6 માર્ચના મોટા સમાચારો: પોરબંદર: 425 કરોડના ડ્રગ્સ સાથે ઈરાની બોટ ઝડપાઈ, ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2023 | 11:53 PM

દેશ અને દુનિયામાં ઘણા અપડેટ્સ આવી રહ્યા છે, ધણા કાર્યક્રમો વિવિધ રાજ્યમાં યોજાવા જઈ રહ્યા છે કે પછી પુરા થઈ ચુક્યા છે..દિવસભરના મોટા સમાચાર અપડેટ્સ અને બ્રેકિંગ ન્યૂઝ માટે પેજને સતત રિફ્રેશ કરતા રહો...

6 માર્ચના મોટા સમાચારો: પોરબંદર: 425 કરોડના ડ્રગ્સ સાથે ઈરાની બોટ ઝડપાઈ, ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન

દેશ અને દુનિયામાં ઘણા અપડેટ્સ આવી રહ્યા છે, ધણા કાર્યક્રમો વિવિધ રાજ્યમાં યોજાવા જઈ રહ્યા છે કે પછી પુરા થઈ ચુક્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે વિડિયો કોન્ફરન્સ દ્વારા આરોગ્ય અને તબીબી સંશોધન પર કેન્દ્રિત પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કરશે. કેન્દ્ર સરકાર મધ્યપ્રદેશ સરકાર સાથે મળીને સોમવારથી ભોપાલમાં સુશાસન પર બે દિવસીય સંમેલનનું આયોજન કરશે.

નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવા અને અધ્યક્ષની પસંદગી કરવા માટે મેઘાલય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ભારતીય નૌકાદળના ટોચના કમાન્ડરો આજે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત પર એક મુખ્ય પરિષદમાં ભારતના દરિયાઈ સુરક્ષા પડકારોની વ્યાપક સમીક્ષા કરશે. દિવસભરના મોટા સમાચાર અપડેટ્સ અને બ્રેકિંગ ન્યૂઝ માટે પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Mar 2023 11:44 PM (IST)

    રાહુલ સામે વિશેષાધિકાર ભંગનો કેસ, નિશિકાંત દુબે સમિતિ સામે પક્ષ રાખશે

    રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર ભંગના કેસમાં પ્રિવિલેજ સમિતિએ ભાજપના સાંસદ નિશિકાંત દુબેને બોલાવ્યા છે. નિશિકાંત દુબે સમિતિ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરશે. હવે 10મી માર્ચે વિશેષાધિકાર સમિતિની બેઠક મળશે. 7 ફેબ્રુઆરીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ પીએમ મોદી પર અનેક આરોપો લગાવ્યા હતા. તે જ દિવસે બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ નોટિસ વિના પાયાવિહોણા, અસંસદીય અને બદનક્ષીભર્યા આરોપો કરવા અને તેમની તરફેણમાં પુરાવા ન આપવા બદલ વિશેષાધિકાર ભંગની નોટિસ આપી હતી.

  • 06 Mar 2023 11:32 PM (IST)

    હિંમતનગરમાં વીજ થાંભલો પડતા UGVCLની મહિલા કર્મચારીનું મોત, પાલિકાની બેદરકારી આવી સામે

    સાબરકાંઠા: હિંમતનગરમાં વીજ થાંભલો પડતા UGVCLની મહિલા કર્મચારીનું મોત થયું છે. રોડ વચ્ચે પાલિકાએ લગાવેલો વીજ થાંભલો વાવાઝોડાને કારણે મહિલા પર પડ્યો હતો. આ મહિલા કર્મચારી મહાવીરનગરથી મોતીપુરા તરફ જતા હતા, તે સમયે આ દુર્ઘટના બની. રોડ વચ્ચેનો વીજ થાંભલો કાટ આવી જવાના કારણે વાવાઝોડામાં મૂળમાંથી તૂટીને સીધો જ મહિલા પર પડ્યો. ત્યારે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે.

  • 06 Mar 2023 11:08 PM (IST)

    પોરબંદરઃ ATS અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન, 61 કિલો ડ્રગ્સ સાથે ઈરાની બોટને ઝડપી

    પોરબંદરઃ ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશને મોટી કાર્યવાહી કરી છે. ભારતીય જળસીમામાંથી ઈરાની બોટને 61 કિલો ડ્રગ્સ સાથે ઝડપી પાડી છે અને 425 કરોડના ડ્રગ્સ સાથે 5 ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે. બોટને વધુ તપાસ માટે ઓખા લઈ જવામાં આવી છે.

  • 06 Mar 2023 11:04 PM (IST)

    અમદાવાદઃ નરોડા GIDCમાં પ્લાસ્ટિક અને ટાયરની કંપનીમાં આગ

    અમદાવાદ: નરોડા જીઆઈડીસીમાં પ્લાસ્ટિક અને ટાયરની કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને ફાયર બ્રિગેડની 8થી 10 જેટલી ગાડી અને અધિકારી ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે આગને સંપૂર્ણ કાબુમાં લેવાની કામગીરી ચાલી રહી છે.

  • 06 Mar 2023 10:39 PM (IST)

    4 દિવસ જેલની બહાર રહેશે સુશીલ કુમાર, પિતાના અંતિમ સંસ્કાર કરવા માટે મળ્યા વચગાળાના જામીન

    દિલ્હીની કોર્ટે કુશ્તીબાજ સાગર ધનખડની હત્યાના કેસમાં મુખ્ય આરોપી ઓલમ્પિક પદક વિજેતા પહેલવાન સુશીલ કુમારને 4 દિવસના વચગાળાના જામીન આપ્યા છે. સોમવારે માનવીય આધાર પર તેમના પિતાના અંતિમ સંસ્કાર માટે આ વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.

  • 06 Mar 2023 10:05 PM (IST)

    માણિક સાહા ફરી બનશે ત્રિપુરાના મુખ્યપ્રધાન

    ત્રિપુરા ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં માણિક સાહાને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તે સતત બીજી રાજ્યના મુખ્યપ્રધાન બનશે.

  • 06 Mar 2023 10:03 PM (IST)

    અમેરિકી વાણિજ્ય સચિવ જીના રેમોન્ડો આવશે ભારતની મુલાકાતે

    અમેરિકી વાણિજ્ય સચિવ જીના રેમોન્ડો 7થી 10 માર્ચ દરમિયાન નવી દિલ્હીની મુલાકાતે આવશે. મુલાકાત દરમિયાન તે 10મી માર્ચે ભારત-યુએસએ કોમર્શિયલ ડાયલોગ અને સીઈઓ ફોરમ યોજાશે તેમાં વિવિધ ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરશે.

  • 06 Mar 2023 10:00 PM (IST)

    અમેરિકી વાણિજ્ય સચિવ જીના રેમોન્ડો આવશે ભારતની મુલાકાતે

    અમેરિકી વાણિજ્ય સચિવ જીના રેમોન્ડો 7થી 10 માર્ચ દરમિયાન નવી દિલ્હીની મુલાકાતે આવશે. મુલાકાત દરમિયાન તે 10મી માર્ચે ભારત-યુએસએ કોમર્શિયલ ડાયલોગ અને સીઈઓ ફોરમ યોજાશે તેમાં વિવિધ ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરશે.

