Breaking News : ગુજરાતમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર, રાજ્યભરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1થી 2 ડિગ્રી વધુ રહેવાની આગાહી
રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં હળવી ઠંડીને બદલે ગરમીનો ભારે અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર ઊંચું રહ્યું હતું, જ્યારે ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં પણ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં સામાન્ય કરતા 2 ડિગ્રી સુધી તાપમાન વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

weather breaking news : ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ, હાલના દિવસોમાં સામાન્ય રીતે રાત્રે અને વહેલી પરોઢના સમયે હળવી ઠંડીનો અનુભવ થવો જોઈએ તેના બદલે, અલ નીનોની અસરને કારણે ગુજરાતના કેટલાય શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રીને પાર થઈ ગયો છે. આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવનાને ધ્યાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે મહત્તમ તાપમાનમાં પણ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. બીજી તરફ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો રહ્યો છે. હવામાન વિભાગના 13 ઓક્ટોબર, 2026ના બુલેટિન મુજબ, રાજકોટમાં રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન 39.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું હતું.
રાજકોટમાં સૌથી વધુ 39.8 ડિગ્રી તાપમાન
રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં પણ ગરમીનો અનુભવ યથાવત્ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર ઊંચું રહ્યું હતું, જ્યારે ગુજરાત પ્રદેશના કેટલાક ભાગોમાં પણ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું. રાજકોટમાં 39.8 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહ્યું હતું. રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં આશરે 1થી 2 ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે.
ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવન ફૂંકાશે
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે, ગુજરાત રાજ્યમાં નીચલા વાતાવરણના સ્તરે ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી દિવસોમાં પણ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. મહત્તમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા ન હોવાથી ગરમીનો અનુભવ યથાવત્ રહી શકે છે.
ચોમાસાની વિદાયની પ્રક્રિયા ચાલુ
દેશમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દેશના બાકીના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વધુ પાછું ખેંચાવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે. આ સાથે દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં ઉત્તર-પૂર્વ ચોમાસાના વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. હાલ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું છે. આગામી સાત દિવસ દરમિયાન વરસાદની ખાસ શક્યતા ન હોવાથી રાજ્યમાં ગરમી અને સૂકા વાતાવરણનો માહોલ જળવાઈ રહેવાની સંભાવના છે.
