Breaking News : બરોડા ડેરીના ચેરમેન બન્યા સતીષ પટેલ, વાઇસ ચેરમેન પદે ક્રિપાલસિંહની વરણી
Vadodara News : સતીષ પટેલ વડોદરા ભાજપના અધ્યક્ષ છે. કલેક્ટરની અધ્યક્ષતામાં બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં આવેલી બરોડા ડેરીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. બરોડા ડેરીના ચેરમેન સતીષ પટેલ બન્યા છે. તો વાઇસ ચેરમેન પદે ક્રિપાલસિંહની વરણી થઇ છે. સતીષ પટેલ વડોદરા ભાજપના અધ્યક્ષ છે. કલેક્ટરની અધ્યક્ષતામાં બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.
આ પણ વાંચો- Bhediya 2: વરુણ ધવનની ‘ભેડિયા 2’ અને શ્રદ્ધા-રાજકુમારની ‘સ્ત્રી 2’ની જાહેરાત, જાણો રિલીઝ ડેટ વિશે
બરોડા ડેરીમાં પ્રમુખ દિનુ પટેલ અને ઉપપ્રમુખ જી.બી સોલંકીના રાજીનામા આપ્યા બાદ આ પદ ખાલી પડ્યા હતા. સાવલીના ધારાસભ્યના આંદોલન બાદ આ બંનેએ રાજીનામા આપ્યા હતા. અઢી વર્ષ પૂરા થાય તે પહેલા પ્રમુખ, ઉપપ્રમુખે રાજીનામા આપી દીધા હતા. જે પછી ખાલી પદ માટે આજે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બરોડા ડેરીમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. ચેરમેન તરીકે સતીષ પટેલ અને વાઇસ ચેરમેન પદે ક્રિપાલસિંહની વરણી કરવામાં આવી છે.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવતા જી.બી સોલંકીને પણ વાઇસ ચેરમેન પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ હવે જે બે માસનો સમયગાળો બાકી છે. તેના માટે બરોડા ડેરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થવી જરુરી હતી. બે માસ પછી નવી ટર્મ શરુ થવાની છે. જે પછી નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થશે.
જો કે ક્રિપાલસિંહે થોડા સમય પૂર્વે ક્રિપાલસિંહે કોંગ્રેસ છોડીને કેસરિયા કર્યા હતા. ત્યારે જ શક્યતાઓ જોવાઇ રહી હતી કે તેને મહત્વનો હોદ્દો આપવામાં આવશે. તે જ રીતે તેમની બરોડા ડેરીના વાઇસ ચેરમેન પદે વરણી થઇ છે.
થોડા સમય પૂર્વે ડિરેક્ટરોની એક બેઠક મળી હતી. જેમાં સતીષ પટેલ (નિશારીયા)ને ચેરમેન તરીકે અને ક્રિપાલસિંહની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવા માટેનો એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં વિધિવત પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. જે પછી કર્મચારીઓની ઉપસ્થિતિમાં હવે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…