Ahmedabad: લો બોલો, જેનરિક દવાની આડમાં પણ બુટલેગરો કરવા લાગ્યા દારૂની હેરાફેરી, હરિયાણાથી આવતી દવાના બોક્સમાંથી ઝડપાયો દારુનો મોટો જથ્થો

Ahmedabad: જેનરિક દવાઓની આડમાં દારૂની હેરાફેરીનો અસલાલી પોલીસે પર્દાફાશ કર્યો છે. હરિયાણાથી દવાના બોક્સની આડમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છો. પોલીસે દારૂની 25 પેટી સાથે ટ્રક કબ્જે કર્યો છે.

Ahmedabad: લો બોલો, જેનરિક દવાની આડમાં પણ બુટલેગરો કરવા લાગ્યા દારૂની હેરાફેરી, હરિયાણાથી આવતી દવાના બોક્સમાંથી ઝડપાયો દારુનો મોટો જથ્થો
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 29, 2023 | 10:30 PM

Ahmedabad: દારૂની હેરાફેરી કરવા બુટલેગરો અવનવા કિમીયાઓ અજમાવે છે. અત્યાર સુધી ગાડીઓમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી વિશે તો આપે સાંભળ્યુ હશે. પરંતુ હવે જેનરિક દવાઓની આડમાં પણ બુટલેગરો દારૂની હેરાફેરી કરવા લાગ્યા છે. આ પ્રકારે દવાઓની આડમાં દારૂની હેરાફેરીનો શહેરની અસલાલી પોલીસે પર્દાફાશ કર્યો છે. હરિયાણાથી દવાના બોક્સની આંડમાં દારૂનો મોટો જથ્થો લવાયો હતો.

જેનરિક દવાની આડમાં ટ્રકમાંથી મળ્યો દારૂ

અસલાલી પોલીસને બાતમી મળી હતી કે અસલાલી ગામ પાસે આવેલ સ્વામીનારાયણ મંદિર પાછળના રોડ પર હરિયાણા પાસિંગ એક ટ્રકમાં દારૂનો જથ્થો આવ્યો છે. જેના આઘારે તપાસ કરતા ટ્રકમાં જેનરિક દવાના બોક્સથી આખી ટ્ર્ક ભરેલી હતી. જેથી દારૂ ન હોવાનુ લાગતા પોલીસે ટ્રક ડ્રાઈવરની પુછપરછ કરી હતી. જેમાં ટ્રક ડ્રાઇવર પર શંકા જતા ટ્રકમાં રહેલા તમામ બોક્સની તપાસ કરતા દવાના બોક્સ ની પાછળ દારૂનો જથ્થો સંતાડ્યો હતો. જે ટ્ર્કમાં રહેલ દારૂની 25 પેટી કુલ 2.36 લાખ,38 લાખની જેનરિક દવા સાથે ટ્રકને કબ્જે કર્યો છે. પોલીસે અસલાલીના બુટલેગર કરમજીત ઇશ્વરસિંગ જાટ, ટ્ર્ક ડ્રાઇવર કુલદીપ નૈયરા અને અનીલકુમાર જાટ્ટની ધરપકડ કરી છે.

હરિયાણાથી દવાની આડમાં લવાયો દારૂ, અસલાલી બુટલેગરો માટે બન્યો સિલ્ક રૂટ

ટ્રક ડ્રાઇવર કુલદીપ નૈયરાની પુછપરછ કરતા તેને કહ્યુ કે પોતે પૈસા કમાવાની લાલચે દવાના બોક્સ સાથે દારૂની પેટી લઈને આવ્યો. જે અસલાલીનો બુટલગેર કરમજીત ઇશ્વરસિંગ જાટ મૂળ હરિયાણાનો છે. જેથી હરિયાણાથી દવાના જથ્થાની આડમાં દારૂનો જથ્થો તેને ટ્ર્ક ડ્રાઇવર પાસે બુટલેગરએ મંગાવ્યો હતો. જેમાં દારૂની ડિલિવરી કરવા ટ્રક ડ્રાઇવર કુલદીપને 50 હજાર મળવાના હતા. જો કે ટ્રકમાં હરિયાણાથી દવાના જથ્થા સાથે દારૂનો જથ્થો લઇને આવ્યો હોવાથી કોઇ ચેકિંગ કર્યુ ન હતુ પરંતુ દારૂના જથ્થાની ડિલિવરી અસલાલી કર્યા બાદ જેનરિક દવાનો જથ્થો ચાંગોદરા ઉતારવાનો હતો. જો કે પોલીસને બાતમી મળતા જ ટ્રકમાં રહેલા દારૂની ડિલિવરી થાય તે પહેલાં જ દારૂના જથ્થા સાથે બુટલેગરને પકડી લીધો.

પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દિવાળી પર કઇ કઇ જગ્યાએ દીવા પ્રગટાવવા જોઇએ ?

આ પણ વાંચો : Ahmedabad Video: અમદાવાદમાં નશો કરી એસ જી હાઈવે પર સર્પાકાર કાર હંકારતો સુરતનો યુવક ઝડપાયો, સેટેલાઈટ પોલીસે કરી કાર્યવાહી

બુટલેગર કરમજીત જાટ અગાઉ પણ અસલાલી પોલીસે દારૂના કેસમાં ધરપકડ કરી હતી પરંતુ આ દારૂનો જથ્થો અન્ય કોઇને આપવાના હતા કે કેમ જેને લઇને પોલીસ તપાસ શરૂ કરી છે. બીજી બાજુ દારૂની હેરાફેરી કે દારૂનુ કટિંગ અસલાલી બુટલેગરો માટે સિલ્ક રૂટ બની ગયો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">