Breaking News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યુ, 1400 કરોડના ખર્ચે તૈયાર થયું છે એરપોર્ટ
નાગરિક ઉડ્યન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ પ્રસંગે હાજર રહ્યા. તેમણે પણ વડાપ્રધાનનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ છે. તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
Rajkot : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) રાજકોટ પહોંચી ગયા છે. રાજકોટ એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સહિતના પ્રધાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યુ છે. નાગરિક ઉડ્યન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) પણ આ પ્રસંગે હાજર રહ્યા. તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
શું છે હિરાસર એરપોર્ટની વિશેષતા ?
વડાપ્રધાન મોદી જે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યુ છે તે રૂ. 1400 કરોડના ખર્ચે તૈયાર થયું છે. 2500 એકરમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. હિરાસર એરપોર્ટના વિકાસ માટે 1500 એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં 250 એકર ગ્રીન ઝોન, 524 એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાઇ છે. કુલ 250 એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યુ છે.
PMની ઝલક નિહાળવા લોકો આતુર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ જાહેર સભા સંબોધવાના છે. પીએમ મોદીની સભામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી લોકો ઉમટી પડ્યા છે. ઠેર ઠેર પીએમ મોદીના સ્વાગત માટે સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્ટેજ બનાવવામાં આવ્યા છે. પીએમ મોદીની એક ઝલક જોવા લોકો આતુર છે.
સૌરાષ્ટ્રને મળશે SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ
વડાપ્રધાનના હસ્તે સૌરાષ્ટ્રને SAUNI યોજનાના 2 પ્રોજેક્ટની ભેટ મળશે. જેના થકી 95 ગામોની 52,398 એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. 98 હજાર લોકોને પીવા માટે નર્મદાના નીર ઉપલબ્ધ થશે. અત્યાર સુધીમાં SAUNI યોજનાનું 95 ટકા કામ પૂર્ણ થયુ છે. 115 જળાશયોમાંથી 95 જળાશયો યોજના સાથે જોડાયા છે. આશરે 6.50 લાખ એકર વિસ્તારમાં સિંચાઈનો લાભ ખેડૂતોને મળવાનો છે. લગભગ 80 લાખની વસ્તીને નર્મદાનું પાણી મળી રહ્યું છે.
સેમિકન્ડક્ટર હબ બનશે ગુજરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઇએ ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ગાંધીનગરમાં ઉદ્ધાટન કરશે. ગાંધીનગરમાં સેમિકન્ટક્ટર્સની અત્યાધુનિક ટેક્નોલોજી અંગે પ્રદર્શન યોજાવાનું છે. ગુજરાતના આંગણે દિગ્ગજ કંપનીઓ આવવાની છે. કેન્દ્રીય પ્રધાનો પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશમાં રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી રજૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનવા જઇ રહ્યુ છે. રૂ.22,500 કરોડના ATMP પ્રોજેક્ટની સ્થાપના માટે MoU કરવામાં આવશે. ATMP સુવિધા શરૂ કરવા સાણંદની પસંદગી કરાઇ છે.