Breaking News : ગુજરાતના હજીરામાં બનશે ભારતીય સેનાનું સુપર વ્હીકલ! -55°C ની ઠંડીથી +55°C ની ગરમીમાં દુશ્મનોના છોડાવશે છક્કા
લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને BAE સિસ્ટમ્સે ગુજરાતના હજીરામાં BVS 10 સિંધુ ATVનું ઉત્પાદન શરૂ કર્યું છે. આ ખાસ ઓલ-ટેરેન વાહન ભારતીય સેનાની ઓપરેશનલ ક્ષમતામાં વધારો કરશે.

ભારતીય સેનાની તાકાત વધારવા માટે ખાસ ઓલ-ટેરેન વ્હીકલ (ATV)નું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતના સુરત નજીક હજીરામાં લાર્સન એન્ડ ટુબ્રો અને બ્રિટનની કંપની BAE સિસ્ટમ્સે BVS 10 સિંધુનું ઉત્પાદન શરૂ કર્યું છે. ભારતીય સેનાએ હાલમાં આવા 18 વાહનોનો ઓર્ડર આપ્યો છે. આ વાહનોને લદ્દાખ જેવા અત્યંત ઊંચાઈવાળા વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે. અહીં સેનાના જવાનોએ 18,000 ફૂટની ઊંચાઈએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઓપરેશન પાર પાડવું પડે છે.
માઇનસ 55 ડિગ્રીની ઠંડીમાં પણ કરશે કામ
BVS 10 સિંધુની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માઇનસ 55 ડિગ્રી સેલ્સિયસ જેટલી કડકડતી ઠંડી અને બરફીલા વિસ્તારોમાં પણ કામ કરી શકે છે. સૈનિકોની અવરજવર અને મુશ્કેલ વિસ્તારોમાં ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વાહન તૈયાર કરવામાં આવ્યું છે. બીજી તરફ, પાકિસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ વિસ્તારમાં પણ આ વાહનો તહેનાત કરવાની યોજના છે.
#WATCH | Hazira, Surat (Gujarat) | Larsen and Toubro and BAE Systems today started the production of their articulated all-terrain vehicle (ATV) BVS 10 Sindhu for the Indian Army.
The Indian Army has placed orders for 18 of these ATVs which are globally proven in conflicts and are scheduled to be deployed in Ladakh for high altitude operations at 18,000 feet in extreme winters and snow conditions at up to -55 degree celsius.
On the Pakistan front, the ATVs are being deployed in the Kutch region where they can operate in temperatures up to 55 degree celsius and can be used troops for patrolling marshy lands, desert areas and the great Rann.
— ANI (@ANI) October 28, 2026
કચ્છ વિસ્તારમાં ઉનાળામાં તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે
અહીં ઉનાળામાં તાપમાન 55 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આવા સંજોગોમાં કાદવવાળી જમીન, રણપ્રદેશ અને ગ્રેટ રણ ઑફ કચ્છમાં પેટ્રોલિંગ દરમિયાન આ વાહનો ભારતીય સેના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. એટલે કે, લદ્દાખની હાડ થીજાવી દેતી ઠંડી હોય કે કચ્છની આકરી ગરમી, BVS 10 સિંધુ વિવિધ પડકારજનક પરિસ્થિતિઓમાં ભારતીય સેનાની ઓપરેશનલ ક્ષમતા વધારવામાં મદદ કરશે.
