AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વાવાઝોડાની પરિસ્થિતિને લઈ દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ

બિપરજોય વાવાઝોડાને લઈ તમામ દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જેની વચ્ચે દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Breaking News: વાવાઝોડાની પરિસ્થિતિને લઈ દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ
Sagar Solanki
| Edited By: | Updated on: Jun 14, 2023 | 4:50 PM
Share

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઈ તમામ દરિયામાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. જેની વચ્ચે દ્વારકા મંદિર એક દિવસ માટે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિરે આવતા ભક્તોના જાનમાલને નુકશાન નહીં થાય તેને ધ્યાને રાખી આ નિર્ણયા લેવામાં આવ્યો છે. મહત્વનુ છે કે, હાલમાં જ  દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ હોવાની માહિતી સામે આવી છે.

શિખર પર લહેરાતી ધ્વજા ક્ષતિગ્રસ્ત થઇ (flag damaged ) છે. હાલમાં બિપરજોય વાવાઝોડાના સંકટના પગલે ખૂબ જ તેજ પવન ફુંકાઇ રહ્યો છે. ત્યારે તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર (peak of the temple) પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.

અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યું છે. ત્યારે આવી મુશ્કેલ સ્થિતિમાં જગતનો નાથ કાળીયો ઠાકર આ સંકટને ટાળશે તેવી લોકોની શ્રદ્ધા રહેલી છે. જ્યારે જ્યારે ગુજરાત પર કોઈ કુદરતી આફત આવી, ત્યારે ત્યારે જગતમંદિર ઉપર બે ધજા ચડાવવામાં આવી છે. ગઈકાલે વાવાઝોડાને પહોંચી વળવા જગતમંદિરના શિખર પર બે ધજા ચઢાવવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર ઉપર સલામતીના કારણે જૂની ધજાને એમજ રાખી નીચે બીજી ધજા ચઢાવાય છે.

બીજ તરફ તાજેતરમાં જ બિપરજોય વાવાઝોડાને (Cyclone Biparjoy) લઈ રેલવે દ્વારા સોમનાથ આવતી જતી રેલવે તથા બસ સર્વિસ પણ બંધ કરવામાં આવી છે. વાવાઝોડાને લીધે બહારથી આવતા શ્રદ્ધાળુઓ મુશ્કેલીમાં ન મુકાય તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આ સમયમાં સોમનાથ દર્શન  (Somnath Temple) માટે ન આવવા અપીલ કરવામાં આવી છે. બિપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી સમુદ્રપથ પ્રોમોનેડ (વોક-વે) બંધ કરવામાં આવ્યો છે. તેમજ સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો પણ બંધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : નલિયામાં બિપરજોય વાવાઝોડાને લઇ લોકોનું કરાયું સ્થળાંતર, ઋષિકેશ પટેલે લીધી મુલાકાત, જુઓ video

દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરથી દરિયાનું પાણી મંદિરમાં ઘૂસ્યું

અરબી સમુદ્રમાં સર્જાયેલા પ્રેશરને કારણે ગુજરાત પર બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું સંકટ તોળાઇ રહ્યું છે. વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં વાવાઝોડાની અસરથી દરિયાનું પાણી મંદિરમાં ઘુસ્યા છે. દ્વારકાના ગોમતી ઘાટ પર આવેલા શ્રી કૃષ્ણ મંદિરમાં દરિયાના પાણી ઘુસ્યા છે. સમુદ્રમાં કરંટ હોવાથી સમુદ્રના પાણી મંદિરમાં ઘુસ્યા છે.

Follow Us
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
g clip-path="url(#clip0_868_265)">