AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાત ATSએ પકડેલી આતંકી સુમેરાબાનુનો ઘટસ્ફોટ, સુરતની ફેમિલી કોર્ટ સહિત કમલમની કરી હતી રેકી

Breaking News : ગુજરાત ATS એ પકડેલી આતંકી સુમેરાબાનુ નો ઘટસ્ફોટ, સુરતની ફેમિલી કોર્ટ સહિત કમલમની કરી હતી રેકી

Breaking News : ગુજરાત ATSએ પકડેલી આતંકી સુમેરાબાનુનો ઘટસ્ફોટ, સુરતની ફેમિલી કોર્ટ સહિત કમલમની કરી હતી રેકી
Gujarat ATS
| Updated on: Jun 12, 2023 | 8:32 AM
Share

Surat : સુરતમાંથી પકડાયેલા આતંકવાદી સુમેરાબાનુએ ગુજરાત ATS સામે મોટો ઘટસફોટ કર્યો છે. સુરતમાં સુમેરાબાનું પોતાના ફેમિલી કોર્ટના કેસ દરમિયાન કોર્ટની રેકી કરતી હોવાનું સામે આવ્યુ છે. આદેશ મળતાની સાથે જ ફિદાઇન હુમલો કરવા તૈયાર કરી હતી. સુરત કોર્ટની સુરક્ષા, જજ અને વકીલોની અવરજવર પર પણ તે રેકી રાખી હતી.

આ પણ વાંચો : બિપોરજોયના સંકટને લઈ તંત્ર હાઈએલર્ટ પર, દરિયા કિનારાના ગામોમાં CISFની ટુકડીઓનું સતત પેટ્રોલિંગ, જુઓ Video

આ ઉપરાંત સુમેરાબાનુ ગાંધીનગર સ્થિત કમલમની પણ રેકી કરી હતી. જોકે તે પહેલા આદેશ મળે તો ફિદાઈન હુમલો કરવા તૈયાર હતી. પોરબંદર પકડાયેલા ત્રણ આતંકવાદીઓ અફઘાનિસ્તાન પહોંચે ત્યાર બાદ તે જવાની હતી.

ગુજરાત ATSએ ISIS મોડ્યુલનો કર્યો પર્દાફાશ

ગુજરાત ATSએ રથયાત્રા પહેલા જ ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચ એવા લોકોની અટકાયત કરી હતી. જે લોકો IS ખુરાસાન સાથે સંકળાયેલા હતા. ISIS સાથે સંકળાયેલા પાંચમાંથી ચાર આરોપીઓને 13 દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટે ચાર આરોપીઓના 13 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્ય હતા.

અબુ હમઝા નામના હેન્ડલ દ્વારા કટ્ટરવાદી બન્યા

ATSએ આરોપીઓની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં ખુલાસો થયો કે આ ત્રણેય યુવકો અબુ હમઝા નામના હેન્ડલ મારફતે કટ્ટરવાદી બન્યા હતા અને ત્યારબાદ તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિઝનમાં જોડાયા હતા. વધુ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સુરતના સૈયદપુરામાં રહેતી સુમેરાબાનુ નામની મહિલા પણ તેમના મોડ્યુલમાં સામેલ છે. તેથી ગુજરાત ATSએ સુરત ક્રાઇમ બ્રાંચની મદદથી સુમેરાના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન પોલીસને સુમેરાના ઘરેથી વોઇસ ઓફ ખુરાસાન નામનું પ્રકાશન પણ મળી આવ્યું હતું.

સુમેરાબાનુએ ભાજપ અને RSSના કાર્યાલયોની રેકી કરી હતી

સુમેરાની વધુ પૂછપરછ કરતા સામે આવ્યું કે, તે ISISના હેન્ડલરના સંપર્કમાં હતી. એટલું જ નહિં કાશ્મીરના ઝુબેર મુનશી સાથે ગાઢ સંબંધો ધરાવે છે. એટલું જ નહિં વધુ ખુલાસો થયો છે કે સુમેરા ભાજપ અને RSSના કાર્યાલયોની રેકી પણ કરી હતી. તો આરોપીઓ પાસેથી પોલીસને કેટલાક મહત્વના ડિજિટલ ડિવાઇઝ મળી આવ્યા છે. જેમાં લેપટોપ અને મોબાઇલનો પણ સમાવેશ થાય છે.

સુરત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">