Breaking news: બાવળા નેશનલ હાઇવે ઉપર કલરની કંપનીમાં ભીષણ આગ, આગ ઓલવવા ફાયર રોબોની પણ લેવાઇ રહી છે મદદ
સાણંદમાં આવેલી એસ.ડી. પેઇન્ટસ લિમિટેડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે અને હાલમાં 8 ફાયર ફાઇટર આગ બુઝાવાવની કામગીરી કરી રહ્યા છે. આગ ઓલવવા માટે ફાયર રોબોની પણ મદદ લેવાઇ રહી છે. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની છે.
બાવળામાં આવેલી ESDEE PAINTS LTD નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે અને હાલમાં 8 ફાયર ફાઇટર આગ બુઝાવાવની કામગીરી કરી રહ્યા છે. આગ ઓલવવા માટે ફાયર રોબોની પણ મદદ લેવાઇ રહી છે. કંપનીમાં સોલ્વન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની છે.
પ્રાથમિક માહિતી અનુસાર બાવળા નેશનલ હાઇવે ઉપર ચાચરાવાડી પાટીયા પાસે કંપનીમાં આગ લાગી છે હાલમાં ફાયર બ્રિગેડની 13 ગાડી ઘટનાસ્થળે હાજર છે તેમજ ફાયર વિભાગ અને ચાંગોદર પોલીસ ઘટના સ્થળે હાજર છે સરકારી ફાયર ફાઇટર સાથે ખાનગી કંપનીની ફાયરની ગાડી પણ આગ બુઝાવવાની કામગીરી કરી રહી છે.
અમદાવાદમાં પીરાણામાં લાકડાના પીઠામાં લાગી હતી આગ
અમદાવાદના પીરાણાના પીપડજ રોડ પર સ્પંચ કંપનીમાં લાકડાના પીઠામાં આગ લાગી હતી. સવારે 10 વાગ્યે લાગેલી આગ પર બપોરે 1 વાગ્યે કાબુ કરાયો હતો. ફાયર વિભાગની 17 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ કર્યો હતો. હાલ સુધી કોઈ જાનહાનિ થઈ હોવાની જાણકારી સામે આવી નથી. જો કે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો.
આ પણ વાંચો-Banaskantha: હવે લગ્ન પ્રસંગે નહીં વગાડાય DJ, બ્રહ્મ સમાજે ઘડયા નવા નિયમો
વડોદરામાં આગ લાગવાની બે ઘટનાઓ આવી સામે
વડોદરામાં અકોટા દાંડિયા બજાર બ્રિજ પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કારમાં આગ લાગતા સમય સૂચકતા વાપરી કાર ચાલક બહાર આવી જતા જાનહાનિ ટળી છે. સમગ્ર મામલે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો છે. મહત્વપૂર્ણ છે કે વડોદરામાં આજના દિવસમાં આગ લાગ્યાની ત્રીજી ઘટના સામે આવી છે.
અલકાપુરીમાં આવેલ ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં આગ લાગવાની ઘટના બની હતી. કોમ્પલેક્સમાં આવેલી ચોલા મંડલમ ફાઇનાન્સ ઓફિસમાં આગ લાગી હતી. જેમાં 40 કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા છે. સર્વરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ચોલા ફાઇનાન્સ મંડલમાં લાગેલી આગથી ડેટા નાશ થવાની શક્યતા છે. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે. આગ લાગી તે સમયે ઓફિસમાં 40 કર્મચારીઓ હાજર હતા. જો કે ધુમાડો નીકળતો જોતા જ તમામ ઓફિસની બહાર નીકળી ગયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…