AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ડાંગમાં દીપડાની લટાર, સાપુતારા ઘાટમાં કાર સામે દીપડો આવ્યાનો વાયરલ થયો વીડિયો ! પ્રવાસીઓ માટે ચેતવણી

ડાંગ જિલ્લામાં સાપુતારા ઘાટ અને આહવા-નવાપુર હાઈવે પર દીપડાની અવરજવર જોવા મળતા પ્રવાસીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Breaking News : ડાંગમાં દીપડાની લટાર, સાપુતારા ઘાટમાં કાર સામે દીપડો આવ્યાનો વાયરલ થયો વીડિયો ! પ્રવાસીઓ માટે ચેતવણી
Dang Leopard SpottedImage Credit source: TV9 Gujarati
| Updated on: Sep 20, 2026 | 2:03 PM
Share

ડાંગ જિલ્લામાં સાપુતારા ઘાટ અને આહવા-નવાપુર હાઈવે પર દીપડાની અવરજવર જોવા મળતા પ્રવાસીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સાપુતારા ઘાટમાં પ્રોટેક્શન વોલ પર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. કારમાં સવાર એક દંપતીએ દીપડાની આ અવરજવર પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી હતી. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

દર બે દિવસે દીપડો દેખાયો હોવાના વીડિયો

છેલ્લા કેટલાક સમયથી સાપુતારા ઘાટ સહિત ડાંગના વિવિધ વિસ્તારોમાં દીપડા દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ કરીને છેલ્લા એક મહિનાથી લગભગ દર બે દિવસે દીપડો દેખાયો હોવાના વીડિયો સામે આવી રહ્યા હોવાનું સ્થાનિક સ્તરે જાણવા મળી રહ્યું છે.

વન વિભાગ સતર્ક

દીપડાની સતત અવરજવરને ધ્યાનમાં રાખીને વન વિભાગ પણ સતર્ક બન્યું છે. સાપુતારા ઘાટમાં પ્રવાસીઓ માટે વિવિધ સ્થળોએ સૂચના અને સાવચેતી દર્શાવતા સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા લોકોને દીપડાથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

દીપડા રાત્રિના સમયે આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે

રાત્રિના સમયે પ્રવાસીઓને વાહનમાંથી નીચે ન ઉતરવા માટે સૂચના આપવામાં આવી છે. ઘાટ વિસ્તારમાં વાહન ઊભું રાખીને બહાર નીકળવાનું ટાળવા માટે પણ લોકોને જણાવવામાં આવ્યું છે. વન વિભાગનું કહેવું છે કે દીપડા રાત્રિના સમયે શિકારની શોધમાં રસ્તાઓ અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે.

પ્રવાસીઓને સાવચેતી રાખવા માટેની સૂચના આપવામાં આવી

સાપુતારા વિસ્તારમાં પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલા ટેન્ટ હાઉસની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ વન વિભાગ દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જ્યાં જરૂરી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ હોય ત્યાં સંબંધિત લોકોને નોટિસ આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આહવા વિસ્તારમાં પણ અવારનવાર દીપડા દેખાવાના વીડિયો સામે આવી રહ્યા છે. ડાંગના ઉત્તર અને દક્ષિણ વન વિભાગના અધિકારીઓ દ્વારા સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. વન વિભાગે લોકોને અપીલ કરી છે કે રાત્રિના સમયે એકલા બહાર ન નીકળે અને દીપડો દેખાય તો તેની નજીક જવાનો કે તેનો પીછો કરવાનો પ્રયાસ ન કરે.

આ પણ વાંચો, Breaking News : સુરતના કતારગામ વિસ્તારમાં ગીઝરના ગેસથી ગૂંગળામણ થતા 15 વર્ષીય વિદ્યાર્થિનીનું મોત ! જુઓ Video

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
g clip-path="url(#clip0_868_265)">