AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ, 40થી 60 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાશે

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની શક્યતાને કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદ અને કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરી છે. તો આવો જાણીએ કે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે.

Breaking News: આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ, 40થી 60 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2026 | 11:14 AM
Share

રાજ્યમાં એકસાથે ત્રણ હવામાન સિસ્ટમ—વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ—સક્રિય થતાં આજે અને આગામી દિવસોમાં ગુજરાતભરમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે પવન અને સ્થાનિક સ્તરે અતિભારે વરસાદની સ્થિતિ બની શકે છે.

40થી 60 કિમી પ્રતિ કલાકે પવન ફુંકાશે

વિભાગ મુજબ રાજ્યમાં પવનની ગતિ 40થી 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સાથે કેટલીક જગ્યાએ કરા પડવાની પણ શક્યતા છે.

આજે ગાજવીજ સાથે વરસાદ વરસશે

ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરામાં પણ આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દાદરા નગર હવેલી વિસ્તારમાં પણ વરસાદી ઝાપટાંથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પણ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. તેમાં સુરેન્દ્રનગર, બોટાદ, ગીર સોમનાથ, કચ્છ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને મોરબીમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.

વરસાદ સાથે ઊકળાટ યથાવત રહેશે

બીજી તરફ રાજ્યના ઘણા શહેરોમાં ગરમી અને ઉકળાટ યથાવત છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41.5 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, રાજકોટમાં 40.9 ડિગ્રી, ડીસામાં 40.2 ડિગ્રી, ભાવનગરમાં 40.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી નોંધાયું છે. કંડલામાં 39.4 ડિગ્રી તાપમાન સાથે ગરમીનો પ્રભાવ જોવા મળ્યો છે.

6 દિવસ સુધી ગુજરાતમાં રહેશે વરસાદ

હવામાન વિભાગ મુજબ આગામી 6 દિવસ દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ અને તેજ પવનની સ્થિતિ યથાવત રહી શકે છે, જેના કારણે નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો- નવસારી: વિજલપોરમાં સાત વર્ષથી રેલવે ઓવરબ્રિજનું કામ અધૂરું, 130થી વધુ ટ્રેનોના કારણે 25 હજારથી વધુ લોકો પરેશાન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">