AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી મંજૂરી, સરકારી ભરતી પરીક્ષામાં હવે લાગુ પડશે નવો કાયદો

ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકને રાજયપાલે મંજૂરી આપી હતી. આથી હવે આ વિધેયક કાયદો બનશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મંજૂરી બાદ નવો કાયદો બન્યો છે અને સરકારી ગેઝેટ સાથે કાયદાની અમલવારી શરૂ થશે અને હવે યોજાનારી સરકારી ભરતી પરીક્ષાઓ માટે નવો કાયદો લાગુ પડશે.

Breaking News: ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આપી મંજૂરી, સરકારી ભરતી પરીક્ષામાં હવે લાગુ પડશે નવો કાયદો
Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 06, 2023 | 7:43 PM
Share

ગુજરાત જાહેર પરીક્ષા વિધેયકને રાજયપાલે મંજૂરી આપી હતી. આથી હવે આ વિધેયક કાયદો બનશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મંજૂરી બાદ નવો કાયદો બન્યો છે અને સરકારી ગેઝેટ સાથે કાયદાની અમલવારી શરૂ થશે અને હવે યોજાનારી સરકારી ભરતી પરીક્ષાઓ માટે નવો કાયદો લાગુ પડશે. નોંધનીય છે કે ફ્રેબુઆરી માસમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક- 2023 સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું હતું.

વારંવાર ફૂટતા પેપરે ગુજરાતની પરીક્ષા પધ્ધતિ પર અનેક સવાલો અને વિવાદો ઊભા કર્યા, જોકે હવે સરકારે તેની ઉપરનો ટોલરન્સ નીતિ અપનાવી છે .ભરતી પરિક્ષામાં ગેરરીતિ અટકાવવા વિધાનસભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રજૂ કરેલું વિધેયક પસાર થઈ ગયું છે. જેમાં પેપર ફોડનાર સામે કોઈ ચોક્કસ કાયદો ના હોવાના કારણે તેઓને છૂટવાનો અવસર મળતો હતો. જેના લીધે ભવિષ્યમાં કોઈ પેપર ફોડવાની હિંમત કરશે તો 10 વર્ષની સજા અને એક કરોડનો દંડ થશે.

ગુજરાતમાં અવારનવાર સરકારી ભરતીના પેપરલીક થતા સરકારની ટીકા થઈ રહી હતી અને તેમાં પણ છેલ્લે જૂનિયર ક્લાર્કની પરિક્ષાનું પેપર ફૂટતા સરકાર પર દબાણ વધ્યુ. જોકે આરોપીઓેને તાબડતોડ કાર્યવાહી કરતા ઝડપી લેવામાં આવ્યા. સરકાર પર વિપક્ષે દબાણ વધાર્યુ અને સાથે જ પરિક્ષાર્થીઓના રોષને સમજતા સરકારે વિધાનસભામાં વિધેયક રજૂ કર્યુ   હતું.

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ રજૂ કર્યુ હતુ અને સાથે જ તેઓએ કહ્યુ હતુ કે તેઓ સ્વીકારે છે કે પેપર ફૂટ્યુ હતુ પરંતુ હવે આવુ ના થાય અને પરિક્ષાર્થીઓને ફાયદો થાય તેવો કાયદો બનશે.  સાથે જ કહ્યુ કે સરકારે અન્ય રાજ્યોના વિધેયકોનો અભ્યાસ કરીને આ વિધેયક બનાવ્યુ હોવાની વાત કરી હતી. સરકારનું માનવું છે કે પેપરલીક મામલે હવે  કાયદો બન્યો છે કોઈપણ પેપરલીક કરતા વિચારશે.

Follow Us
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
g clip-path="url(#clip0_868_265)">