Breaking News : ગુજરાતના મહત્વના બોર્ડ નિગમમાં થશે ભરતીઓ, ચેરમેન, વાઇસ ચેરમેન, ડિરેક્ટર્સના નામની આગામી સપ્તાહે થશે જાહેરાત
ચૂંટણી પહેલા મોટા ભાગમાં બોર્ડ નિગમમાં ચેરમેન પદેથી રાજીનામા લેવાયા હતા. જો કે હવે આગામી સપ્તાહમાં બોર્ડ નિગમના ચેરમેન, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટર્સના નામની જાહેરાત થશે.
ગુજરાતના મહત્વના બોર્ડ નિગમમાં ભરતીનો દોર શરૂ થવાનો છે. છેલ્લા કેટલાય સમયથી 60 થી વધુ બોર્ડ નિગમ ખાલી છે. ચૂંટણી પહેલા મોટા ભાગમાં બોર્ડ નિગમમાં ચેરમેન પદેથી રાજીનામા લેવાયા હતા. જો કે હવે આગામી સપ્તાહમાં બોર્ડ નિગમના ચેરમેન, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટર્સના નામની જાહેરાત થશે.
ચૂંટણી પહેલા માગી લેવાયા હતા રાજીનામાં
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બોર્ડ નિગમના ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પુરી થતી હોય તેમના રાજીનામાં માગી લીધા હતા. ત્યારે ચૂંટણી બાદ જે નેતાઓને પડતા મુકાયા હતા એમનો હવે બોર્ડ નિગમમાં સમાવેશ થઈ શકે છે. ચૂંટણી સમયે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પણ બોર્ડ નિગમમાં સ્થાન મળી શકે છે.
પરિણામો બાદ જ ભરતીની કવાયત હાથ ધરવામાં આવી હતી
વિધાનસભાની ચૂંટણીના પરિણામો બાદ જ બોર્ડ નિગમની ભરતીની કવાયત હાથ ધરવામાં આવી હતી. જો કે કેટલાક નામો પર સર્વ સંમતિ ન સધાતા નામોની જાહેરાત અટવાઈ હતી. જો કે આગામી સપ્તાહ સુધીમાં હવે બોર્ડ નિગમના ચેરમેન, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટર્સના નામોની જાહેરાત કરવામાં આવશે.
10થી 12 નામો પર મહોર લગાવી દેવામાં આવી હોવાની માહિતી
બોર્ડ નિગમમાં ભરતી માટે કેન્દ્ર સરકારના નિયમોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. જો કે ત્યાર બાદ મહદ અંશે નામો નક્કી થઈ ગયા હોવાનું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. મળતી માહિતી મુજબ 50થી 60 નામો પર ચર્ચા કર્યા બાદ આ પૈકી 10થી 12 નામ નકકી કરવામાં આવ્યા છે. જેમની નિમણુક કરવામાં આવશે. આ તમામ 10થી 12માં યુવા ચહેરાઓને સ્થાન અપાયુ હોવાનું માનવુ છે. સોમવારથી બોર્ડ નિગમના આ નામોની જાહેરાત કરવામાં આવશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…