Breaking News : અમદાવાદના શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ, 40 થી 50 ટકા આગ પર કાબૂ, જુઓ Video
અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી છે.આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની 22 ગાડી ઘટના સ્થળે હાજર પોંહચી છે.

Breaking News : રાજ્યમાં વારંવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે આજે આવી જ એક આગ લાગવાની ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બે માળના બેઝમેન્ટમાંથી નીચેના પાર્કિંગ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી છે.
આગ મોટી હોવાથી મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની 30 ગાડી ઘટના સ્થળે હાજર પોંહચી છે. અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધુમાડો વધુ હોવાથી આગ બુજવવામાં હાલાકી પડી રહી છે.
રોબોની દ્વારા આગ બુજાવવાની કામગીરી હાથ ધરાઈ
બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હોવાથી આગની ઘટના બની હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે. તેમજ બેઝમેન્ટમાં 50 જેટલા વાહનો પણ છે. ધુમાડો દૂર કરવા સમોક વેન્ટીલેશન મશીનની મદદ લેવામાં આવી રહી છે.
તેમજ કર્મચારી અંદર ન જઈ શકતા અને રોબોની પણ મદદ લેવામાં આવી રહી છે. ઓક્સિજન સાધન સાથે કર્મચારીઓ આગ બુજાવવા જહેમત કરી રહ્યા છે. આગ લાગવાની ઘટનામાં દર્દીઓને હાલ કોઈ અસર થઈ નથી તેવુ અધિકારીએ નિવેદન આપ્યુ છે. જોકે સતર્કતા ના ભાગ રૂપે જરૂર જણાય તેમ દર્દીને મુવ કરવા સૂચન કરવામાં આવ્યુ છે.
વહેલી સવારે 4 થી 5 વચ્ચે દરમિયાન આગ લાગી હોવાની માહિતી મળી રહી છે. દર્દીઓને 20 થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા 100થી વધારે દર્દીઓને ખસેડવામાં આવી રહ્યા છે. તો ઘટનામાં એક શ્વાનનું બેઝમેન્ટ માંથી રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. તો ધુમાડો દૂર કરવા ચક્રવાત અને બ્લોવર મશીન ની મદદ લેવાઈ રહી છે. ધારાસભ્ય દર્શનાબેન વાધેલાએ Tv9 સાથે વાતચીતમાં માહિતી આપી કે હોસ્પિટલના રિનોવેશ બાદ તેમને પોતે હોસ્પિટલની મુલાકાત લધી હતી. સફિન હસન સહિતના તમામ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે.
સાયન્સ સિટી (Science City) રોડના ફોર્ચ્યૂન બિઝનેસ હબમાં આગ લાગી
તો થોડા દિવસ અગાઉ અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સ સિટી (Science City) રોડના ફોર્ચ્યૂન બિઝનેસ હબમાં આગ લાગવાની ઘટના બની હતી. જેના પર ફાયર વિભાગના (Fire Department) જવાનોએ કાબૂ મેળવી લીધો હતો. ફોર્ચ્યૂન બિઝનેસ હબમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
લોકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગની જાણ થતા જ ફાયર વિભાગની 5 ટીમ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને એક કલાકની જહેમત બાદ આગ સંપૂર્ણ ઓલવી દીધી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ફસાયેલા બે વ્યક્તિને હેમખેમ બહાર કાઢ્યા હતા. ફોર્ચ્યૂન બિઝનેસ હબના દસમાં માળે ઈલેક્ટ્રિક ડક્ટમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી.