Breaking News : ઉનામાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ, 50થી વધુ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા, જુઓ Video
ઉના પોલીસે દરોડા પાડી નકલી ઘીના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ઉનાના લુહાર ચોકમાં રહેણાક મકાન પર પોલીસે દરોડા પાડ્યા હતા. અંબે પ્રોવિઝન નામની દુકાન ધરાવતો વેપારી નકલી ઘીનું કારખાનું ચલાવતો હતો.
Gir Somnath : ઉનામાંથી નકલી ઘી (Fake Ghee) પકડાયું હોવાની ઘટના સામે આવી છે. ઉના પોલીસે દરોડા પાડી નકલી ઘીના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ઉનાના લુહાર ચોકમાં રહેણાક મકાન પર પોલીસે દરોડા પાડ્યા હતા. અંબે પ્રોવિઝન નામની દુકાન ધરાવતો વેપારી નકલી ઘીનું કારખાનું ચલાવતો હતો.
આ પણ વાંચો Breaking News: ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનો નક્લી PA ગીર સોમનાથથી ઝડપાયો
ઉના પોલીસને દુકાનમાંથી 50થી વધુ ડબ્બા નકલી ઘી, વનસ્પતિ તેલ સહિતની ભેળસેળની સામગ્રી મળી આવી હતી. પોલીસે દુકાન તેમજ રહેણાંક મકાનમાંથી મુદ્દામાલ કબ્જે કર્યો છે. ત્યારે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા વેપારીને ઉના પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
ગીરસોમનાથ સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 16, 2023 12:29 PM
Latest Videos