Breaking News : સુરતના સીમાડા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ચાર વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા

સુરત (Surat) શહેરમાં આવેલા સીમાડા વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં વહેલી સવારે અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે દુકાનની અંદર હાજર ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 4:47 PM

સુરત શહેરના સીમાડા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. સીમાડા વિસ્તારમાં દુકાનમાં બ્લાસ્ટ થતા પતિ, પત્ની અને પુત્ર ગંભીર રીતે દાઝ્યા છે. આ ઘટનામાં પાડોશી પણ ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. દાઝેલા ચારેય વ્યક્તિને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ દુકાનની અંદર ગેરકાયદે ગેસ રિફ્લિંગનો કારોબાર ચાલતો હોવાની આશંકા સેવાઇ રહી છે.

સુરત શહેરમાં આવેલા સીમાડા વિસ્તારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં વહેલી સવારે અચાનક સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે દુકાનની અંદર હાજર ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. આ ઘટનામાં પાડોશમાં રહેતા એક વ્યક્તિ દાઝ્યા છે. આ ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જો કે આ સમગ્ર ઘટનામાં મોટી વાત એ સામે આવી છે કે જ્યારે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સ્થળ પરથી મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા.

ફાયર બ્રિગેડને મળેલા ગેસ સિલિન્ડર પરથી એ વાતની આશંકા થઇ રહી છે કે આ કરિયાણાની દુકાનમાં ગેસ રિફિલિંગનું કામ ગેરકાયદેસર રીતે કરવામાં આવતુ હશે. જો કે આગ કયા કારણોસર લાગી છે તે અંગે કોઇ સત્તાવાર રીતે જાણકારી પ્રાપ્ત થઇ નથી. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોલીસે પણ આગ લાગવાના આ મામલામાં તપાસ શરુ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">