Breaking News : અમદાવાદના માધુપુરમાં યુવકની જાહેરમાં હત્યા, ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે

|

Aug 16, 2023 | 1:40 PM

અમદાવાદના માધુપુરામાં જાહેરમાં યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પાનના ગલ્લા પર ઉભેલા યુવક પર કેટલાંક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

Breaking News : અમદાવાદના માધુપુરમાં યુવકની જાહેરમાં હત્યા, ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે
Ahmedabad

Follow us on

Breaking News : અમદાવાદના માધુપુરામાં જાહેરમાં યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પાનના ગલ્લા પર ઉભેલા યુવક પર કેટલાંક શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. જેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત થયુ હોવાનું સામે આવી રહ્યુ છે. હત્યા બાદ માધુપુરાના લોકોએ હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad: 77માં સ્વાતંત્ર્ય પર્વની કોંગ્રેસ કાર્યાલયે રંગેચંગે ઉજવણી, શક્તિસિંહે ધ્વજવંદન કરી આપી શુભેચ્છા

હોબાળો મચાવતા ડીસીપી, એસીપી સહિતનો તમામ પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. જેમાં પોલિસ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થઈ હતી.હત્યા કરનાર શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. મૃતકની બહેને પોલિસ પર આક્ષેપો કર્યા છે. હત્યા કરનાર શખ્સો સામે અગાઉ પોલીસમાં ફરિયાદ રજૂઆત કરી હતી. પરંતુ પોલિસે કોઈ કાર્યવાહી કરી નહી હોવાનો આક્ષેપ મૃતકની બહેને આક્ષેપ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

યુવકના શરીર પર 10થી વધુ છરીના ઘા માર્યા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતકનો પરિવાર ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં ફરિયાદ કર્યા બાદ પરત ફરતી વખતે મૃતક પર હુમલો કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં યુવકના શરીર પર 10થી વધુ છરીના ઘા વાગ્યા હોવાનું સામે આવ્યું છે. વળતી કાર્યવાહીમાં પોલીસે 4 આરોપીઓને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વપૂર્ણ છે કે હત્યાના વિરોધમાં માધુપુરા માર્કેટ બંધ રાખવામાં આવ્યું છે. અને વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જોકે કોઇ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસે માધુપુરા માર્કેટમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:55 am, Wed, 16 August 23

Next Article