AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: શાકભાજીના ભાવો ઘટવા માટે હજુ એક સપ્તાહની જોવી પડશે રાહ, વાવાઝોડા અને વરસાદી વાતાવરણ વચ્ચે ભાવોમાં જબ્બર ઉછાળો

Ahmedabad: બિપરજોય વાવાઝોડા અને વરસાદના કારણે શાકભાજીના પાકને નુકસાન થતા અને આવક ઘટતા શાકભાજીના ભાવમાં ઉછાળો આવ્યો છે. જો કે હજુ પણ શાકભાજીના ભાવ ઘટવા માટે એક સપ્તાહનો સમય લાગી શકે છે. ભાવમાં જબ્બર ઉછાળો આવતા સામાન્ય લોકોના બજેટ ડામાડોળ થયા છે.

Ahmedabad: શાકભાજીના ભાવો ઘટવા માટે હજુ એક સપ્તાહની જોવી પડશે રાહ, વાવાઝોડા અને વરસાદી વાતાવરણ વચ્ચે ભાવોમાં જબ્બર ઉછાળો
Darshal Raval
| Edited By: | Updated on: Jul 29, 2023 | 10:04 PM
Share

Ahmedabad: બિપોરજોય વાવાઝોડા અને વરસાદના કારણે શાકભાજીના પાકને નુકશાન થતા અને આવક ઘટતા શાકભાજીના ભાવ ઉચકાયા હતા. જે ચોમાસાના વરસાદને શરૂ થયાને એક મહિનો થયો પણ હજુ શાકભાજીના ભાવ જોઈએ તેવા ઘટ્યા નથી. જોકે માત્ર કેટલીક શાકભાજીની આવક શરૂ થતાં તેમાં સામાન્ય ભાવ ધટાડો નોંધાયો છે. જોકે મુખ્ય શાકભાજીના ભાવ ઘટતા હજુ લોકોએ એક સપ્તાહ કે તેનાથી વધુ દિવસની રાહ જોવી પડશે.

છેલ્લા એક મહિનાથી શાકભાજીના ભાવ આસમાને છે. બીપોરજોય વાવાઝોડુ આવ્યું ત્યારથી ભાવ ઉચકાયા અને બાદમાં વરસાદી સિઝન શરૂ થઈ. તેની પણ ભાવ પર અસર પણ જોવા મળી રહી છે જે હજુ પણ યથાવત છે. વરસાદના કારણે શાકભાજીની આવક ઘટી અને ડિમાન્ડ વધતા ભાવ ઉચકાયા. જોકે હવે અમદાવાદીઓને કેટલાક શાકભાજીના ભાવમાં આંશિક રાહત મળી છે. કેટલીક શકભાજીમાં નહિવત ભાવ ઘટાડો નોંધાયો છે.

ટામેટાના ભાવમાં કોઈ ઘટાડો નહીં

જોકે જે ટામેટા લોકોની વાનગીમાં ચટાકો ઉમેરે છે. તેના ભાવ હજુ પણ આસમાને છે. અન્ય કેટલીક શાકભાજીના ભાવ છોડી બાકીની મોટા ભાગની શાકભાજીના ભાવ છેલ્લા કેટલાક દિવસથી યથાવત જેવા જ છે. જેના કારણે હજુ પણ લોકો જોઈએ તેટલું શાકભાજી ખરીદી નથી શકતા. જમાલપુરમાં આવનાર ગ્રાહકો સાથે ટીવી 9 એ વાત કરી ત્યારે તેઓએ મણિનગર. આંબાવાડી. સરસપુર વિસ્તારમાં શાકભાજીના ભાવ વધુ હોવાથી તેઓ જમાલપુર આવતા હોવાનું જણાવ્યું.

