ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરતમાં વરસેલા વરસાદે પાલીકાની પણ પોલી ખોલી નાખી. ભારે વરસાદના કારણે રિંગરોડ પરનો કેટલોક ભાગ દબાઈ ગયો હતો. રોડ દબાઈ જતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો