Breaking News : દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં ગુજરાતી યુવાનની હત્યા, વતનમાં માતમનો માહોલ

દક્ષિણ આફ્રિકા(South Africa)માં રોજગારી માટે સ્થાયી થયેલા ભારતીય યુવાનો ઉપર હુમલાથી ઘટના વારંવાર બનતી  રહે છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા યુવાનોના ભારતમાં રહેતા પરિવારજનો આ ખબરો સાંભળ્યા બાદ ચિંતાતુર બની જાય છે. આજે દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી ઉપર સ્થાનિકોના હુમલાની ઘટના સામે આવી છે.

Breaking News : દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં ગુજરાતી યુવાનની હત્યા, વતનમાં માતમનો માહોલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 9:33 AM

Breaking News : દક્ષિણ આફ્રિકા(South Africa)માં રોજગારી માટે સ્થાયી થયેલા ભારતીય યુવાનો ઉપર હુમલાથી ઘટના વારંવાર બનતી  રહે છે. દક્ષિણ આફ્રિકામાં રહેતા યુવાનોના ભારતમાં રહેતા પરિવારજનો આ ખબરો સાંભળ્યા બાદ ચિંતાતુર બની જાય છે. આજે દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતી ઉપર સ્થાનિકોના હુમલાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ભરૂચના યુવાએ જીવ ગુમાવ્યો છે.

સાઉથ આફ્રિકા ખાતે ગુજરાતી યુવકની હત્યા

દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા(pretoria) નજીકના એક ટાઉન માં અકસ્માત જેવી સામાન્ય તકરારની ઘટના બની હતી. બે લોકો વચ્ચેની તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. વાત મારામારી સુધી પહોંચી હતી. સ્થાનિક કે જેમની કાર સાથે ગુજરાતી યુવાન આસિફ ભાઈ લિયાક્તની કારની ટક્કર થઈ હતી તેમની સાથે મારામારી કરવામાં આવી હતી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

ભરૂચના મનુબર ગામના યુવાની હત્યા

સ્થાનિકોના વાહન સાથે અકસ્માતની સામાન્ય ઘટનામાં સ્થાનિક યુવાનો ભરૂચના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્ત ઉપર તીક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. સ્થાનિક અને મૂળ ગુજરાતી યુવાન વચ્ચે મારામારી ગંભીર સ્વરૂપ ધારણ કરી ચુકી હતી. તકરાર દરમિયાન ભરૂચ ના મનુબર ગામના આસિફ ભાઈ લિયાક્તને છરીના ઘા ઝીકી દેવતા તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યા હતા જેમનું ઘટનાસ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

વતનમાં પરિવારજન ચિંતિત

અત્રે ઉલ્લેખનીય છે કે આફ્રિકામાં ભારતીય યુવાનોસમયાંતરે હુમલાનો શિકાર બનતા રહે છે. નજીવી બાબતે અને કેટલીકવાર નિષ્કારણ આ હુમલાઓમાં જીવ ગુમાવેછે. વિદેશમાં રોજગારી માટે ગયેલા યુવાનોના પરિવારજન વધતી ભારતીયો ઉપર હુમલાની આ પ્રકારની ઘટનાઓથી ચિંતિત બન્યા છે જે ભારત સરકાર આ મામલે જરૂરી પગલાં ભરે તેવી માંગ કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">