Breaking News: ભુજના સુખપરમાં ગેસનો બાટલો ફાટ્યો, ભારે ધડાકો થતાં મકાનની દિવાલો તૂટી, જુઓ Video

|

Aug 21, 2023 | 9:44 AM

કચ્છના ભુજ નજીક સુખપર ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે. બ્લાન્ટના કારણે ઘરમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી.કચ્છના સુખપર ગામે જૂના વાસના રહેણાક મકાનની આ ઘટના છે. જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મકાનની દિવાલો તૂટી ગઈ.

Breaking News: ભુજના સુખપરમાં ગેસનો બાટલો ફાટ્યો, ભારે ધડાકો થતાં મકાનની દિવાલો તૂટી, જુઓ Video

Follow us on

કચ્છના ભુજ નજીક સુખપર ગામે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની છે. બ્લાન્ટના કારણે ઘરમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી. કચ્છના સુખપર ગામે જૂના વાસના રહેણાક મકાનની આ ઘટના છે. જેમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં મકાનની દિવાલો તૂટી ગઈ.

ગેસનો બાટલો ફટવાની ઘટના એટલી ભયાનક હતી કે ઘરમાં મોટું નુકશાન સામે આવ્યું છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ઘરનો દરવાજો દૂર સુધી ફંગોળાયો હતો. મહત્વનુ છે કે ઘરવખરી પણ વેરવિખેર થઈ ગઈ હતી, અને આગના કારણે ઘણો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સદનસીબે જાનહાનિના કોઈ અહેવાલ સામે નથી આવ્યા.

આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત

કયા કારણે આ ઘાટના બની તેને લઈને હાલ માં તપાસ કરવાં આવી રહી છે. ધડાકાભેર બ્લાસ્ટ થતાં આ ઘટનાબની હતી. બ્લાસ્ટને કારણે આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઓળવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ બ્લાસ્ટના કારણે ઘણું નુકશાન થયું હતું જેને લઈ તમામ મોત ભાગનો સામાન બળીને ખાક થયો હતો.

આ ગાહતનમાં મહત્વની વાત એ છે કે હાલ સુધી કોઈ પણ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી. ધડાકાભેર થયેલા બ્લાસ્ટને કારણે ઘર વખરીને મોટું નુકશાન થયું છે.

ઘણીવાર એવી ઘટના બનતી હોય છે કે, ઘરે આવેલો ગેસ સિલિન્ડર લીક થાય છે અને ગેસ એજન્સી વાળા આ સિલિન્ડર પરત લેવાનો ઇન્કાર કરી દે છે તો તુરંત જ ફોન કરીને સમસ્યાનું સમાધાન કરી શકો છો.

આ પણ વાંચો : Kutch : કચ્છમાંથી ફરી એકવાર ચરસ ઝડપાયું, જખૌ પાસેથી 10 ચરસના પેકેટ મળી આવ્યા, જુઓ Video

જો ગેસ સિલિન્ડર લોક થાય તો આ વાતનું રાખો ધ્યાન

  1. જો ગેસની ગંધ આવે તો ગભરાશો નહીં. રસોડામાં અને ઘરમાં હાજર કોઈપણ ઇલેક્ટ્રિક સ્વીચો ચાલુ કરશો નહીં.
  2. રસોડા અને ઘરની બારીઓ અને દરવાજા ખોલો.
  3. રેગ્યુલેટરને ચેક કરો જો તે ચાલુ હોય તો તરત જ તેને બંધ કરો.
  4. રેગ્યુલેટર બંધ કર્યા પછી પણ ગેસ સતત લીક થઈ રહ્યો છે તો, રેગ્યુલેટર બહાર કાઢો અને સેફટીકેપ લગાવી દો.
  5. તમારા ડીલરનો સંપર્ક કરો અને તેને પરિસ્થિતિ વિશે જણાવો જેથી તે વહેલી તકે તમારી પાસે પહોંચી શકે.
  6. ગેસ લીક ​​ન થાય તેની ખાતરી કરવા માટે રેગ્યુલેટર અને ગેસ પાઇપને સમયાંતરે ચેક કરતા રહો.
  7. જો પાઇપ થોડો ખરાબ થઈ ગયો હોય, તો તેને તાત્કાલિક બદલો.
  8. વિક્રેતા પાસેથી ગેસ સિલિન્ડર લેતી વખતે  તેને સારી રીતે તપાસો.
  9. જો તે લીક થઈ રહ્યું હોય તો તેને ત્યાં બદલો.

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:11 am, Mon, 21 August 23

Next Article