AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ધારાસભ્ય હાર્દિક પટેલની એક પોસ્ટથી રાજકીય ખળભળાટ, કોના પર સાધ્યુ નિશાન? જુઓ Video

હાર્દિક પટેલની આ પોસ્ટ સામે આવ્યા બાદ અનેક સવાલો ઊભા થયા છે. આખરે હાર્દિક પટેલે કોને નિશાન બનાવીને આ પોસ્ટ કરી છે? શું કોઈ રાજકીય વિરોધીને આડકતરી રીતે ચેતવણી આપી છે કે પછી પક્ષની અંદર ચાલી રહેલા કોઈ ઘટનાક્રમ તરફ ઈશારો કર્યો છે? જોકે, પોસ્ટમાં હાર્દિક પટેલે કોઈ વ્યક્તિ કે જૂથનું નામ લીધું નથી.

Breaking News: ધારાસભ્ય હાર્દિક પટેલની એક પોસ્ટથી રાજકીય ખળભળાટ, કોના પર સાધ્યુ નિશાન? જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2026 | 1:20 PM
Share

વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટે ગુજરાતના રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ જગાવી છે. હાર્દિક પટેલે પોતાની પોસ્ટમાં વિરોધીઓને ગર્ભિત સંકેત આપતા લખ્યું છે કે, “મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા. દરેક જવાબ શબ્દોથી જ અપાય એ જરૂરી નથી.”

હાર્દિક પટેલની આ પોસ્ટ સામે આવ્યા બાદ અનેક સવાલો ઊભા થયા છે. આખરે હાર્દિક પટેલે કોને નિશાન બનાવીને આ પોસ્ટ કરી છે? શું કોઈ રાજકીય વિરોધીને આડકતરી રીતે ચેતવણી આપી છે કે પછી પક્ષની અંદર ચાલી રહેલા કોઈ ઘટનાક્રમ તરફ ઈશારો કર્યો છે? જોકે, પોસ્ટમાં હાર્દિક પટેલે કોઈ વ્યક્તિ કે જૂથનું નામ લીધું નથી.

સોશિયલ મીડિયા પોસ્ટથી અનેક તર્ક-વિતર્ક

હાર્દિક પટેલની પોસ્ટના શબ્દો પર ખાસ ચર્ચા થઈ રહી છે. સામાન્ય રીતે રાજકીય નેતાઓ પોતાના વિરોધીઓને નિવેદનો દ્વારા જવાબ આપતા હોય છે, પરંતુ હાર્દિક પટેલે દરેક જવાબ શબ્દોથી જ આપવો જરૂરી નથી તેવો ઉલ્લેખ કર્યો છે. તેમની આ વાતને રાજકીય વર્તુળોમાં ગર્ભિત સંકેત તરીકે જોવામાં આવી રહી છે. ખાસ કરીને ‘મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા’ જેવા શબ્દોનો ઉપયોગ કરીને તેમણે કોઈને ચેતવણી આપી હોવાની અટકળો વહેતી થઈ છે.

કોના પર નિશાન સાધ્યું? રાજકીય વર્તુળોમાં સવાલ

હાર્દિક પટેલની આ પોસ્ટ પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ પોસ્ટમાં ઉપયોગમાં લેવાયેલી ભાષાને કારણે તેમના વિરોધીઓ કોણ છે અને તેઓ કોને સંદેશ આપવા માગે છે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. શું કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી હાર્દિક પટેલ નારાજ છે? શું કોઈ જૂના સાથીદાર સાથેના મતભેદને કારણે આ પોસ્ટ કરવામાં આવી છે? કે પછી રાજકીય ક્ષેત્રમાં ચાલી રહેલી કોઈ આંતરિક ખેંચતાણનો આડકતરો જવાબ છે? આવા અનેક સવાલો રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યા છે.

પાટીદાર આંદોલનથી રાજકારણ સુધી હાર્દિક પટેલની સફર

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ એક સમયે પાટીદાર અનામત આંદોલનનો અગ્રણી ચહેરો રહ્યા છે. આંદોલન બાદ તેમણે સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને હાલ વિરમગામ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. તાજેતરમાં પાટીદાર સમાજની એકતા અને અનામત આંદોલન સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ પણ ચર્ચામાં રહ્યા છે. આવા રાજકીય માહોલ વચ્ચે હાર્દિક પટેલની નવી પોસ્ટને કારણે ફરી એકવાર તેમના રાજકીય વલણ અને વિરોધીઓ સાથેના સંબંધો અંગે ચર્ચા શરૂ થઈ છે. જોકે, તેમની પોસ્ટનો સંબંધ આ મુદ્દાઓ સાથે છે કે નહીં તે સ્પષ્ટ નથી.

હાલ હાર્દિક પટેલે પોતાની પોસ્ટમાં કોઈનું નામ લીધું નથી કે પોસ્ટ પાછળનો ઉદ્દેશ પણ સ્પષ્ટ કર્યો નથી. તેમ છતાં તેમની આ એક પોસ્ટે રાજકીય ચર્ચાઓને વેગ આપ્યો છે. હવે સવાલ એ છે કે હાર્દિક પટેલની આ પોસ્ટ માત્ર એક સંકેત છે કે આગામી દિવસોમાં તેઓ કોઈના નામ સાથે ખુલ્લેઆમ જવાબ આપશે? આ સવાલનો જવાબ તો આગામી દિવસોમાં જ મળી શકશે.

આ પણ વાંચો-Breaking News : રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બનશે તો હોટેલ સંચાલકની સીધી જવાબદારી રહેશે : આરોગ્ય મંત્રી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">