જો હાલના શાકભાજીના ભાવ પર નજર કરીએ તો…

  • મરચા જયપુરથી આવે છે. હોલસેલમાં 50 અને રિટેઇલ 70ના કિલો
  • સિમલા મરચા નાસિકથી આવે છે. હોલસેલ 60 ના કિલો રિટેઇલના 80 ના કિલો ભાવ
  • આદુ બેંગ્લોરથી આવે છે. 160 હોલસેલનો ભાવ અને 200ના કિલો રિટેઇલમાં મળે છે
  • ફુદીનો ઉદયપુર અને રાજકોટથી આવે છે, હોલસેલ 30નો ભાવ જ્યારે અને 40 રિટેઇલના ભાવ
  • ફલાવર અને કોબી અને ગાજર અને વાલોર નાસીકથી આવે છે
  • ફલાવર હોલસેલ 30 અને રિટેઇલ 60ના કિલો
  • કોબી હોલસેલ 20 અને રિટેઇલ 40ની કિલો
  • ગાજર હોલસેલ 25 જ્યારે રિટેઇલ 40ના કિલો
  • વટાણા સિમલાથી આવે છે. જે 120 હોલસેલ જ્યારે 150 રિટેઇલનો ભાવ
  • સરગવો અને ગવાર મુંબઇથી આવે છે
  • સરગવો હોલસેલ 40 અને રિટેઇલ 60ના કિલો
  • ગવાર હોલસેલ 80 અને રિટેઇલ 100ના કિલો
  • ગવાર અને કારેલા અને તુવેર નાસિકથી આવે છે
  • કારોલા હોલસેલ 60 રિટેઇલ 80ના કિલો
  • તુવેર હોલસેલ 120 અને રિટેઇલ 140ની કિલો
  • કોથમી નાસિક થી આવે છે. હોલસેલ 80 અને રિટેઇલ 100ની કિલો
  • ભીડો અને ટીંડોળા બેલગાવથી આવે છે
  • ભીંડા હોલસેલ 50 અને રિટેઇલ 80ના કિલો
  • ટીંડોરા હોલસેલ 60 અને રિટેઇલ 80ના કિલો
  • ગિલોડા 120ના કિલો હતા જેના 100ના કિલો થયા
  • ટામેટા જનલપુરમાં 150ના કિલો
  • મણિનગર અને આંબાવાડીમાં 200 ના કિલો એ મળી રહ્યા છે

વેપારીની વાત માનીએ તો હાલમાં વરસાદનું જોર ઘટતા બહારના રાજ્ય માંથી શકભાજીની આવક શરૂ થઈ છે જેના કારણે સરગવો, કોથમીર, ભીંડા, ગિલોડા અને સિમલા મરચાના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જોકે અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો આવવા માટે હજુ લોકોએ એક સપ્તાહ કે તેનાથી વધુ દિવસ રાહ જોવી પડે તેવી પણ શકયતા વ્યક્ત કરી છે. કેમ કે જ્યારે યોગ્ય આવક શરૂ થશે ત્યારે ભાવ ઘટાડો આવી શકે તેવું વેપારીઓનું માનવું છે.

એટલું જ નહીં પણ શ્રાવણ મહિનામાં બટાકા સુરણ અને રતાળુનો ઉપયોગ વધતો હોય છે. જેમાં પણ શ્રાવણ મહિનામાં ભાવ વધવાની શકયતા સેવાઈ રહી છે. જેમાં હાલ બટાકા ડીસામાંથી અને સુરણ શામળાજી તરફથી આવે છે. જે બટાકા અને ડુંગળી હાલ 30 થી 40 ના કિલો મળી રહ્યા છે. તો સુરણ 80 થી 100 ના ભાવે કિલો મળી રહ્યા છે. તો હજુ પણ શ્રાવણ મહિનામાં આ ભાવ વધશે. ત્યારે લોકો પણ ઇચ્છી રહ્યા છે કે શાકભાજીના ભાવમાં જલ્દી ઘટાડો આવે. જેથી લોકો મનપસંદ શાકભાજી ભાવે તેટલું ખાઈ શકે. કોઈ બાંધછોડ ન કરવી પડે.

આ પણ વાંચો : Ahmedabad: શાકભાજી બાદ ફળોના ભાવમાં પણ ભડકો, વરસાદી સિઝન, અધિક માસ અને વ્રતો શરૂ થતા હોવાથી એકાએક ઉંચકાયા ભાવ

જો શાકભાજીના જુના હોલસેલ અને રિટેઇલ ભાવ પર નજર કરીએ તો

23 જૂને એક અંદાજ પ્રમાણે હોલસેલ બજારમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જ્યારે રિટેઇલ બજારમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જેમાં વાવાઝોડાની શાકભાજી પર અસર થતા હોલસેલમાં 15 ટકા જેટલા ભાવ વધ્યા, જ્યારે રિટેલમાં 20 થી 25 ટકા જેટલો ભાવ વધારો નોંધાયો હતો. જે બાદ ચોમાસુ શરૂ થયું ત્યારે પણ ભાવ વધતા જ જોવા મળ્યા.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">