  • 06 Mar 2023 09:57 PM (IST)

    ગુજરાતમાં 5 વર્ષમાં 1.5 લાખ નોકરીઓ આપવામાં આવી: PM મોદી

    વડાપ્રધાન મોદીએ ગુજરાત રોજગાર મેળામાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરતા કહ્યું કે ભારત યુવાઓને કુશળ બનાવી દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યસ્થા બની શકે છે. ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 1.5 લાખ સરકારી નોકરીઓ આપવામાં આવી. તે સિવાય ગુજરાતના 18 લાખથી વધુ યુવાઓને રોજગાર કાર્યાલયના માધ્યમથી અવસર પ્રદાન કરવામાં આવ્યા છે.

  • 06 Mar 2023 09:48 PM (IST)

    ચીની મોબાઈલ ફોનનો ના કરો ઉપયોગ, સૈનિકો માટે ગુપ્તચર એજન્સીઓએ જાહેર કરી એડવાઈઝરી

    ચીનની સાથે LAC પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ ચીની મોબાઈલ ફોનથી નવા જોખમની ચેતવણી આપી છે. તેની સાથે જ ભારતીય સેનાના જવાનોના પરિવારજનો ચાઈનીઝ ફોનનો ઉપયોગ ના કરે તેવી સલાહ આપી છે. ગુપ્તચર એજન્સીએ એડવાઈઝરીમાં કહ્યું છે કે જવાન અને તેમના પરિવારજનો ભારત વિરોધી દેશોના મોબાઈલ ફોન ના ખરીદે અને તેનો ઉપયોગ પણ ના કરે.

  • 06 Mar 2023 09:11 PM (IST)

    ન્યૂયોર્કમાં કાર્યક્રમ દરમિયાન ગોળીબારીની અફવાથી ભાગદોડ મચી, 1 વ્યક્તિનું મોત

    અમેરિકાના ન્યૂયોર્કમાં એક સંગીત કાર્યક્રમ દરમિયાન ગોળીબારી થવાની અફવાથી ભાગદોડ મચી ગઈ. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે, જ્યારે અન્ય 8 લોકો ઘાયલ થયા છે. ન્યૂયોર્ક પોલીસે આ ઘટનાની જાણકારી આપી છે.

  • 06 Mar 2023 08:31 PM (IST)

    લોકસભા ચૂંટણી પહેલા સમગ્ર દેશમાં ‘યુથ જોડો, બૂથ જોડો’ અભિયાન ચલાવશે યુવા કોંગ્રેસ

    કોંગ્રેસની યુવા પાંખે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દેશભરના યુવાનોને પાર્ટીની સાથે જોડવા માટે ‘યૂથ જોડો, બૂથ જોડો’ અભિયાન ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય યુવા કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીની 3 દિવસની બેઠકમાં આ સંદર્ભમાં એક ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો.

  • 06 Mar 2023 07:35 PM (IST)

    Breaking News: અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદ, ભારે પવન ફૂંકાયો ધૂળની ડમરીઓ ઉડી

    આજે હોળી પ્રાગ્ટયના સમયે અમદાવાદમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ પડ્યો હતો. વરસાદ પહેલા વિવિધ વિસ્તારમાં ઘૂળની ડમરીઓ ઉડી હતી અને ત્યાર બાદ વરસાદ વરસ્યો હતો. શહેરના બોપલ, વેજલપુર, જોધપુર, વાસણા સહિતના વિસ્તારમાં વરસાદ થયો હતો અને પવન ફૂંકાયો હતો.

  • 06 Mar 2023 07:30 PM (IST)

    PM મોદીના નિવાસસ્થાને આગામી ઉનાળાને લઈ સમીક્ષા બેઠક યોજાઈ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉનાળાની ઋતુ માટે તૈયારીઓની સમીક્ષા માટે આજે એટલે કે સોમવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને હોસ્પિટલોમાં અગ્નિ સલામતીના પગલાનું ઓડિટ કરવા અને જંગલની આગને નિપટવા માટે સહિયારા પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

  • 06 Mar 2023 06:58 PM (IST)

    આઝમ ખાનના મોટા પુત્ર અને બહેનની વિરૂદ્ધ સમન, અન્ય 5 લોકોને બિનજામીનપાત્ર વોરંટ

    ઉત્તરપ્રદેશમાં સત્તા પરિવર્તન બાદ વર્ષ 2019માં અઝીમ નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં તત્કાલિન વકફ મંત્રી અને મુહમ્મદ અલી જૌહર યુનિવર્સિટીના ચાન્સેલર મુહમ્મદ આઝમ ખાન અને તત્કાલીન વક્ફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી સહિત 16 લોકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

    આ કેસની સુનાવણી રામપુરની MP-MLA કોર્ટ મેજિસ્ટ્રેટ ટ્રાયલમાં ચાલી રહી છે. 28 ફેબ્રુઆરીએ સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહેવા બદલ સાત લોકો સામે સમન્સની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે રામપુરની ચમરવા વિધાનસભામાંથી સપા ધારાસભ્ય નસીર અહેમદ ખાન અને વસીમ રિઝવી સહિત પાંચ લોકો સામે જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે.

    સાથે જ આઝમ ખાનના મોટા પુત્ર અદીબ આઝમ ખાન અને આઝમ ખાનની બહેન નિઘાત અખલાક સામે ફરીથી સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આઝમ ખાન સહિત અન્ય લોકોની હાજરી માફી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. હવે આ મામલાની આગામી સુનાવણી 14 માર્ચે થશે.

  • 06 Mar 2023 06:38 PM (IST)

    રાજકોટમાં કમોસમી વરસાદ, કેટલાક વિસ્તારોમાં પડ્યા કરા

    રાજ્યના ઘણા વિસ્તારોમાં અચાનક વાતાવરણે પલટો લીધો છે. ત્યારે રાજકોટ વિસ્તારમાં કમોસમી વરસાદ આજે તુટી પડ્યો છે, સાથે સાથે શહેરના કેટલાક વિસ્તારમાં કરા પણ પડ્યા છે. આ સિવાય પાટણ અને નર્મદામાં વાવાઝોડું અને વરસાદ, અમરેલીના દામનગરમાં પડયા કરા અને ડભોઈમાં ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે.

  • 06 Mar 2023 06:34 PM (IST)

    Pakistan: ઈમરાન ખાનનું ભાષણ ટીવી પર પ્રસારિત, ભાષણોના પ્રસારણ પર લગાવવામાં આવ્યો હતો પ્રતિબંધ

    પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનના ભાષણોના પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણયના કલાકો બાદ ખાનગી ટીવી ન્યૂઝ ચેનલ એઆરવાયએ ઈમરાનનું ભાષણ પ્રસારિત કર્યું. આ પગલા માટે, ARY ન્યૂઝને હવે પ્રસારિત કરવામાં આવ્યું છે. પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) એ રવિવારે રાત્રે સેટેલાઇટ ટેલિવિઝન ચેનલો પર ઇમરાન ખાનના લાઇવ પ્રસારણ અને રેકોર્ડ કરેલા ભાષણો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. ખેતીના સમાચાર અહીં વાંચો. કારણ કે ઈસ્લામાબાદ પોલીસ તેની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી હતી. એઆરવાય ન્યૂઝ હાલમાં પ્રસારિત નથી અને તેના બદલે ટીવી પર પ્રતિબંધ વિશેનો સંદેશ બતાવવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ ARY બ્રોડકાસ્ટર સામે કાર્યવાહી કરવામાં આવી છે.

  • 06 Mar 2023 06:32 PM (IST)

    સુરત રેલવે સ્ટેશન પર કથિત રીતે લગાવવામાં આવેલા આવા સાઈનબોર્ડથી મચ્યો હોબાળો

    સુરત રેલવે સ્ટેશન પર લાગેલા આ બોર્ડ પર જય શ્રી રામ લખેલું છે અને તે લાઇટથી ચાલી રહ્યું છે. આ સાથે સંસ્કૃતમાં આ બોર્ડમાં હિંદુ ધર્મ સાથે જોડાયેલી કેટલીક અન્ય બાબતો ચાલી રહી છે. એક સૂત્રની જેમ, એક જ નામ, જય શ્રી રામ, ધર્મો રક્ષતિ રક્ષિત: લખેલું આવી રહ્યું છે. પ્લેટફોર્મમાં પ્રવેશતા પહેલા આ બોર્ડ લગાવવામાં આવેલું છે.

  • 06 Mar 2023 06:17 PM (IST)

    Gandhinagar: પાલજમાં રાજ્યની સૌથી મોટી હોળીનું થશે દહન, 700 વર્ષો જૂની પરંપરા

    રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવશે ત્યારે રાજ્યની સૌથી મોટું હોલિકા દહન ગાંધીનગરના પાલજ ખાતે કરવામાં આવશે. પાલજમાં અંદાજે 35 ફૂટ ઉપર ઊંચી હોલિકા તૈયાર કરવામાં આવી છે. ઘણા વર્ષોથી પાલેજ ખાતે રાજ્યની મોટા કદના હોલિકા હદનનું આયોજન થાય છે.

    આ હોલિકા દહન માટે ગ્રામજનો જાતે જ તૈયારીમાં જોડાઈ જતા હોય છે અને ગ્રામજનો સાથે મળી હજારો કિલો લાકડા ગોઠવી હોળી તૈયાર કરે છે. જે બાદ હોળી દહન કરવામાં આવ્યું. અહીં એક માન્યતા છે કે હોળી પ્રગટાવ્યા બાદ તેના અંગારા ઉપર ચાલવાથી લોકોની માનતા પૂર્ણ થાય છે અને અંગારા ઉપર ખુલ્લા ખુલા પગે ચાલવાથી પણ કશુ થતું નથી હોતું. એવી લોકોની આસ્થા છે.

  • 06 Mar 2023 06:07 PM (IST)

    રાજકોટમાં માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન

    રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે અનેક તાલુકા પ્રભાવિત થયા છે. તેમાં જસદણ માર્કેટ યાર્ડની વાત કરવામાં આવે તો અહીં મોટા પ્રમાણમાં ખેડૂતોનો પાક પલળી ગયો છે. ખેડૂતોનો તૈયાર માલ કે જે યાર્ડ સુધી પહોંચી ગયો હોવા છતા પલળી ગયો જેના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ યાર્ડ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.

    ખેડૂતોનું કહેવું છે કે, વરસાદની આગાહી હોવા છતા યાર્ડે માલ ખુલ્લામાં ઉતારવાની ફરજ પાડી હતી. કહેવામાં આવી રહ્યું છેકે, યાર્ડે 8 કરોડ રૂપિયાના ખર્ચે શેડ બનાવ્યો છે. માવઠાની આગાહી હોવા છતા અને ખેડૂતોએ અનેક વખત રજૂઆત કરી હોવા છતા માલ ખુલ્લામાં ઉતારવામાં આવ્યો હતો, જેના પગલે ખેડૂતોનો ઘઉં, જીરૂ અને ધાણા સહિતનો પાક તણાઈ ગયો.

  • 06 Mar 2023 05:39 PM (IST)

    ઉમેશ પાલ મર્ડર કેસઃ પત્નીએ કહ્યું ઈરાદાપૂર્વક ઉસ્માનનું એન્કાઉન્ટર કરાયુ, આખી રાત તેની સાથે હતી

    ઉસ્માનની પત્ની સુહાનીએ પોલીસ પર તેના પતિને નકલી એન્કાઉન્ટરમાં મારવાનો આરોપ લગાવ્યો છે. સુહાનીએ કહ્યું કે તેનો પતિ આખી રાત તેની સાથે હતો. ઉમેશ પાલ હત્યા કેસના આરોપી વિજય ચૌધરી ઉર્ફે ઉસ્માન આજે વહેલી સવારે પ્રયાગરાજ પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોવાની માહિતિ અધિકારીઓએ આપી હતી.

    બીજી તરફ ઉસ્માનની પત્ની સુહાનીએ પોલીસ પર તેના પતિને નકલી એન્કાઉન્ટરમાં મારવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ પર કાયદાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવતા સુહાનીએ કહ્યું, “પોલીસે બિલકુલ ખોટું કર્યું છે. કાયદો કોઈને મારવા માટે બનાવવામાં આવ્યો નથી. કાયદો રક્ષણ માટે બનાવવામાં આવ્યો છે.

  • 06 Mar 2023 05:30 PM (IST)

    હોળીના દિવસે બપોરે 2.30 કલાકે મેટ્રો સેવા શરૂ થશે

    હોળીના દિવસે બપોરે 2.30 કલાકે મેટ્રો ટ્રેન સેવા શરૂ થશે. હોળીના તહેવારના દિવસે એટલે કે 8 માર્ચે બપોરે 14.30 PM (2:30 PM) સુધી રેપિડ મેટ્રો/એરપોર્ટ એક્સપ્રેસ લાઇન સહિત દિલ્હી મેટ્રોની તમામ લાઇન પર મેટ્રો સેવાઓ ઉપલબ્ધ રહેશે નહીં. ટ્રેનો તમામ લાઇન પરના ટર્મિનલ સ્ટેશનોથી 14.30 કલાકે (2:30 કલાકે) શરૂ થશે અને ત્યારપછી સામાન્ય રીતે ચાલુ રહેશે. આ ઉપરાંત, મેટ્રો ફીડર બસ સેવાઓ પણ 08 માર્ચ, 2023 ના રોજ 14.30 કલાક (2:30 PM) પછી ફરી શરૂ થશે.

  • 06 Mar 2023 05:10 PM (IST)

    પંજાબઃ જેલમાં ગુંડાઓને મદદ કરનારા પોલીસકર્મીઓને જામીન મળ્યા

    પંજાબની તરનતારનની શ્રી ગોઇન્દવાલ સાહિબ સેન્ટ્રલ જેલમાં બેદરકારી દાખવવા અને ગેંગસ્ટર્સને મોબાઈલના ઉપયોગ માટે મદદ કરવા બદલ ધરપકડ કરાયેલ જેલ અધિકારીઓને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કોર્ટે જેલ સુપ્રિટેન્ડેન્ટ સહિત પાંચ અધિકારીઓના જામીન મંજૂર કર્યા છે.

