Breaking News: રાજ્ય સરકારની એસ.ટી.નિગમના કર્મચારીઓને ભેટ, મોંઘવારી ભથ્થામાં 2% વધારો
આવતીકાલથી ગણેશ ચતુર્થીનો તહેવાર થરૂ થઈ રહ્યો છે, આ પહેલા રાજ્ય સરકાર દ્વારા એસ.ટી વિભાગના કર્મચારીઓને ભેટ આપવામાં આવી છે. એસ.ટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર છે. CM દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓને હાલમાં મળતા મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો કરવાનો નિર્ણય લેવામાં કર્યો છે. આ વધારા બાદ હવે કર્મચારીઓને 53% ના બદલે 55% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી લાંબા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની રાહ જોઈ રહેલા હજારો કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે અને તેઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
મોંઘવારી ભથ્થાનું એરિયર્સ પણ મળશે
મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે સાથે, સરકારે કર્મચારીઓને મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી કર્મચારીઓને આર્થિક રીતે મોટો ફાયદો થશે. સરકારના નિર્ણય થકી કુલ રૂપિયા 30 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. આ રકમ તેમને આર્થિક રીતે મદદરૂપ થશે.
ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત
આ નિર્ણય લેવાઈ ગયો હોય, પરંતુ ટૂંક સમયમાં જ આ માટેની વિગતવાર માહિતી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આ માહિતીમાં મોંઘવારી ભથ્થાના વધારાની તારીખ અને એરિયર્સની ચૂકવણીની પદ્ધતિ જેવી બાબતોનો સમાવેશ થશે. કર્મચારીઓ આ વિગતવાર માહિતીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ નિર્ણય CM ની કર્મચારીલક્ષી નીતિ દર્શાવે છે અને રાજ્યના કર્મચારીઓના કલ્યાણ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો