Breaking News : રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ 108 પાકિસ્તાની લોકોને આપી ભારતીય નાગરિકતા
આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યું. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને નાગરિકત્વ આપવામાં આવતું હોય છે. પરંતુ તેના માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જરૂરી હોય છે.આ તમામ નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.
Indian citizenship : આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા અમદાવાદમાં વસતા 108 પાકિસ્તાની લઘુમતીઓ ને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યું. અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા પાકિસ્તાની લઘુમતીઓને નાગરિકત્વ આપવામાં આવતું હોય છે. પરંતુ તેના માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરવી જરૂરી હોય છે.
આ તમામ નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. જો કે રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત થતું હોય છે. જેના આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવાની જોગવાઈ છે.
આજ સુધી 1149 પાકિસ્તાની બન્યા ભારતીય નાગરિક
અમદવાદના જિલ્લાવહીવટી તંત્રને 2016થી આજ સુધી 1149 લોકોને ભારતીય નાગરિત્વ આપવામાં આવેલુ છે. વર્ષ 2016 અને 2018 ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદમાં શરણ મળી છે. જેમાં 2017માં 187 તેમજ 2018માં 256 અને 2019માં 205 શરણાર્થીઓ ભારતના નાગરિક બનાવવામાં આવ્યા હતા.
તેમજ 2020માં 65 અને 2021માં 211 નાગરિકો ભારતના નાગરિક બની અમદવાદમાં શરણ મેળવી હતી. અમદવાદ,ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ, બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા છે.
સમગ્ર ભારતમાં અમદાવાદ જિલ્લો નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરવમાં મોખરે બન્યો છે. હાલ 100થી વધુ અરજી સેન્ટ્રલ એજન્સી દ્વારા એમની પ્રોસેસ ચાલી રહી છે. તેમજ ભારતીય નાગરિત્વ મળતા હવે આ નાગરિકોને અમદાવાદ સિવાય અન્ય સ્થળોએ જવા માટે કલેકટર પરવાનગી માંથી પણ મુક્તિ મેળવીને ભારતનું નાગરિત્વ મેળવ્યું છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો