Surat : સોશિયલ મીડિયા પર મહિલાના નામે ફેક એકાઉન્ટ બનાવી અભદ્ર ટિપ્પણી કરતા શખ્સની ધરપકડ
સુરતમાં પાર્લરનો ધંધો કરતી મહિલાના નામે સોશિયલ મીડિયા પર અલગ અલગ ફેક એકાઉન્ટ બનાવી પ્રોફાઇલમાં મહિલાના ફોટા મૂકી બાજુમાં મહિલાના બાબતે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીની સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મહિલા એકબીજાના પરિચિત હતા. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સુરતમાં પાર્લરનો ધંધો કરતી મહિલાના નામે સોશિયલ મીડિયા પર અલગ અલગ ફેક એકાઉન્ટ બનાવી પ્રોફાઇલમાં મહિલાના ફોટા મૂકી બાજુમાં મહિલાના બાબતે અભદ્ર ટિપ્પણી કરનાર આરોપીની સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અને મહિલા એકબીજાના પરિચિત હતા. હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાની વિગત મુજબ સોશિયલ મીડિયાના આધારે કોઈ પણ વ્યક્તિ ગણતરીની મિનિટોમાં જ હજારો લોકો સુધી પોતાનો સંદેશો પહોંચાડી શકે છે પરંતુ ઘણી વખત આ સોશિયલ મીડિયા લોકો માટે મુશ્કેલી ઉભી કરી દે છે.
નાની નાની વાતને લઈને થયેલા મન દુખ બાબતે યુવતી કે, મહિલાને સોશિયલ મીડિયા પર ખોટી રીતે બદનામ કરવામાં આવતી હોવાની ઘટનાઓ ભૂતકાળમાં પણ સામે આવી છે. ત્યારે આવી જ એક ઘટનાને લઈને સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બ્યુટી પાર્લરનો ધંધો કરતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યો ઈસમ મહિલાના નામથી અલગ અલગ ફેક એકાઉન્ટ બનાવી આ પ્રોફાઇલમાં ફરિયાદીના ફોટા મૂકી અને અલગ અલગ સ્ટોરી ઉપર બાજુમાં મહિલાના વેપારને લઈને અભદ્ર ટિપ્પણી કરી રહ્યો છે. તેથી આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરી હતી અને ટેકનિકલ સર્વેન્સના આધારે સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.
સાયબર ક્રાઇમ પોલીસે બાતમીના આધારે રાજકુમાર ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી
સાયબર ક્રાઇમ પોલીસે બાતમીના આધારે રાજકુમાર ચૌહાણ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી મૂળ રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે અને પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી રાજકુમાર અને મહિલા બંને એકબીજાના પરિચિત હતા. બંને રાજસ્થાનના આજુબાજુના ગામમાં રહેતા હતા અને ત્યારબાદ સુરત ખાતે પણ તેમને પારિવારિક સંબંધ હતો. તો કોઈ કારણોસર આરોપી રાજકુમારની પત્ની ઘર છોડીને ચાલી ગઈ હોવાના કારણે આરોપીને એમ હતું કે ફરિયાદી મહિલાના કારણે આરોપીની પત્ની ઘરછોડીને ચાલી ગઈ છે. તેથી આરોપી રાજકુમારે મહિલાને બદનામ કરવા માટે મહિલાના નામથી instagramમાં અલગ અલગ ફેક એકાઉન્ટ બનાવ્યા.