Breaking News : અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનાનો પ્રથમ મૃતદેહ પરિવારને સોંપાયો, મૃતદેહની ઓળખ કરવામાં આવી
અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. મદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાની થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ.આ વિમાનમાં 242 લોકો સવાર હતા.જેમાંથી 241 લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ છે. જેમાંથી એક મૃતકની ઓળખ થઇ છે. તેના મૃતદેહને પરિવારને સોંપાયો છે.

અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ટેકઓફ થયાની થોડી મિનિટો પછી જ ક્રેશ થઈ ગઈ.આ વિમાનમાં 242 લોકો સવાર હતા.જેમાંથી 241 લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ છે. જેમાંથી એક મૃતકની ઓળખ થઇ છે. તેના મૃતદેહને પરિવારને સોંપાયો છે.
મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઇ
અમદાવાદમાં પ્લેન ક્રેશમાં 241 લોકોના મૃત્યુની પુષ્ટિ એર ઇન્ડિયાએ કરી છે. જેમાંથી એક મૃતદેહને પરિવારને સોંપાયો છે. પ્લેન ક્રેશ બાદ બ્લાસ્ટ થઇને આગ લાગતા મુસાફરોના મોત થયા હતા. મુસાફરોના મૃતદેહ જાણે કોલસા બની ગયા હતા. મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઇ હતી. કેટલાક લોકોના તો હાથ-પગ પણ છુટા થઇ ગયા હતા. જે પછી તેમના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે.
આ સાથે જ મૃતદેહોની ઓળખ કરીને તેને પરિવારોને સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે. મૃતકોના પરિવારજનો DNA સેમ્પલ આપવા માટે સિવિલ પહોંચી રહ્યા છે. ઓળખ પછી એક પછી એક મૃતદેહ પરિવારને સોંપાશે.
હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાંથી મૃતદેહ સિવિલ અધિકારીઓની હાજરીમાં પરિવારજનોને આપાયો છે. અધિકારીઓએ જણાવ્યું કે હાલ તમામ મૃતદેહોની ઓળખ માટે પ્રક્રિયા સતત ચાલી રહી છે અને દરેક ઘટના માટે યોગ્ય તકેદારી રાખવામાં આવી રહી છે. જેઓના પરિવારજનો હજુ પણ અહેવાલની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે સમગ્ર તંત્ર સતત કાર્યરત છે.
અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. જેમાં 241 લોકોના મોત થયા છે. અમદાવાદ પ્લેન ક્રેશને લગતા તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.