  • 06 Mar 2023 04:55 PM (IST)

    Gujarat Breaking News: ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ને રાજ્યપાલની મંજૂરી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મંજૂરી બાદ નવો કાયદો બન્યો

    ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ને રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મંજૂરી બાદ નવો કાયદો બન્યો છે. સરકારી ગેઝેટ સાથે કાયદાની અમલવારી શરૂ થશે અને હવે યોજાનારી સરકારી ભરતી પરીક્ષાઓ માટે આ નવો કાયદો લાગુ પડશે

  • 06 Mar 2023 04:52 PM (IST)

    અમે 4 વર્ષમાં છત્તીસગઢને ‘ધનના કટોરા’માં ફેરવી દીધુંઃ બઘેલ

    રાજ્યના બજેટ પર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કહ્યું છે કે આ બજેટમાં ગરીબો, બેરોજગારો, આદિવાસી સમુદાય, ખેડૂતો, મજૂરો અને યુવાનો માટે જોગવાઈ કરવામાં આવી છે. છત્તીસગઢ કે જેને ‘રાઇસ બાઉલ’ કહેવામાં આવતું હતું, હવે અમે તેને છેલ્લા 4 વર્ષમાં ‘ધન કે કટોરા’માં ફેરવી દીધું છે.

  • 06 Mar 2023 04:38 PM (IST)

    મનીષ સિસોદિયા તિહારની જેલ નંબર 1માં રહેશે, કોઈ વિશેષ ટ્રિટમેન્ટ આપવામાં નહી આવે

    મનીષ સિસોદિયાને તિહાર જેલમાં લઈ જવામાં આવ્યા છે. તેને જેલ નંબર 1 માં રાખવામાં આવશે. તે બેરેકમાં એકલા રહશે. આ સાથે તેમને કોઈ ખાસ ટ્રિટમેન્ટ આપવામાં આવશે નહીં.

  • 06 Mar 2023 04:35 PM (IST)

    Gujarat Rain: અમરેલી જિલ્લામા સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ, લાઠીમાં ઝાપટાં અને દામનગરમાં કરા સાથે વરસાદ પડ્યો

    અમરેલી જિલ્લામા સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ પડ્યો હતો. લાઠીમાં ઝાપટાં અને દામનગરમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. લાઠી અને દામનગર શહેરમાં કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત બન્યો છે. દામનગર શહેરમાં કરા સાથે વરસાદ પડ્યા બાદ અને અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદનાં કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.

  • 06 Mar 2023 04:10 PM (IST)

    Surat Breaking News: સુરતની દર્શન માર્કેટમાં આગની ઘટના બાદ અફરાતફરી, ફાયરની ટીમે આગ કાબુમાં લીધી

    સુરતની દર્શન માર્કેટમાં આગની ઘટના બાદ અફરાતફરીનો માહોલ ફેલાયો હતો. 7 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રોયલ કલરટેક્સ નામની દુકાનમાં આગની ઘટના સામે આવી હતી. મળતી માહિતિ પ્રમાણે એસી માં શોર્ટ સર્કિટ થતા ધુમાડા જોવા મળ્યા હતા.. જો કે સમયસર પોહચેલી ફાયરની ટીમે આગને કાબુમાં લઈ લીધી હતી.

  • 06 Mar 2023 04:05 PM (IST)

    મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો

    ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા યોગેશ ભોઈર વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ કેસમાં સર્ચ ઓપરેશન માટે ACBની ટીમ મુંબઈના કાંદિવલી સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી છે.

  • 06 Mar 2023 03:54 PM (IST)

    ઉમેશ પાલ હત્યા કેસ: મુસ્લિમ બોર્ડિંગ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવી

    ઉમેશ પાલ હત્યા કેસમાં પ્રયાગરાજ પોલીસ અને પ્રશાસનની ટીમ મુસ્લિમ બોર્ડિંગ હોસ્ટેલમાં પહોંચી ગઈ છે અને સમગ્ર હોસ્ટેલને ખાલી કરાવવામાં આવી રહી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે મુસ્લિમ બોર્ડિંગ હોસ્ટેલ ખાલી થયા બાદ તેને સીલ કરી દેવામાં આવશે. ભારે પોલીસ ફોર્સ સ્થળ પર હાજર છે. પીએસી અને આરએએફની ટીમોને પણ બોલાવવામાં આવી છે.

  • 06 Mar 2023 03:53 PM (IST)

    એક્સાઈઝ કેસમાં સીબીઆઈ પાસે કોઈ પુરાવા નથી: AAP

    આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ કહ્યું છે કે CBI એક વર્ષથી કહેવાતા એક્સાઇઝ કેસમાં કૌભાંડની તપાસ કરી રહી છે. 250 થી વધુ અધિકારીઓ જેલમાં રોકાયેલા રહ્યા અને સ્થળોએ દરોડા પાડ્યા, પરંતુ આજે કોર્ટમાં 7 દિવસના રિમાન્ડ પછી વધુ રિમાન્ડ માંગવામાં આવ્યા ન હતા. સીબીઆઈ પાસે કોઈ પુરાવા નથી. સીબીઆઈ વારંવાર મનીષ સિસોદિયાને એકજ સવાલ પૂછી રહી હતી અને ખોટા કબૂલાત નામા પર સહી કરાવવા માંગતી હતી.

  • 06 Mar 2023 03:48 PM (IST)

    મંદિરોમાં તોડફોડની ઘટનાઓ પર ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનરનું નિવેદન

    ઑસ્ટ્રેલિયામાં મંદિરોમાં તોડફોડની ઘટનાઓ પર પ્રતિક્રિયા આપતા, ઑસ્ટ્રેલિયાના હાઈ કમિશનર ઓ’ફેરેલે કહ્યું, મને મંદિરોને નિશાન બનાવવાથી સૌથી વધુ આશ્ચર્ય થાય છે. પોલીસ આ મામલે સક્રિય છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવાનો પ્રયાસ કરી રહી છે.

  • 06 Mar 2023 03:44 PM (IST)

    Corona Vacconation Gujarat: રાજ્યમાં 8 મહિનામાં પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના 41 લાખ ડોઝની માંગણી સામે કેન્દ્રમાંથી 51.73 લાખ ડોઝ ઉપલબ્ધ કરાયા

    ગુજરાત વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછાયેલ કોવેક્સિનના પ્રશ્ન સંદર્ભે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,રાજ્યમાં 8 મહિનામાં પ્રિ-કોશન ડોઝ માટે કોવેક્સિનના 41 લાખ ડોઝની માંગણી સામે કેન્દ્ર સરકાર દ્વારા 51.73 લાખ ડોઝ ગુજરાતમાં ઉપલબ્ધ કરાયા છે.

