Gujarati Video : ઓસ્ટ્રેલિયાના પીએમ ગાંધી આશ્રમ પહોંચ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

Gujarati Video : ઓસ્ટ્રેલિયાના પીએમ ગાંધી આશ્રમ પહોંચ્યા, સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 6:47 PM

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ સાથે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની મુલાકાતના પગલે સાબરમતી ગાંધી આશ્રમ આસપાસ સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગાંધી આશ્રમ બાદ સીધા રાજભવન જશે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ સાથે ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમની મુલાકાતના પગલે સાબરમતી ગાંધી આશ્રમ આસપાસ સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન ગાંધી આશ્રમ બાદ સીધા રાજભવન જશે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી અને બે હાથ જોડીને નમન કર્યા

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા. અમદાવાદ એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ, સાથી પ્રધાનો અને મેયરે ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યું. જે બાદ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનો કાફલો સીધો સાબરમતી ગાંધી આશ્રમ પહોંચ્યો.સાબરમતી ગાંધી આશ્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી અને બે હાથ જોડીને નમન કર્યા.

ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને રેંટિયો અને એક પુસ્તક ભેટ આપ્યું

રેંટિયો કાંતવાની પ્રક્રિયા અને તેના ઈતિહાસ અંગે માહિતી મેળવી.તો ગાંધી આશ્રમની પાછળના ભાગે આવેલો રિવરફ્ન્ટ નિહાળ્યો. જે બાદ આશ્રમની વીઝિટ બુકમાં નોંધ કરી કે ગાંધીજીના જીવન મૂલ્યો વિશ્વને આજે પણ પ્રેરણા આપે છે. વિશ્વએ ગાંધીજીના વિચારોમાંથી હજુ ઘણુ શીખવાનું બાકી છે ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને રેંટિયો અને એક પુસ્તક ભેટ આપ્યું.

રાજભવનમાં ધૂળેટીની કરાઇ તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર  મોદી સાથે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ પણ આજે ગુજરાત આવવાના છે. બંને દેશના વડાપ્રધાન એરપોર્ટથી સીધા ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે જશે. રાજભવનમાં અત્યારથી જ હોળીનો પર્વ મનાવવા માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં ધૂળેટીના પર્વનું અનેરુ મહત્વ હોય છે. ત્યારે આ પર્વના રંગોની અનુભૂતિ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ આજે કરશે.

બંને દેશના વડાપ્રધાન સાથે મેચ નિહાળશે

9 માર્ચે પ્રધાનમંત્રી મોદી સવારે 8 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચશે. જ્યાં બંને વડાપ્રધાનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ઓસ્ટ્રોલિયા વચ્ચેની અંતિમ અને ચોથી ક્રિકેટ ટેસ્ટ મેચ નિહાળશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 થી 13 માર્ચ દરમિયાન રમાવાની છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે બેસીને આ ટેસ્ટ મેચ નીહાળવાના છે.

આ પણ વાંચો : Gujarati Video : બાગાયતી વિસ્તાર નવસારીમાં કેરી અને ચીકુના પાકને ભારે નુકસાન, ખેડૂતોને 90 ટકા પાક નિષ્ફળ જવાની ભીતિ

Published on: Mar 08, 2023 05:31 PM
g clip-path="url(#clip0_868_265)">