AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અંકલેશ્વરની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી, પ્લાન્ટમાં એસિડ ગળતરના કારણે ફાયરબ્રિગેડ માટે નજીક પહોંચવું મુશ્કેલ બન્યું, જુઓ Video

Ankleshwar GIDCની કેમિકલ ફેકટરીમાં આગ લાગવા(fire in chemical factory)ની વધુ એક ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે કાકડીયા કેમિકલ કંપની(Kakadia Chemical Company)ના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેના ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી જોકે પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.

Breaking News : અંકલેશ્વરની કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી, પ્લાન્ટમાં એસિડ ગળતરના કારણે ફાયરબ્રિગેડ માટે નજીક પહોંચવું મુશ્કેલ બન્યું, જુઓ Video
| Updated on: Jul 03, 2023 | 9:01 AM
Share

Bharuch : Ankleshwar GIDCની કેમિકલ ફેકટરીમાં આગ લાગવા(fire in chemical factory)ની વધુ એક ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે કાકડીયા કેમિકલ કંપની(Kakadia Chemical Company)ના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેના ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી જોકે પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ઘટનામાં જાનહાનિના અહેવાલ સાંપડયા નથી પરંતુ પ્લાન્ટને મોટું નુકસાન પહોંચ્યું હોવાની વિગતો બહાર આવી છે. આગમાં પ્લાન્ટ નજીક મુકવામાં આવેલા કેમિકલના ડ્રમ ફાટતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા છે. સૂત્રો અનુસાર એસિડ લીકેજના કારણે આગ બુઝાવવામાં પડકારનો સામનો કરવો પડ્યો હતો. પ્લાન્ટમાં રહેલા એસિડના કારણે ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ આંખમાં બળતરાની તકલીફ અનુભવી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું  છે.

15 દિવસમાં આગનો ત્રીજો બનાવ

ભરૂચ જિલ્લામાં 15 દિવસમાં ઔદ્યોગિક એકમમાં આગનો આ ત્રીજો બનાવ છે. આ અગાઉ 22 જૂને અંકલેશ્વર જીઆઈડીસી સ્થત  ફાર્મા કંપની નિરંજન લેબોરેટરી કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ(fire in niranjan laboratory)લાગી હતી. નજીકની શ્રમજીવીઓની વસાહતમાંથી ઉડેલા તણખલાંના કારણે  લાગેલી આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું.

આ ઘટનાનાં ગણતરીના કલાકો અગાઉ પાલેજની રુચિકા ઇન્ડસ્ટ્રીઝમાં પણ ભીષણ આગની ઘટના બની હતી. અહીં  10 થી વધુ ફયફાઇટર મોકલવાની ફરજ પડી હતી. ભારે  જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

લોકોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી

આગની ઘટના બાદ પ્લાન્ટમાં એસિડ ગળતરની ઘટના બની હતી. આ એસિડના કારણે સ્થાનિકો અને ફાયર બ્રિગેડના જવાનોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી હતી. ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ ટીમના હેડ મનોજ કોટીયાની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર મહદંશે નિયંત્રણ મેળવી લીધું છે. પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર ફાયર બ્રિગેડના  ફાયર ફાઇટરોએ પાણીનો છંટકાવ અવિરત ચાલુ રાખ્યો છે.  ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ સામે ન આવતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">