Breaking News : કચ્છમાં એક સપ્તાહમાં બીજી વાર આવ્યો ભૂકંપ, ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કીમી દૂર નોંધાયું

કચ્છ જિલ્લામાં એક સપ્તાહમાં બીજી વાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મધ્ય રાત્રે 2:30 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી છે.

Breaking News : કચ્છમાં એક સપ્તાહમાં બીજી વાર આવ્યો ભૂકંપ, ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કીમી દૂર નોંધાયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 10:00 AM

Kutch : કચ્છ જિલ્લામાં એક સપ્તાહમાં બીજી વાર ભૂકંપનો (Earthquake) આંચકો અનુભવાયો છે. મધ્ય રાત્રે 2:30 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાની માહિતી છે. દુધઈ નજીક 3.3 તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભૂકંપનો કેન્દ્ર બિંદુ દુધઈથી 19 કીમી દૂર નોંધાયું છે. આ પહેલા કચ્છમાં ખાવડા નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 8:47 કલાકે 3.2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

આ પણ વાંચો-Breaking News : વિજાપુરના એક મકાનમાં 14 લાખની થઈ ચોરી, પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ, જુઓ Video

આ પહેલા ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના વાવમાં 6 ઓગસ્ટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 4.36 કલાકે વાવથી 53 કિલોમીટર દૂર રાજસ્થાનમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતુ. તે પહેલા કચ્છના ભચાઉમાં 31 જુલાઇએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 11.38 કલાક 2.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.  આપને જણાવી દઈએ કે,રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

કચ્છમાં શા માટે  વારંવાર આવે છે ભૂકંપ?

આપણા બધાના મનમાં વિચાર આવે છે કે વારંવાર કચ્છમાં ભૂકંપ આવે છે, ત્યારે તમે ક્યારેય વિચાર્યુ છે કે કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન અનુસાર આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકાનો અનુભવાય  છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ નોધાય છે.

( વીથ ઈનપુટ – જય દવે, કચ્છ )

કચ્છ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">