Surat: બિપોરજોયના સંકટને લઈ તંત્ર હાઈએલર્ટ પર, દરિયા કિનારાના ગામોમાં CISFની ટુકડીઓનું સતત પેટ્રોલિંગ, જુઓ Video
સુરતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર સતર્ક બન્યું છે. દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. કિનારાના ગામોમાં CISFની ટુકડીઓ દ્વારા સતત પેટ્રોલિંગ હાથ ધરાયું છે. ખાસ કરીને તંત્રની સૂચનાનું પાલન કરવા CISF દ્વારા ગ્રામજનોને અપીલ કરવામાં આવી રહી છે.
Surat: બિપોરજોય વાવાઝોડાને (Cyclone biporjoy) લઈને તંત્ર હાઇએલર્ટ પર છે, સંભવિત વાવાઝોડાની અસરને પગલે દરિયા કિનારે ભારે કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના દરિયા કિનારે CISFએ મોરચો સંભાળી લીધો છે. દરિયા કિનારે CISFની ટુકડીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દરિયા કિનારાના ગામોમાં CISFની ટુકડીઓ સતત પેટ્રોલિંગ કરી રહી છે તથા તંત્રની સૂચનાનું પાલન કરવા CISF ગ્રામજનોને અપીલ પણ કરી રહ્યું છે. આ સાથે દરિયા કિનારે માછીમારોની ગતિવિધીઓનું પણ CISF દ્વારા સતત મોનીટરીંગ થઇ રહ્યું છે. મહત્વનું છે કે દરિયાકિનારા વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપી પવનો પણ ફૂંકાઇ રહ્યા છે.
આ પણ વાંચો : દરિયાકાંઠે કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા, સુરત જિલ્લામાં તંત્રની કેવી છે તૈયારી, જાણો
સુરતના દરિયાકાંઠે 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે મરિન કમાન્ડોનું દરિયાકાંઠે પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. કાંઠાના ગામોમાં સુવાલીના દરિયામાં કરંટ, 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. ડભારી, સુવાલી અને ડુમસ બીચ પર લોકો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ઓલપાડના દરિયાકાંઠાના 27 ગામોમાં એલર્ટ જાહેર કરાયું છે.
સુરત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
