Breaking News : અમદાવાદના બગોદરામાં સામુહિક આપઘાતની ઘટના, એક જ પરિવારના 5 સભ્યએ જીવન ટુંકાવ્યું
ગુજરાતમાં ફરી એક વાર સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અમદાવાદના બગોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના 5 સભ્યોએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. તમામ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલું કર્યું છે.

ગુજરાતમાં ફરી એક વાર સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. અમદાવાદના બગોદરામાં સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના 5 સભ્યોએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. તમામ સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલું કર્યું છે. પતિ, પત્ની, બે દીકરીઓ અને દીકરાનું મોત થયું છે.5 વર્ષ અને 11 વર્ષની બે દિકરીએ પણ જીવન ટુંકાવ્યું છે.
3 બાળકો સહિત 5 સભ્યોએ કર્યો આપઘાત
આ સામુહિક આપઘાતમાં 8 વર્ષના દીકરાએ પણ જીવન ટુંકાવ્યું છે. જો કે હજી આપઘાત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી. પરિવાર રીક્ષા ચલાવીને ચલાવીને ગુજરાન ચલાવતો હતો. મૃતક પરિવાર મૂળ ધોળકાનો હોવાનો સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર પરિવાર બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો. જેને પરિવારે જીવન ટુંકાવ્યું હતુ. આ સમગ્ર ઘટનામાં પોલીસે આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.
જુઓ Video
Family of 5 commits mass suicide in Bagodara over unknown reasons #MassSuicide #Ahmedabad #Gujarat #TV9Gujarati pic.twitter.com/MBCc6ZBL9G
— Tv9 Gujarati (@tv9gujarati) July 20, 2025
ઉલ્લેખનીય છે કે એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. રાતના સમયે દવા પીને ઉંઘ્યા, અને પછી ક્યારેય ઉઠ્યા જ નહીં. 3 બાળકો પણ તેમાં સામેલ હતા. રીક્ષા ચલાવીને, ભાડાના મકાનમાં રહીને ગુજરાન ચલાવતો આ પરિવાર હતો. મૂળ ધોળકાના, પરંતુ બગોદરામાં રહેતા હતા. એક જ પરિવારના પાંચ સભ્યોના સામુહિક આપઘાતથી વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે.
પોલીસે હાથ ધરી તપાસ
આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય પોલીસ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી, આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે. જો કે, આ પરિવારે ક્યા કારણોથી આપઘાત કર્યો, તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. પાંચેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે.