Breaking News : ધારાસભ્ય ચૈતર વસાવાને HC મોટો ઝટકો આપ્યો, જેલવાસ લંબાયો, જુઓ Video

Breaking News : ધારાસભ્ય ચૈતર વસાવાને HC મોટો ઝટકો આપ્યો, જેલવાસ લંબાયો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 24, 2026 | 1:24 PM

ગુજરાત હાઈકોર્ટમાં ડેડિયાપાડામાં વનકર્મીઓ પર હુમલો અને ખંડણીના કેસને લઈને મહત્વની સુનાવણી થઈ હતી. આ કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી અરજી પર રાજ્ય સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ ચૈતર વસાવા સામે નોંધાયેલા ગુનાઓનું વિગતવાર લિસ્ટ રજૂ કર્યું હતું.

MLA ચૈતર વસાવાને હાઇકોર્ટથી મોટો ઝટકો મળ્યો છે. ચૈતર વસાવાને રાહત આપવા હાઇકોર્ટે ઇન્કાર કર્યો છે. હાઇકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત્ રાખ્યો છે. ચૈતર વસાવાની બંને અરજીઓ ફગાવી દીધી છે. જો ચૈતર વસાવાને રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો મેસેજ જશે. તેવું હાઈકોર્ટનું કહેવું છે.કાયદો સર્વોપરી છે, કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી.

ચૈતર વસાવાને મોટો ઝટકો

ડેડિયાપાડામાં ચૈતર વસાવા વન વિભાગના અધિકારીને માર મારવા તેમજ ખંડણી સહિતના આરોપ લાગ્યા હતા.જેને સેશનસ કોર્ટમાં કેસ ચલાવ્યા પછી તેને દોષિત કરારકરવામાં આવ્યો હતો. ત્યારે આ સમગ્ર મામલાને ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે ગુજરાત હાઈકોર્ટે સમગ્ર મામલે ચુકાદો આપ્યો હતો. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાને કોઈ પણ પ્રકારની રાહત આપવાની ના પાડી હતી. કોર્ટે કહ્યું જ્યારે ધારાસભ્ય આ પ્રકારનું વર્તન કરે છે. તેની સમાજમાં વિપરીત અસર થાય છે. સરકારી વકીલ હાર્દિક દવે તરફથી અલગ અલગ રજુઆતો કરવામાં આવી હતી.

ત્યારે આજે કોર્ટનું માનવું છે કે, જો આ પ્રકારે સમાજ સેવક ગણાતા પોતાના કોઈ વ્યક્તિને રાહત આપવામાં આવે. તો અનેક સવાલો ઉભા થશે. આ સંબંધિત કિસ્સામાં કોર્ટે કોઈપણ પ્રકારની રાહત આપવાનો ઈનકાર કર્યો છે. હવે ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. આજે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે.

શું છે સમગ્ર મામલો?

તમને જણાવી દઈએ કે, નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના લડાયક ધારાસભ્ય ચૈતર વસાવાને, વન વિભાગના સરકારી અધિકારી પર હુમલો કરવા, સરકારી કામગીરી કરતા અટકાવવા સહીતની અન્ય કલમો હેઠળ નોંધાયેલા કેસમાં 23મી જૂનના રોજ, રાજપિપળા કોર્ટે, તકસીરવાન ઠરાવીને 7 વર્ષની સજા ફટકારી હતી. દેશના નવા બંધારણીય સુધારા અનુસાર, જે કોઈ ધારાસભ્ય કે સાંસદને 2 વર્ષ કે તેનાથી વઘુના વર્ષની સજા થાય તેની સાથે જ તેઓ ધારાસભ્ય પદ કે સાંસદ પદ ગુમાવી દેતા હોય છે. જ્યા સુધી આ કાનુની કાર્યવાહી ના થાય ત્યા સુધી તેઓ તેમનું બંધારણીય પદ ગુમાવી દેતા હોય છે.

 

આમ આદમી પાર્ટી અથવા AAP એ ભારતનો એક રાજકીય પક્ષ છે. જેને હવે રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

Follow Us
Loading...
Unable to load recommendations.