AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : AUDAમાં ફરિયાદ નિવારણ માટે નવું CCRS શરૂ થશે, ફરિયાદથી લઈને નિવારણ સુધીની પ્રક્રિયા ઓનલાઈન રહેશે

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નાગરિક ફરિયાદ અને નિવારણ પ્રણાલી ( Citizen Complaint & Redressal System- CCRS) અમલમાં મૂકવાની તૈયારી કરાઈ છે. જેમાં કંટ્રોલ રૂમ, વેબ પોર્ટલ, મોબાઈલ એપ્લિકેશન, વોટ્સએપ, ચેટબોટ અને એસએમએસ જેવા માધ્યમોથી ફરિયાદ નોંધાવી શકાશે.

Breaking News : AUDAમાં ફરિયાદ નિવારણ માટે નવું CCRS શરૂ થશે, ફરિયાદથી લઈને નિવારણ સુધીની પ્રક્રિયા ઓનલાઈન રહેશે
| Updated on: Oct 07, 2026 | 7:30 PM
Share

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ( Ahmedabad Urban Development Authority – AUDA) દ્વારા નાગરિકોની ફરિયાદોના ઝડપી અને અસરકારક નિવારણ માટે Citizen Complaint & Redressal System (CCRS) અમલમાં મૂકવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સિસ્ટમના અમલ બાદ નાગરિકોની ફરિયાદ નોંધાવવાથી લઈને તેના નિરાકરણ અને અંતિમ ક્લોઝર સુધીની સમગ્ર પ્રક્રિયા વધુ પારદર્શક, સમયબદ્ધ અને ટેક્નોલોજી આધારિત બનશે.

CCRS અંતર્ગત AUDA ખાતે સેન્ટ્રલ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. અહીંથી પ્રાપ્ત થતી ફરિયાદોની સોંપણી, કાર્યવાહી, દેખરેખ, વધારો અને અંતિમ સમાપન સુધીનું સંપૂર્ણ સંચાલન સિસ્ટમ આધારિત રહેશે. ફરિયાદોના નિવારણ માટેની સમગ્ર પ્રક્રિયા રિયલ ટાઈમ આધારિત બનાવવાનો પણ ઉદ્દેશ છે.

અનેક માધ્યમોથી ફરિયાદ નોંધાવી શકાશે

નાગરિકોને ફરિયાદ નોંધાવવામાં સરળતા રહે તે માટે ઔડા દ્વારા વિવિધ ડિજિટલ માધ્યમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેમાં કંટ્રોલ રૂમ, આઈવીઆર, વેબ પોર્ટલ, મોબાઈલ એપ્લિકેશન, વોટ્સએપ અને ચેરબોટ તેમજ SMS જેવા માધ્યમોનો સમાવેશ થાય છે. ફરિયાદ નોંધાયા બાદ નાગરિકને યુનિક કમ્પાલઈન્ટ, રેફરન્સ નંબર આપવામાં આવશે. આ નંબરના આધારે નાગરિક પોતાની ફરિયાદની સ્થિતિ જાણી શકશે અને ફરિયાદ ક્યાં સુધી પહોંચી છે તેની માહિતી મેળવી શકશે.

ફરિયાદોની સ્થિતિ જાણી શકાશે

CCRSમાં ફરિયાદ નોંધાયા બાદ તેની સમગ્ર પ્રક્રિયા ડિજિટલ રીતે ટ્રેક કરી શકાશે. નાગરિકોને નીચે મુજબની સુવિધાઓ મળવાની શક્યતા છે:

  • ફરિયાદ નોંધાવવાની વધુ સરળ અને સુલભ વ્યવસ્થા
  • દરેક ફરિયાદ માટે Unique Complaint Number
  • ફરિયાદની સ્થિતિ અંગે પારદર્શક માહિતી
  •  ફરિયાદ કયા વિભાગ/અધિકારી પાસે છે તેની જાણકારી
  • સમયમર્યાદા આધારિત ફરિયાદ નિવારણ
  • વિલંબ થાય તો System-based Alert અને Escalation
  • ફરિયાદના નિવારણ બાદ Final Closureની સુવિધા
  • ફરિયાદોનું માત્ર નિવારણ નહીં, પરંતુ વિશ્લેષણ પણ થશે

AUDAના CCRSમાં માત્ર ફરિયાદોના નિવારણ પર જ ધ્યાન નહીં અપાય, પરંતુ ફરિયાદોમાંથી મળતા ડેટાનું પણ વિશ્લેષણ કરવામાં આવશે. એઆઈ, એનાલિટીક, પેટર્ન એન્ડ ટ્રેન્ડ એનાલિટીક જેવા ટેક્નોલોજી આધારિત સાધનોનો ઉપયોગ કરીને ફરિયાદોના પ્રકાર, વિસ્તાર, સમયગાળો અને પુનરાવર્તિત સમસ્યાઓનું વિશ્લેષણ કરી શકાશે. આ વિશ્લેષણના આધારે કયા વિસ્તારમાં કઈ સમસ્યા વારંવાર સર્જાઈ રહી છે અને તેના કાયમી ઉકેલ માટે કયા પગલાં જરૂરી છે તે અંગે નિર્ણય લેવામાં મદદ મળશે.

ગાંધીનગરમાં ભાજપ ઘેરાયું ! “1 લાખ નોકરીઓ અને મફત મુસાફરીના વચનો ક્યાં ગયા?” કોંગ્રેસે BJP ની દુખતી નસ દબાવી – જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">