    રાજ્યમાં હાલ કોવિશિલ્ડ અને કોવેક્સિનના મળીને કુલ 25 હજાર ડોઝ કોલ્ડ સ્ટોરેજ મા સુરક્ષિત છે જેને 31-03-2023 સુધીમાં સફળ રસીકરણ દ્વારા લોકોને ઉપલબ્ધ કરાવીને કોરોના સામે સુરક્ષિત કરવામાં આવશે..મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોનાની રસીના સફળ રસીકરણ અભિયાનના પરિણામે જ આજે આપણું રાજ્ય કોરોના સામે સુરક્ષિત છે.

  • 06 Mar 2023 03:41 PM (IST)

    રાબડી દેવી બાદ હવે લાલુ પ્રસાદ યાદવને પણ સમન્સ મોકલવામાં આવ્યું

    જમીનના બદલામાં નોકરી આપવાના મામલે લાલુ પ્રસાદ યાદવને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. આ કૌભાંડ અંગે મંગળવારે દિલ્હીમાં તેમની પૂછપરછ કરવામાં આવશે. જમીનના બદલામાં નોકરી આપવાના મામલામાં સીબીઆઈની તપાસ બાદ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ કંઈ નથી. શરૂઆતથી જ આવું થતું આવ્યું છે.

  • 06 Mar 2023 03:39 PM (IST)

    બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચ નિહાળશે પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 માર્ચે ભારતની મુલાકાતે આવેલા ઑસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનિસ સાથે અમદાવાદમાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની છેલ્લી ટેસ્ટ મેચનો પ્રથમ દિવસ નિહાળશે.

  • 06 Mar 2023 03:38 PM (IST)

    Maharashtra news: EDના દરોડામાં 5.51 કરોડની જ્વેલરી, 1.25 કરોડની રોકડ જપ્ત

    EDએ મહારાષ્ટ્રના નાગપુર અને મુંબઈમાં 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. પંકજ મેહડિયા અને અન્ય લોકો રોકાણની છેતરપિંડીનો આરોપી છે. દરોડામાં EDને 5.51 કરોડ રૂપિયાની જ્વેલરી અને 1.25 કરોડ રોકડ મળી છે.

  • 06 Mar 2023 03:26 PM (IST)

    ગાંધીનગર: ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રી રાઘવજી પટેલને લખ્યો પત્ર, બટેકા ડુંગળી પકવતા ખેડૂતોને સહાય આપવા રજૂઆત

    ભારતીય કિસાન સંઘે કૃષિ મંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજૂઆત કરીને બટેકા ડુંગળી પકવતા ખેડૂતોને સહાય આપવા અંગે પત્ર લખ્યો છે. પત્રમાં વાવેતરની મર્યાદા 3 હેકટર ગણવા માટેની માગણી કરાઈ છે તેમજ મે 2023 સુધીના વેચાણ બિલ માન્ય રાખવા પણ રજુઆત કરી છે. ટ્રાન્સફર ખર્ચ ની સબસીડી સીધી ખેડૂતોને મળે તે માટેની વ્યવસ્થા કરવા રજુઆત કરવામાં આવી છે.

  • 06 Mar 2023 03:11 PM (IST)

    પંજાબ વિધાનસભામાં માર્શલો બોલાવાયા, CM માન અને વિપક્ષના નેતા વચ્ચે ઉગ્ર બોલાચાલી

    પંજાબ વિધાનસભામાં સ્ટેટ વિજિલન્સના દુરુપયોગને લઈને સીએમ ભગવંત માન અને વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ છે. મનીષ સિસોદિયાની ધરપકડ અને કેન્દ્રીય એજન્સીઓના ઉપયોગ અંગેનો મુદ્દો પણ ઉભો થયો હતો અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. પંજાબ વિધાનસભામાં માર્શલ બોલાવવામાં આવ્યા છે.

  • 06 Mar 2023 03:03 PM (IST)

    દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસ, મનીષ સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

    Delhi Excise Policy Scam Case : રાઉઝ એવન્યુ કોર્ટે સોમવારે દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અને AAP નેતા મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સિસોદિયાને સ્પેશિયલ જજ એમકે નાગપાલ સમક્ષ કોર્ટ દ્વારા અગાઉ આપવામાં આવેલી સાત દિવસની સીબીઆઈ કસ્ટડીમાં પૂછપરછના અંતે હાજર કરવામાં આવ્યા હતા. સીબીઆઈએ ગયા અઠવાડિયે સિસોદિયાની 2021-22 માટે હવે રદ કરાયેલી દારૂ નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં ધરપકડ કરી હતી.

  • 06 Mar 2023 02:59 PM (IST)

    તિહાર જેલમાં ઉચ્ચસ્તરીય બેઠક, સિસોદિયા અન્ય આરોપીઓથી અલગ રહેશે

    મનીષ સિસોદિયાને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા બાદ તિહાર જેલમાં ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. તિહાર પ્રશાસનની આ બેઠકમાં એ ચર્ચા ચાલી રહી છે કે સિસોદિયાને કઈ જેલમાં રાખવામાં આવે. ડીજી તિહાર પોતે બેઠકમાં હાજર છે. મનીષ સિસોદિયાને એક્સાઇઝ કૌભાંડમાં પકડાયેલા અન્ય આરોપીઓ અને અન્ય પીએમએલએ કેસમાં ફસાયેલા સંતેન્દ્ર જૈનથી દૂર રાખવામાં આવશે. આ પહેલા EDએ જેલમાં કલાકો સુધી સંતેન્દ્ર જૈન અને અન્ય આરોપીઓની મુલાકાતનો વિરોધ કરતા કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

  • 06 Mar 2023 02:57 PM (IST)

    ઈમરાન ખાનની અરજી ફગાવી, પૂર્વ PM જેલમાં જશે

    પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની અરજી કોર્ટે ફગાવી દીધી છે. ઈમરાન માટે આ મોટો ફટકો છે કારણ કે હવે તેને જેલમાં જવું પડશે. ઈસ્લામાબાદ કોર્ટે તેની ધરપકડ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો છે.

  • 06 Mar 2023 02:22 PM (IST)

    અમદાવાદ: હવામાન વિભાગની આગાહી રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી, રાજકોટ, અમરેલી, બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદ અને હેલસ્ટ્રોમ રહેશે

    હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી કરી છે. સામાન્ય અને છુટોછવાયો વરસાદ પડશે. ઠંડરસ્ટ્રોમ અને હેલસ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે જેત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે. 1 ડિગ્રી તાપમાન ઉપર નીચે રહી શકે છે તો અમરેલી સોમનાથ ભાવનગરમાં વરસાદની આગાહી સાથે હેલસ્ટ્રોમ પણ રહી શકે છે. હેલસ્ટ્રોમમાં બરફ પડશે જેમાં બરફના કરા પડી શકે છે. જો કે વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને સુરતમાં સામાન્ય વરસાદ રહેશે અને બનાસકાંઠા સાબરકાંઠામાં પણ વરસાદ રહેશે.

  • 06 Mar 2023 01:34 PM (IST)

    Surat News: સુરત પોલીસે કરી પ્રશંસનીય કામગીરી, 3 કિ.મીના CCTV ફૂટેજના આધારે ખોવાયેલ રૂપિયા મૂળ માલિકને કર્યા પરત

    સુરતમાં પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. સુરતના હીરાના વેપારી 28 ફેબ્રુઆરીના રોજ હીરાબજાર જઈ રહ્યા હતા ત્યારે 7 લાખ રૂપિયા પડી ગયા હતા. પોલીસે 3 કિલોમીટરના તમામ CCTV તપાસ્યા હતા. પોલીસે 72 કલાકમાં જ પડેલા રૂપિયા જે વ્યક્તિને મળ્યા હતા તે નિમીષ જરીવાલાના ઘરે પહોંચી હતી. ત્યારબાદ રાજીખુશીથી નિમીષ જરીવાલાએ પરત આપ્યાં હતાં.

    પોલીસે આ રકમ મૂળ માલિકને પરત આપ્યા હતાં. પરંતુ જે રીતે પોલીસે આ મામલે સક્રીયતા દાખવી હતી તેની ચર્ચા સુરત શહેરમાં થઈ રહી છે. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, રૂપિયા પડ્યા બાદ નિમીષ જરીવાલા ત્યાંથી પસાર થતા હતા અને તેમને રૂપિયા મળ્યા હતા.

  • 06 Mar 2023 01:32 PM (IST)

    Rajkot : સમૂહલગ્નમાં વર-કન્યા પક્ષના કોઈ દારૂ પીને આવશે તો નહીં મળે કરિયાવર, જેતપુર ઠાકોર સેનાનું સરાહનીય પગલુ

    Rajkot જિલ્લાના જેતપુરમાં આગામી 12 માર્ચના રોજ ઠાકોર સેના દ્રારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે. આ આયોજનમાં 6 જેટલા નવદંપતી પ્રભુતામાં પગલાં પાડશે. ઠાકોર સેના દ્રારા સમાજમાંથી વ્યસનમુક્તિ થાય તે માટે સમૂહલગ્નોત્સવમાં અનોખી પહેલ કરી છે. જેમાં લગ્નમાં આવતા કોઇપણ વ્યક્તિ દારૂ પીને આવશે તો સમાજ દ્રારા તેને દંડ ફટકારવામાં આવશે. સમાજની આ પહેલનો હેતુ ઠાકોર સમાજમાંથી દારૂનું દૂષણ દૂર કરવાનો છે.

  • 06 Mar 2023 01:31 PM (IST)

    હિંડનબર્ગના રિપોર્ટ પર Adaniનો વળતો વાર, દર સેકન્ડે કરી રહ્યા છે આટલા કરોડની કમાણી !

    અમેરિકન રિસર્ચ ફર્મના રિપોર્ટ બાદ અદાણીના શેરમાં ઘટાડો અટકવા લાગ્યો છે. અદાણીને વિદેશમાંથી જંગી રોકાણ મળ્યું છે. GQG કંપનીએ અદાણીના શેરની બમ્પર ખરીદી કરી છે. રાજીવ જૈનની કંપની GQ (GQG) નામની આ કંપનીએ અદાણી ગ્રુપની ચાર કંપનીઓના શેરમાં 15 હજાર કરોડનું રોકાણ કર્યું હતું. આ સમાચાર આવ્યા બાદ અદાણીના શેર ઝડપથી વધી રહ્યા છે. ગયા અઠવાડિયાથી અદાણીના શેરમાં જબરદસ્ત રિકવરી જોવા મળી રહી છે.

    4 દિવસમાં 57%નો ઉછાળો

    અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 4 દિવસમાં 57%નો ઉછાળો આવ્યો છે. બીજી તરફ અદાણી ગ્રુપની માર્કેટ વેલ્યુ 1.7 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. અદાણીના શેરમાં થયેલા વધારાને કારણે ગૌતમ અદાણીની અંગત મૂલ્યમાં ઝડપથી વધારો થયો છે. બીજી તરફ, અદાણીના શેરમાં વધારો, ગૌતમ અદાણીની કંપનીના બજાર મૂલ્યમાં રિકવરીથી હિંડનબર્ગના શોર્ટ સેલિંગના હેતુને ફટકો પડ્યો છે.

  • 06 Mar 2023 01:20 PM (IST)

    ગાંધીનગર ન્યૂઝ: ગિરનાર પર્વતારોહણ સ્પર્ધામાં જીતની રકમનો આંક 8 લાખ 40 હજાર કરાયો

    ગિરનાર પર્વતારોહણ સ્પર્ધા રાજ્યકક્ષામાં ઇનામ જીતનાર ખેલાડીની રકમ પહેલા 66 હજાર હતી જેમાં રાજ્ય સરકારે વધારો કરીને 8 લાખ 40 હજાર રૂપિયા કર્યો. જ્યારે ગિરનાર પર્વત રોહણ નેશનલ કક્ષાની સ્પર્ધામાં પહેલા વિજેતા ખેલાડીઓ માટે 5 લાખ 40 હજાર રૂપિયાના ઇનામ આપવામાં આવતા હતા પરંતુ ઇનામ ની સંખ્યામાં વધારો કરી ને 19 લાખ ઈનામની રકમ નક્કી કરી. તો બીજી તરફ વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં ઇનામની રકમ 18 હજાર હતી જેમાં રાજ્ય સરકાર ઈનામની રકમમાં 2 લાખ 30 હજારનો વધારો કર્યો. રાજ્ય સરકાર ખેલાડીઓના હીતમાં 24 કલાકમાં નિર્ણય કર્યો હતો

  • 06 Mar 2023 01:16 PM (IST)

    ગુજરાત ન્યૂઝ: સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર હરકત માં આવી, અકુદરતી ખુલ્લા કુવા અને પેરામીટર માં દીવાલ કરાઈ

    સિંહોના સંવર્ધન માટે રાજ્ય સરકાર હરકત માં આવી છે અને અકુદરતી ખુલ્લા કુવા અને પેરામીટર માં દીવાલ કરાઈ છે તો સાથે ક્વોરન્ટાઇન ઝોન બનાવવામાં આવ્યા છે. સક્કરબાગ દેવળીયા, સફારી પાર્ક, અબરડી તથા જીનપુલમાં વેકસીનેશન કરવામાં આવ્યા છે. સિંહોની અવર જવર પર તકેદારી રાખવા ટ્રેકર્સ રાખવામાં આવ્યા છે તો સરકારના વિવિધ પગલાં માં રાજ્યમાં 2015 ની સરખામણી માં 28.87 % નો વધારો નોંધાયો છે.

  • 06 Mar 2023 01:14 PM (IST)

    ગાંધીનગર ન્યૂઝ: રાજ્યમાં સિંહના કુદરતી અને અકુદરતી મૃત્યુમાં તબક્કાવાર ઘટાડો નોંધાયો

    રાજ્યમાં સિંહના કુદરતી અને અકુદરતી મૃત્યુમાં તબક્કાવાર ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસ ના નેતા અમિત ચાવડા એ લેખિત પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, સિંહના અકુદરતી રીતે 2020-21 માં 14,2021-22મા 16 અને 2022-23 માં 11 ના મૃત્યુ થયા હતા જ્યાં કુદરતી રીતે 2020-21 માં 123,2021-22 માં 113 અને 2022-23 માં 89 ના મૃત્યુ થયા. રાજ્યમાં 2020 થયેલી સિંહ ની વસ્તિ ગણતરી પ્રમાણે સિંહ નર -206 ,સિંહણ માદા 309, બચ્ચા 29, વણ ઓળખાય 130 એમ કુલ 674 થાય છે. સરકારે અન્ય પ્રશ્ન ના જવાબ જણાવ્યું છે કે, અકુદરતી મોતને રોકવા માટે સરકારે લીધેલા પગલાંને કારણે સિંહની સંખ્યામાં 2015 ની સરખામણી માં 28.89 ટકાનો વધારો થયો છે.

    સિંહની વસતિ ગણતરી 2020 મા પુન: અવલોકન હાથ ધરાઇ હતી

    2020 મુજબ કુલ ૬૭૪ સિંહની વસ્તી થઈ

    સિંહ ૨૦૬ માદા ૩૦૯ બચ્ચા ૨૯ વણોળખાયેલ ૧૩૦

    ત્રણ વર્ષમાં કુદરતી રીતે ૩૨૫ સિંહ ના મોત થયા

    ૨૦૨૦-૨૧ મા કુલ ૧૨૩ સિંહના મોત

    ૨૦૨૧-૨૨ મા ૧૧૩ સિંહ ના મોત

    ૨૦૨૨-૨૩ અત્યાર સુધી ૮૯ સિંહના મોત

    ત્રણ વર્ષમાં અકુદરતી રીતે ૪૧ સિંહ ના મોત

    ૨૦૨૦-૨૧ મા ૧૪ ૨૦૨૧-૨૨ મા ૧૬ ૨૦૨૨-૨૩ મા ૧૧ મોત

  • 06 Mar 2023 01:12 PM (IST)

    અમદાવાદમાં આવેલો જયશંકર સુંદરી હોલ ફરી ચાલુ કરવામાં આવશે

    અમદાવાદ ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ પુછેલા પ્રશ્ન જવાબ માં સરકારે જણાવ્યું કે, જયશંકર સુંદરી નાટયગૃહના પેસેજ માં ફોલ્સ સીલીગનો અમુક ભાગ તુટી પડવાથી સલામતીના કારણોસર નાટયગૃહ બંધ કરવામાં આવેલું છે. આ નાટયગૃહ ને શરૂ કરવામાં આગામી નાણાકીય વર્ષ 2023-24મા બજેટ જોગવાઈ સુચવવામાં આવી છે

  • 06 Mar 2023 01:10 PM (IST)

    ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો રમશે ધુળેટી, 100 કિલો કેસુડાના ફૂલ ધુળેટી રમવા માટે મંગાવવામાં આવ્યા

    ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વખત ધારાસભ્યો રમશે ધુળેટી, મંગળવારે ગુજરાત વિધાનસભા પરિસરમાં ઉજવાશે રંગોત્સવ અને આ માટે વિધાનસભા પરિસરમાં ધુળેટી રમવા માટે અધ્યક્ષ શંકર ચૌધરીએ પરવાનગી પમ આપી દીધી છે. આ માટે 100 કિલો કેસુડાના ફૂલ ધુળેટી રમવા માટે મંગાવવામાં આવ્યા છે અને શાસક પક્ષના દંડક દ્વારા ધુળેટી રમવાની પરવાનગી માંગવામાં આવી હતી

  • 06 Mar 2023 01:06 PM (IST)

    દેવભૂમી દ્વારકા: ખંભાળિયા નજીક ટોલનાકા પર બબાલ, ટોળાએ હુમલા કરતાં ટોલનાકાના 3 કર્મચારીઓ ઘાયલ

    દેવભૂમિદ્વારકાના ખંભાળિયા નજીક ટોલનાકા પર બબાલ દ્રશ્યો સર્જાયા હતા કે જેમાં આઇસર ગાડીમાં સવાર લોકોએ ટોલ પર મારામારી કરતા હુમલામાં ટોલનાકાના 3 કર્મચારીઓ ઘાયલ થયા હતા અને ઘાયલોને જામનગરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. મળતી માહિતી પ્રમાણે ટોલ ભરવા અંગે ઘષણ સજાયુ હોવાનું સામે આવ્યું હતું

  • 06 Mar 2023 01:05 PM (IST)

    Ahmedabad: ચકચારી BMW હિટ એન્ડ રન કેસમાં આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું

    ચકચારી BMW હિટ એન્ડ રન કેસમા આરોપીને સાથે રાખી ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું. જણાવવું રહ્યું કે આરોપી સત્યમ શર્માની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી હતી અને સત્યમ શર્માને ક્રાઇમ બ્રાંચે N ટ્રાફિક પોલીસ સ્ટેશન સોંપ્યો હતો જ્યાં ટ્રાફિક N ડિવિઝન પોલીસ દ્વારા ઘટના સ્થળ પર નું પંચનામુ કરવામાં આવ્યું હતું.

  • 06 Mar 2023 01:02 PM (IST)

    બલૂચિસ્તાનમાં બ્લાસ્ટ, 9 પોલીસકર્મીઓના મોત

    પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે. મળતી માહિતી મુજબ, વિસ્ફોટમાં 9 પોલીસકર્મીઓના મોત થયા છે જ્યારે 13થી વધુ લોકો ઘાયલ થયા છે.

  • 06 Mar 2023 01:02 PM (IST)

    ભાજપ તાલિબાનની જેમ વર્તી રહી છેઃ સંજય રાઉત

    શિવસેનાના નેતા સંજય રાઉતે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘર પર સીબીઆઈના દરોડાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ તાલિબાનની જેમ કામ કરી રહી છે.

  • 06 Mar 2023 01:01 PM (IST)

    રાબડી દેવીના દરોડા પર અરવિંદ કેજરીવાલનું નિવેદન

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘર પર દરોડા અંગે કહ્યું, કે તે ખોટું છે. આ યોગ્ય નથી. જે રીતે એવો ટ્રેન્ડ બની રહ્યો છે કે જ્યાં વિપક્ષની સરકાર હશે ત્યાં કામ કરવા દેવામાં આવશે નહીં. લોકશાહી ત્યારે જ આગળ વધશે જ્યારે બધા સાથે મળીને કામ કરશે, જેની સરકાર છે તેને ત્યાં કામ કરવા દેવુ જોઈએ.

  • 06 Mar 2023 01:00 PM (IST)

    રાહુલ ગાંધી વિદેશી ધરતી પર ભારત પ્રત્યે નફરત દર્શાવે છે – અનુરાગ ઠાકુર

    કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. તેણે કહ્યું કે તે વિદેશી ધરતી પર ભારત પ્રત્યે નફરત દર્શાવે છે. પુલવામા હુમલાને કાર અકસ્માત કહેવાય છે. ભારત મજબૂત છે, આપણું નેતૃત્વ મજબૂત છે. તેઓ અન્ય ધરતી પર ભારતને બદનામ કરવાનું કામ કરે છે.

  • 06 Mar 2023 12:59 PM (IST)

    અમેરિકી ડોલર સામે રૂપિયો 24 પૈસા વધીને 81.73 પર છે

    સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં હકારાત્મક વલણ વચ્ચે સોમવારે શરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો 24 પૈસા સુધરીને 81.73 પર પહોંચ્યો હતો. ફોરેક્સ ટ્રેડર્સે જણાવ્યું હતું કે વિદેશી ભંડોળના પ્રવાહે સ્થાનિક ચલણને પણ ટેકો આપ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 81.85 પર ખૂલ્યો હતો અને ડોલર સામે 24 પૈસા વધીને 81.73 પર પહોંચ્યો હતો.

  • 06 Mar 2023 12:58 PM (IST)

    સીબીઆઈની ટીમ રાબડી દેવીના ઘરે પહોંચી

    CBIની એક ટીમ બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીના ઘરે પહોંચી છે. જણાવવામાં આવી રહ્યું છે કે સીબીઆઈના અધિકારીઓ ત્રણ વાહનોમાં 10 સર્ક્યુલર રોડ પર પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી જમીનના બદલામાં નોકરી આપવાના મામલે કરવામાં આવી રહી છે.

  • 06 Mar 2023 12:57 PM (IST)

    તાલિબાનની જેમ, ભાજપ તેના વિરોધીઓ વિરુદ્ધ કરી રહી છે – સંજય રાઉત

    મુંબઈમાં સાંસદ સંજય રાઉતે કહ્યું, ‘તમારા વિરોધીઓને ડરાવવામાં આવી રહ્યા છે, આ સરમુખત્યારશાહી છે. જે રીતે તાલિબાન અને અલકાયદા તેમના દુશ્મનોને ખતમ કરવા માટે શસ્ત્રો ઉપાડે છે, તે જ રીતે તેમના જેવા લોકો (ભાજપ) તેમના વિરોધીઓ સામે ED-CBI જેવા હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે.

  • 06 Mar 2023 12:57 PM (IST)

    US: નાના પ્લેન ક્રેશને કારણે 1 વ્યક્તિનું મોત, 2 ઘાયલ

    પાયલોટે કોકપિટમાં ધુમાડાની જાણ કર્યા પછી ઉપનગરીય લોંગ આઇલેન્ડ એરપોર્ટ પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલું એક નાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનાને કારણે જમીન પર કોઈ જાનહાનિ થઈ નથી.

  • 06 Mar 2023 12:52 PM (IST)

    લગભગ 9000 જન ઔષધિ કેન્દ્રો, ખૂબ જ સસ્તી દવાઓ બજાર ભાવે ઉપલબ્ધ છે – PM

    તેમણે કહ્યું, ‘આયુષ્માન ભારત હેઠળ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર સાથે દેશના કરોડો દર્દીઓની સારવાર માટે લગભગ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચવાના હતા, તે બાકી છે. અમારી પાસે લગભગ 9000 જન ઔષધિ કેન્દ્રો છે અને અહીં બજાર દરે ખૂબ સસ્તી દવાઓ ઉપલબ્ધ છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોએ પણ આના કારણે લગભગ 20 હજાર કરોડ રૂપિયા બચાવ્યા છે.

  • 06 Mar 2023 12:52 PM (IST)

    અમારી સરકારનું લક્ષ્ય દેશમાં સારવારને સસ્તું બનાવવાનું છે – PM મોદી

    ‘હેલ્થ એન્ડ મેડિકલ રિસર્ચ’ પર પોસ્ટ-બજેટ વેબિનારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘જ્યારે આપણે સ્વાસ્થ્ય સંભાળની વાત કરીએ છીએ, ત્યારે તેને કોવિડ પહેલાના યુગ અને રોગચાળા પછીના યુગના વિભાજન સાથે જોવું જોઈએ. વિશ્વનું ધ્યાન હવે પહેલા કરતા વધુ આરોગ્ય સંભાળ પર આવ્યું છે. અમે સતત વિદેશો પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ભારતમાં સારવારને સસ્તું બનાવવાની અમારી સરકારની પ્રાથમિકતા રહી છે.

  • 06 Mar 2023 12:51 PM (IST)

    ‘જેલમાં ભ્રષ્ટ’, કોંગ્રેસે તેની ઓફિસની બહાર સિસોદિયા-સત્યેન્દ્ર જૈનના પોસ્ટર લગાવ્યા

    દિલ્હી કોંગ્રેસે AICC અને દિલ્હી કોંગ્રેસ કાર્યાલયની બહાર AAP નેતાઓ મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનના પોસ્ટર લગાવ્યા છે. સીબીઆઈએ ફેબ્રુઆરીમાં એક્સાઈઝ પોલિસી કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. કોલકાતા સ્થિત કંપની સાથે સંકળાયેલા હવાલા ટ્રાન્ઝેક્શન કેસમાં ED દ્વારા 2022માં જૈનની ધરપકડ કરવામાં આવી હતી.

    Image

  • 06 Mar 2023 12:50 PM (IST)

    શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઘાયલ, સારવાર બાદ ઘરે આરામ કરવા પહોચ્યા

    બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં તેમની આગામી ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતા. અભિનેતાએ તેના બ્લોગ પર તેની હેલ્થ અપડેટ શેર કરી અને કહ્યું કે તે હાલમાં તેના મુંબઈના ઘરે આરામ કરી રહ્યા છે.

    અમિતાભ બચ્ચને ફેન્સને કહી આ વાત

    અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં જણાવ્યું છે કે, તેમને પાંસળીમાં ઈજા થઈ છે. તેણે લખ્યું, “હું હૈદરાબાદમાં પ્રોજેક્ટ કે માટે એક એક્શન સીન શૂટ કરતી વખતે ઘાયલ થયો હતો…શૂટિંગ રદ કરવામાં આવ્યું છે…અને ડોકટરોએ ચેક કર્યું અને હૈદરાબાદની AIG હોસ્પિટલમાં સીટી સ્કેન કરાવ્યું અને હું ઘરે પાછો ગયો. સ્ટ્રેપિંગ કરવામાં આવી રહ્યું છે અને અન્ય વસ્તુઓ કહેવામાં આવી રહી છે… હા ખૂબ પીડા હતી. હલનચલન અને શ્વાસ લેવામાં પણ.

    Breaking News : Amitabh Bachchan એક્શન સીન દરમિયાન થયા ઈજાગ્રસ્ત, 'પ્રોજેક્ટ કે'નું કરી રહ્યા હતા શૂટિંગ

  • 06 Mar 2023 12:46 PM (IST)

    ઉમેશ પાલ હત્યા કેસ: STF સતત કાર્યરત છે, દરેક ગુનેગારને સજા થશે – બ્રજેશ પાઠક

    ઉમેશ પાલ મર્ડર કેસ પર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે કહ્યું, ‘પોલીસ એસટીએફ સતત કાર્યરત છે, ગઈકાલની ઘટનામાં પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસે જવાબી કાર્યવાહી કરીને તેને ઠાર માર્યો હતો. દરેક ગુનેગારને સજા થશે, આ અમારી પ્રતિબદ્ધતા છે.

Published On - Mar 06,2023 12:41 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">