AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ,જાહેર મિલકતોને નુકસાન પોંહચાડવાની કલમો લગાવી

અમદાવાદમાં મોદી હટાવો, દેશ બચાવો ના પોસ્ટર લગાવવા મુદ્દે કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદના અલગ - અલગ વિસ્તારોમાં પોલીસ નોંધાઈ છે.

Breaking News : અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ,જાહેર મિલકતોને નુકસાન પોંહચાડવાની કલમો લગાવી
| Updated on: Mar 31, 2023 | 1:45 PM
Share

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના 5 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદમાં મોદી હટાવો, દેશ બચાવો ના પોસ્ટર લગાવવા મુદ્દે કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં અમદાવાદના અલગ – અલગ વિસ્તારોમાં પોલીસ નોંધાઈ છે.

આ પણ વાંચો : Gujarat News Live: અમદાવાદમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ, પોસ્ટર લગાડવા મામલે 6 પોલીસ મથકમાં ફરિયાદ

અમદાવાદના એરપોર્ટ, ઇસનપુર, વટવા, નારોલ, મણિનગર, અમદાવાદમાં આમ આદમી પાર્ટીના 5 કાર્યકરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાડજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સાથે જે પોસ્ટર પ્રિન્ટિંગ પ્રેસના માલીક વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર પૂર્વ આયોજિત કાવતરૂ રચી જાહેર મિલકતોને નુકશાન પોંહચાડવા સહિતની કલમો લગાડવામાં આવી છે. આમ આદમી પાર્ટીના 5 જેટલા કાર્યકરો વિરૂદ્ધ અલગ અલગ પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ હતી.

દિલ્લીમાં 6 લોકોની ધરપકડ

આ અગાઉ દેશની રાજધાની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા હતા તે અંગે પોલીસે 36 FIR નોંધી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર 100 FIRમાંથી અન્ય બીજા પોસ્ટર્સને લઇને ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી ઉપર પ્રિન્ટિંગ પ્રેસ એક્ટ હેઠળ મામલો નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે આમ આદમી પાર્ટીની ઓફિસમાંથી બહાર આવતી એક વેનમાંથી પણ પોસ્ટર જપ્ત કરવામાં આવ્યાં હતાં. આ કેસમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ અગાઉ પૂર્વ દિલ્હીમાં સફાઈ કામદાર સાથે મારપીટના કેસમાં ભાજપના ધારાસભ્ય અભય વર્માના નજીકના સાથીઓના નામ સામે આવ્યા બાદ રાજકારણ ગરમાયું હતુ. ધારાસભ્યએ આ મામલે આમ આદમી પાર્ટીના બે ધારાસભ્યો રાખી બિરલા અને કુલદીપ કુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. આરોપ હતો કે તેમની છબીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે ‘ભાજપના ગુંડાઓએ સફાઈ કામદાર પર હુમલો કર્યો હતો.

ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

આ અગાઉ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા સામે વધુ ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદી અમિત આહિરે આરોપ લગાવ્યો હતો કે,જાહેર સભામાં ભગવાન શ્રી કષ્ણને તેઓએ રાક્ષસો સાથે સરખાવીને સમસ્ત હિન્દુ સમાજની લાગણી દુભાવી છે. મહત્વનું છે કે, ભાવનગર શહેરના ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગોપાલ ઈટાલીયા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. પોલીસે IPC 295A અને IPC 298 ની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">