AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં Corona ના કેસોમાં વધારો, નવા 417 કેસ નોંધાયા,એક્ટિવ કેસનો આંકડો 2087એ પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેમાં 13 એપ્રિલના રોજ નવા 417 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2087એ પહોંચી છે.

Breaking News : ગુજરાતમાં Corona ના કેસોમાં વધારો, નવા 417 કેસ નોંધાયા,એક્ટિવ કેસનો આંકડો 2087એ પહોંચ્યો
Gujarat Corona Update
| Updated on: Apr 13, 2023 | 7:51 PM
Share

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. જેમાં 13 એપ્રિલના રોજ નવા 417 કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2087એ પહોંચી છે.અમદાવાદમાં 136, મહેસાણામાં 46, વડોદરામાં 29, સુરતમાં 28, વડોદરા ગ્રામ્યમાં 26, સુરત ગ્રામ્યમાં 23, વડોદરા ગ્રામ્યમાં 26, પાટણમાં 20, ભરૂચમાં 15, વલસાડમાં 14, ગાંધીનગરમાં ગ્રામ્યમાં 12 , ગાંધીનગરમાં 07, રાજકોટમાં 07, રાજકોટ ગ્રામ્યમાં 06, આણંદમાં 05, મોરબીમાં 05, સાબરકાંઠામાં 05, ભાવનગરમાં 04, કચ્છમાં 04, અમદાવાદ ગ્રામ્યમાં 03, ગીર સોમનાથમાં 03, નવસારીમાં 03,સુરેન્દ્રનગરમાં 03, દાહોદમાં 02, જામનગરમાં 02, ખેડામાં 02, દાહોદમાં 02, જામનગરમાં 02, ખેડામાં 02, પંચમહાલમાં 02, પોરબંદરમાં 02,અમરેલીમાં 01, અરવલ્લીમાં 01 અને  ભાવનગર ગ્રામ્યમાં 01 કેસ નોંધાયો છે.જ્યારે કોરોના રિકવરી રેટ 98.99 ટકા થયો છે. તેમજ કોરોનાથી 322 દર્દી સાજા થયા છે.

તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી

ગુજરાતમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખી રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં 10 અને 11 એપ્રિલના રોજ  રાજ્યની તમામ હોસ્પિટલમાં મોકડ્રીલ કરવામાં આવી હતી.  કોરોના દર્દી માટે વ્યવસ્થા સહિત કેસોને કેવી રીતે પહોંચી વળવા તેને લઈ મોકડ્રીલનું આયોજન કરવામાં આવી હતી. વેક્સિનને લઇને પણ આરોગ્ય પ્રધાને લોકોને આપી ખાતરી આપતા કહ્યું હતું કે વેક્સિનના જથ્થાની માગણી કરી છે અને વેક્સિન આવશે ત્યારે લોકો સુધી પહોંચાડવામાં આવશે.

આ પણ વાંચો :Gujarati Video : તલાટી પરીક્ષા માટે 20 એપ્રિલ સુધી ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવું જરૂરી

ડોક્ટર આપી રહ્યા છે સાવચેતી રાખવાની આપી સલાહ

કોરોનાએ ફરી એકવાર સ્પીડ પકડી છે.રોજના વધતાં આંકડાઓ ફિકર વધારી રહ્યા છે.છેલ્લા 24 કલાકમાં 6000થી વધુ કેસ આવતાં જ આરોગ્ય વિભાગ અને ડોક્ટર્સ પણ એલર્ટ મોડ પર આવી ગયા છે.જો સ્થિતિ આમ જ રહેશે તો આવનારો સમય મુશ્કેલી છે એ નક્કી.એટલે જ ડોક્ટર્સ લોકોને પહેલેથી જ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે . ફરી એકવાર ગુજરાત અને ભારતમાં કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેનાથી સરકારની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે.

રાજ્યમાં 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન

હાલ રાજ્યમાં કોવિડ-19 અંતર્ગત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1 લાખ 3 હજાર થી વધુ બેડ ઉપલબ્ધ છે. જે પૈકી 15 હજાર જેટલા આઇ.સી.યુ. અને 9700 જેટલા વેન્ટીલેટર બેડ ઉપલબ્ધ છે. રાજ્યમાં 10899 ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન અને 476 પી.એસ.એ. પ્લાન્ટ દર્દીઓની સેવાર્થે કાર્યરત છે.

દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને હાલ રાજ્યમાં દૈનિક 20 થી 22 હજાર જેટલા કોરોના ટેસ્ટીંગ કરવામાં આવે છે. રાજ્યમાં કોવિડ-19 માટેના જરૂરી ટેસ્ટીંહગ માટે 207 લેબોરેટરીને મંજુરી આપવામાં આવી છે. જે પૈકી 111 સરકારી અને 96 ખાનગી લેબોરેટરી છે. જેની હાલ દૈનિક કુલ ટેસ્ટીંગ ક્ષમતા 1 લાખ 75 હજાર જેટલી છે. આર.ટી.પી.સી.આર. પોઝીટીવ દર્દીનું જીનોમ સીકવન્સીંગ કરવા માટે ગાંધાનગર ખાતે  દર મહીને 4000 થી વધુ ઝીનોમ સીકવન્સીંગ ટેસ્ટ કરવાની ક્ષમતા છે. રાજ્ય સરકારે કોવિડના ચોક્સસ મોનીટરીંગ માટે GERMIS સોફ્ટવેર વિકસાવ્યું છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ચાર રસ્તે દેખાયા 2 સ્પાઈડર-મેન, વીડિયો થયો વાયરલ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઈ
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
નર્મદા નદીમાં પેટ્રોલીગ કરતી બોટનું એન્જિન થયું ફેલ, ડૂબતી બોટનો Video
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
વડોદરામાં ધારાસભ્ય સતીષ પટેલના નિવેદનથી સંસ્કારી નગરીમાં નારાજગી
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
તબાહી વચ્ચે ચમત્કાર! ઘણા દિવસો પછી 'મા' સામે આવ્યો 'દીકરો'
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
Rajkot: ઉપલેટામાં સ્મશાન રોડ પર તૂટેલા વોકળાનો સ્લેબ બન્યો જોખમી
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
જન્માષ્ટમીના પાવન અવસરે વહેલી સવારથી ભાવિ ભક્તોનો જોવા મળ્યો ધસારો
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સ છતાં ભારે વરસાદ નહીં
g clip-path="url(#clip0_868_265)">