AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha: હવે લગ્ન પ્રસંગે નહીં વગાડાય DJ, બ્રહ્મ સમાજે ઘડયા નવા નિયમો

બનાસકાંઠામાં બ્રહ્મ સમાજ દ્વારા લગ્ન પ્રસંગે ડી.જે, દાંડિયારાસ, વરઘોડો કાઢવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. લગ્નને લઈ આર્થિક ભારણ ઓછું થશે. પુત્ર પુત્રીના લગ્નને કારણે આર્થિક ભારણ નહીં વધે તેને માટે આ પગલું લેવામાં આવ્યું છે. સાથે જ વર-વહુને બ્યુટી પાર્લરવાળાને બોલાવવા પર પણ સામાજિક પાબંધી કરાઈ છે. વધુમાં મરણ વિધિ પોણા મહિનાના બદલે 12 દિવસમાં સંપન્ન કરી દેવા નિર્ણય કરાયો છે.

Banaskantha: હવે લગ્ન પ્રસંગે નહીં વગાડાય DJ, બ્રહ્મ સમાજે ઘડયા નવા નિયમો
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2023 | 3:17 PM
Share

બનાસકાંઠાના ડીસામાં બ્રહ્મ સમાજે નવા નિયમો લાગુ કર્યા છે. સમાજ સુધારણા અને લગ્ન સહિતના પ્રસંગોમાં થતા ખર્ચા બંધ કરવા માટેના નિયમો બ્રહ્મ સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. બનાસકાંઠામાં બ્રહ્મ સમાજ દ્વારા લગ્ન પ્રસંગે ડી.જે, દાંડિયારાસ, વરઘોડો કાઢવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, વર અને વહુની એન્ટ્રી અને હલ્દી સહિત રૂમ સજાવટ ન કરવાનો પણ નિર્ણય કરાયો છે.

વર-વહુને બ્યુટી પાર્લરવાળાને બોલાવવા પર પણ સામાજિક પાબંધી

પુત્ર પુત્રીના લગ્નને કારણે આર્થિક ભારણ નહીં વધે તેને માટે આ પગલું લેવામાં આવ્યું છે. સાથે જ વર-વહુને બ્યુટી પાર્લરવાળાને બોલાવવા પર પણ સામાજિક પાબંધી કરાઈ છે. વધુમાં મરણ વિધિ પોણા મહિનાના બદલે 12 દિવસમાં સંપન્ન કરી દેવા નિર્ણય કરાયો છે. ઉલ્લેખનીય છે કે, બ્રહ્મ સમાજના લોકોને આ નિયમોનું પાલન કરવા અપીલ પણ કરવામાં આવી.

દાંડિયારાસ, વરઘોડો નહીં કઢાય

સમાજ સુધારણા, લગ્ન પ્રસંગોમાં ખોટા ખર્ચા બંધ કરવા નિર્ણય કરવાના હેતુથી બનાસકાંઠાના ડીસામાં બ્રહ્મ સમાજે નવો નિયમ લાગુ કર્યો છે. ભૂલથી પણ લગ્ન પ્રસંગે ડી.જે., દાંડિયારાસ, વરઘોડો કાઢવામાં નહીં આવે તેવું પણ સૂચન કરાયું છે. લગ્ન પ્રસંગમાં મસમોટી  વર-વહૂની એન્ટ્રી ખર્ચ સાથે હલ્દી, રૂમ સજાવટ નહી કરવાની પણ વાત કરી છે.

મરણ વિધિને લઈ કેટલાક નિયમો

ખાસ કરીને મરણ વિધિ પોણા મહિના સુધી લાંબી ચલાવવાને બદલે 12 દિવસમાં સંપન્ન કરવા નિયમ બનાવ્યો છે. જે કઈક બંધારણ કહેવાય છે બ્રહ્મ સમાજનું જે તમામ લોકોએ આ નિયમોનું પાલન કરવા અપીલ પણ કરાઇ હતી.

આ પણ વાંચો : Ambaji શક્તિપીઠના પરિસરમાં કાચના બ્રિજનું નજરાણું બન્યું આકર્ષણનું કેન્દ્ર, જુઓ Video

લગ્નમાં લાઇવ ઠંડાપીણાં, વધારાના નાસ્તા નહીં રાખવા સાથે જમણવારમાં 3 મીઠાઇ, 2 શાક, દાળભાત, ફરસાણ, પુરી-રોટલી રાખવા સૂચન કરાયું છે. ખાસ વાત પર ધ્યાન મુકાયું હતું કે, ફટાકડા, સ્પ્રેનો ઉપયોગ નહીં કરવો જે નિયમનું ખાસ પાલન કરવા જણાવ્યુ છે. સમાજના ઉથાપન માટે અને સમાજનો કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન દરમ્યાન દેવામાં ના ઉતરે તેને લઈ આ નિર્ણય બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
g clip-path="url(#clip0_868_265)">