Breaking News : જેતપુરના સરદાર ચોક પર નગરપાલિકાના પૂર્વ સદસ્યના પુત્રો પર હુમલો, પોલીસે તમામ દુકાનો બંધ કરાવી તપાસ હાથ ધરી, જુઓ Video
રાજકોટના જેતપુરમાં સરદાર ચોકમાં ડિલક્ષ નામની પાનની દુકાને બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ છે. જ્યાં 8 થી 10 લોકોના ટોળાએ બે સગા ભાઈઓ પર ધારદાર હથિયાર, ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ચોકમાં આવેલી તમામ દુકાનો બંધ કરાવી હતી.આ ઉપરાંત હુમલાખોરોએ પાનની દુકાનમાં પણ તોડફોડ કરી હતી.

Group clash : રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં વધુ એક જૂથ અથડામણની ઘટના બની છે. રાજકોટના જેતપુરમાં સરદાર ચોકમાં ડિલક્ષ નામની પાનની દુકાને બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ છે. જ્યાં 8 થી 10 લોકોના ટોળાએ બે સગા ભાઈઓ પર ધારદાર હથિયાર, ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ચોકમાં આવેલી તમામ દુકાનો બંધ કરાવી હતી.
આ પણ વાંચો : Rajkot : ન શોભે તેવા કપડાં પહેરીને ન આવતા, જિલ્લા પંચાયતના ડેપ્યુટી DDO નો મહત્વપૂર્ણ પરિપત્ર, જુઓ Video
આ ઉપરાંત હુમલાખોરોએ પાનની દુકાનમાં પણ તોડફોડ કરી હતી. મળતી માહિતી અનુસાર હુમલામાં ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ એક યુવક ગંભીર ઇજાગ્રસ્ત હોય બંનેને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત બંને ભાઈઓ નગરપાલિકાના પૂર્વ સદસ્યના પુત્ર હોવાનું સામે આવી રહ્યું છે. ક્યાં કારણસર માથાકુટ સર્જાય તે હજુ બહાર આવ્યુ નથી. સિટી પોલીસે પેટ્રોલિંગ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના અમરાઈવાડીમાં જૂથ અથડામણ
તો આવી જ બીજી એક ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદના અમરાઈવાડીમાં રસ્તા પરથી પસાર થતી મહિલાઓ પણ સુરક્ષિત નથી. અસામાજિક તત્વોનો આતંક હદથી વધી ગયો છે. અસામાજિક તત્વોએ મહિલાની છેડતી બાદ તેના પતિ અને દિયર પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમરાઈવાડીના ભીલવાડા વિસ્તારમાં ઘરકામ કરીને ગુજરાન ચલાવતા સામાન્ય પરિવારની મહિલા શાકભાજી લેવા જઈ રહી હતી તે સમયે રસ્તામાં કેટલાક શખ્સોએ તેની છેડતી કરી હતી. આ સમયે મહિલાના પતિએ સમજાવવાનો પ્રયાસ કરતાં અસામાજિક તત્વોએ હુમલો કરી દીધો હતો. આરોપીઓએ મહિલાના પતિ અને તેના દિયર પર ધારિયા, તલવાર અને પથ્થરમારો કરતાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..