AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat માં નવા સંસદ ભવનના આકારની હિપ-હોપ જવેલરી આકર્ષણનું કેન્દ્ર બની, પીએમ મોદીના પેન્ડન્ટની વધુ ડિમાન્ડ, જુઓ Video

જેમાં કાનની બુટ્ટી, રીંગ અને પેન્ડન્ટ સહિત કોટમાં લગાવવામાં આવનાર બ્રોચર તૈયાર કરવામાં આવ્યું છે. જેની અંદર રિયલ ડાયમંડ સીવીડી ડાયમંડ સહિત અનેક રંગીન ડાયમંડ જોવા મળે છે.સુરત શહેર સીધું દિલ્લી જોડે સંકળાયેલ છે ત્યાં જ્વેલરીની ખાસિયત છે કે આ સંપૂર્ણ રીતે નવા સંસદ ભવનના ડિઝાઇન ના રૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 02, 2023 | 1:02 PM
Share

Surat :  સુરત(Surat)  જ્વેલરી ઉદ્યોગે આ નવા સંસદ ભવનને(New Parliament Building) લઈને એક એવી પહેલ કરી છે કે દેશ-વિદેશમાં રહેતા લોકોના હાથમાં નવા સંસદ ભવનની જવેલરી (Jewelry)જોવા મળશે. સુરત જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ વિશ્વને ભારતીય પરંપરા અને સૌથી વિશાળ તંત્ર અને તેના ભવન અંગે જાણકારી મળી શકે આ માટે નવા સંસદ ભવનના આકારના હિપહોપ જ્વેલરી બનાવી છે. પોતાની એક એક ડિઝાઇન થી વિશ્વભરના લોકોને આશ્ચર્યમાં મુકી દેનાર સુરત જ્વેલરી ઉદ્યોગ એ હાલમાં જ નવા સંસદ ભવનના આકારની જ્વેલરી તૈયાર કરી છે.

Surat Jewellery New Parilament Building

Surat Jewellery New Parilament Building

જેમાં કાનની બુટ્ટી, રીંગ અને પેન્ડન્ટ સહિત કોટમાં લગાવવામાં આવનાર બ્રોચર તૈયાર કરવામાં આવ્યું છે. જેની અંદર રિયલ ડાયમંડ સીવીડી ડાયમંડ સહિત અનેક રંગીન ડાયમંડ જોવા મળે છે.સુરત શહેર સીધું દિલ્લી જોડે સંકળાયેલ છે ત્યાં જ્વેલરીની ખાસિયત છે કે આ સંપૂર્ણ રીતે નવા સંસદ ભવનના ડિઝાઇન ના રૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે.

જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ હાલ આ ડિઝાઇનની જ્વેલરી તૈયાર કરી રહ્યા

સુરતના અને એક જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ હાલ આ ડિઝાઇનની જ્વેલરી તૈયાર કરી રહ્યા છે. આ જ્વેલરી ની ડિમાન્ડ દેશ-વિદેશમાં જોવા પણ મળી રહી છે. જ નહીં જ્વેલર્સ દ્વારા ખાસ 3d પ્રિન્ટિંગ માં લોકેટ તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની તસ્વીર પણ છે અને તેની ઉપર ધી  લેજેન્ડ લખવામાં આવ્યું છે. આ પેન્ડર્ડ હીરા જડિત છે અને અઢી ઇંચ નો છે.હાલ સુરત તમામ જ્વેલરી ઉદ્યોગકારોને અમે એક થીમ આપી છે ટેમ્પલ ઓફ ડેમોક્રેસી. આની પાછળનું કારણ છે કે કોઈ પણ જ્વેલરી બજારમાં આવે તેની ડિઝાઇન ટ્રાઈગ્નલ છે એટલે કે નવા સંસદ ભવન ની પ્રતિકૃતિ જેવું હોય. આ ટ્રેન્ડ લાવવા માટે અમે નિર્ણય લીધો હતો.

Surat Jewellery Pendant

Surat Jewellery Pendant

મોટાભાગે 18 કેરેટ થી લઈ 14 કેરેટ ગોલ્ડમાં તૈયાર થાય છે

બીજું કારણ હતું કે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર ભારતમાં છે અને જ્યારે લોકતંત્રના મંદિર તૈયાર થાય ત્યારે તેને એક જ્વેલરી ના માધ્યમથી લોકો સમક્ષ મૂકવામાં આવે. ટેમ્પલ ઓફ ડેમોક્રેસી ના તમામ જ્વેલરીમાં અનેક પ્રકારના હીરાઓ છે પરંતુ ટ્રાયંગલર કલર નો ઉપયોગ વધારે કરવામાં આવ્યું છે. પેન્ડલમાં અને અન્ય જ્વેલરીમાં ખાસ અશોક સ્તંભ અને પણ સ્થાન આપવામાં આવ્યું છે.આ જ્વેલરી ખાસ અમે ભારતના લોકો માટે તૈયાર કરી છે. હિપહોપ જ્વેલરીની વાત કરવામાં આવે તો આ 100 ગ્રામથી વધુ વજનની જ્વેલરી હોય છે. 2 ગ્રામથી 200 ગ્રામ સુધીની આ જ્વેલરી ડિઝાઇન કરવામાં આવી છે. આ મોટાભાગે 18 કેરેટ થી લઈ 14 કેરેટ ગોલ્ડમાં તૈયાર થાય છે.

આ ડાયમંડ જ્વેલરી હોય છે. આ જ્વેલરી ની અંદર કલર સ્ટોન, મીનાકારી, કરવામાં આવી છે. જે રીતે માર્કેટમાં રિક્વાયરમેન્ટ હોય છે તે જ રીતે અમે આ જ્વેલરી તૈયાર કરતા હોઈએ છીએ.હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું છે જેને લઇ અમને વિચાર આવ્યું કે અમે પણ જ્વેલરીમાં નવા સંસદ ભવનની ડિઝાઇન નો સમાવેશ કરીએ. આ ડિઝાઇન ભારતીય પરંપરા ને દર્શાવે છે. તેનો ડિસ્પ્લે અમે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરવા જઈ રહ્યા છે. એની ડિમાન્ડ પણ વધી રહી છે.

આ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેક ઇન ઇન્ડિયા નો કોન્સેપ્ટ છે તેને અમે વૈશ્વિક સ્તરે રજુ કરી શકીએ આ માટે આ ખાસ ડિઝાઇન અમે મૂકી છે. લોકોને નવા સંસદ ભવન ની ઇન્ફ્રાસ્ટ્રકચર અને ડિઝાઇન અંગે જાણકારી મળે આ માટે આ ખાસ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ હાલમાં નરેન્દ્ર મોદીના પેન્ડન્ટ ની પણ ખૂબ ડિમાન્ડ છે જેમાં લેજેન્ડ ઓફ વર્લ્ડ ના પેન્ડેન્ટ બન્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">