Surat: સુરતના ઝાંપા બજાર વિસ્તારમાં અશાંત ધારાને સંપૂર્ણ રીતે લાગુ કરવા સત્યનારાયરણની કથા યોજી, MLA પૂર્ણેશ મોદી ઉપસ્થિત રહ્યા
Surat: સુરતના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે આમ છતાં પણ કેટલાક લોકો દ્વારા અન્ય ધર્મના લોકોને પોતાની મિલ્કત વેચી દેતા હોય છે અને જેનાથી અશાંતધારાને લઈ કથા યોજવામાં આવી હતી.
સુરતના અનેક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. આમ છતાં સંપૂર્ણ રીતે અશાંત ધારો લાગુ થઈ રહ્યો નથી. કેટલાક વિસ્તારોમાં કેટલાક લોકો અન્ય ધર્મના લોકોને પોતાની મિલ્કતોને વેચી દેતા હોય છે. આ માટે અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી. જોકે આ માટે કેટલાક લોકો જ સીધા જ પોતાની મિલ્કતોને કાયદાની આંટી ઘૂંટીનો ઉપયોગ કરીને અન્ય ધર્મના લોકોને વેચી દેતા હોય છે. જેને લઈ સંપૂર્ણ રીતે અશાંત ધારોને લાગુ કરવાને માટે થઈને તંત્રની આંખ ઉઘાડવા માટે સત્યનારાયણની કથાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
સત્યનારાયરણની આ કથાના આયોજનમાં સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્ણેશ મોદી અને અરવિંદ રાણા કથાના ઉપસ્થિત રહ્યા હતા. બંને ધારાસભ્યોએ સ્થાનિક લોકોની અશાંત ધારાને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે સમર્થન આપ્યુ હતુ.
ધારાસભ્યે કહ્યુ અમે સાથે છીએ
અશાંત ધારાને લઈ અનેક વાર મામલો ચર્ચામાં રહ્યો છે. સુરતમાં અનેક વિસ્તારમાં અશાંત ધારો લાગુ છે, પરંતુ આમ છતા અશાંત ધારા વિસ્તારની કેટલીક મિલ્કતોનુ વેચાણ થતુ હોય છે. આમ અનેક મિલ્કતો વેચાણ થતી રહેતી હોવાને લઈ અને તે મિલ્કતો અન્ય ધર્મના લોકો દ્વારા ખરીદવામાં આવતી હોવાને લઈ અશાંત ધારો સંપૂર્ણ અમલી બની શકતો હોતો નથી. આમ સ્થાનિક લોકોમાં આ મામલે રોષ વર્તાઈ રહ્યો છે. આ દરમિયાન જ સુરતના ઝાંપા વિસ્તારમાં આવેલી ખરાડી શેરીમાં સત્યનારાયણની કથાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
કથાનુ આયોજન કરવા પાછળ મૂળ ઉદ્દેશ સ્થાનિક લોકો અશાંત ધારા મુદ્દે એક થાય અને સ્થાનિક સમસ્યાથી પોતાની વાત યોગ્ય લોકોની નજરમાં આવે. જેથી અશાંત ધારો સંપૂર્ણ રીતે અમલમાં આવી શકે. સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણા અને પૂર્વ પ્રધાન અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા કહેવામાં આવ્યું કે, અશાંતધારનો અમલ કરવો અને અમે લોકોની સાથે છીએ.આમ ધારાસભ્ય રાણાએ સ્થાનિક લોકોને સમર્થન કર્યુ હતુ કે, અશાંત ધારો સંપૂર્ણ રીતે અમલમાં આવે એ માટે તેઓ સાથે છે. આમ હવે અશાંત ધારા મુદ્દે ધારાસભ્યો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરવામાંઆવી શકે છે. મહોલ્લામાં અશાંતધારા માટે બેનરો પણ લગાવામાં આવ્યા હતા.