Breaking News ISCON Car accident : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, 9 લોકોના મોત, પોલીસે પંચનામુ કરી નોંધી ફરિયાદ, જુઓ Video

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 3ના સારવાર દરમિયાન મોત થયા છે. 8 થી વધુ લોકો સારવાર હેઠળ છે. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે.

Breaking News ISCON Car accident : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માત, 9 લોકોના મોત, પોલીસે પંચનામુ કરી નોંધી ફરિયાદ, જુઓ Video
ISKCON bridge in Ahmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 12:27 PM

ISKCONBridgeAccident : રાજયમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જ્યારે 3ના સારવાર દરમિયાન મોત થયા છે. 8 થી વધુ લોકો સારવાર હેઠળ છે. ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલા 9 લોકોમાંથી 2 પોલીસ કર્મી હોવાનું સામે આવી રહ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: ગુમ થયેલી મહિલાનો મૃતદેહ અચાનક કોમ્પલેક્ષમાં બીજા માળેથી મળી આવ્યો, પોલીસે 2 શકમંદોની અટકાયત કરી

અગાઉ થયેલો અકસ્માત જોવા ઉભેલા લોકો પર કારચાલકે કાર ચલાવી છે. 170થી 180ની ઝડપે આવેલી જગુઆર કાર ટોળા પર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા છે. આ સાથે અકસ્માતમાં કુલ 9 લોકોના મોત થયા છે. જ્યારે ઇજાગ્રસ્ત 3 લોકોમાંથી 2 લોકોની હાલત ગંભીર છે. 2 લોકોને તાત્કાલીક વધુ સારવાર માટે અસારવા સિવિલ મોકલાયા છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

પૂર પાટ ઝડપે આવતી કારે 200 મીટર સુધી લોકોને ફંગોળ્યા

અમદાવાદના બ્રિજ પર થાર ગાડીના અકસ્માત જોવા એકઠા થયેલા લોકો પર ( જગુઆર ) કારે 15થી વધુ લોકોને ઉડાવ્યા છે. થારના અકસ્માતમાં ટ્રાફિક પોલીસની ગાડી પહોંચી હતી. આ સમયે જગુઆર ગાડીએ પોલીસની ગાડીમાં રહેલા પોલીસકર્મીને પણ ઉડાવ્યા છે. જેમાં બે પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મોત થયુ છે. પૂર પાટ ઝડપે આવતી કારે 200 મીટર સુધી લોકોને ફંગોળ્યા છે.

આ ગોઝારા અકસ્માતમાં મોતની ચિચિયારીઓ દૂરદૂર સુધી સંભળાઈ રહી હતી. અકસ્માતમાં મોટા ભાગે વિદ્યાર્થીઓનું મોત થયું છે. મૃત થયેલા વિદ્યાર્થીઓ બોટાદ અને ભાવનગર થી અમદાવાદ ભણવા માટે આવ્યા હતા. માતા-પિતાએ બાળકોને ભણવા મોકલ્યા અને આજે તેમનું મરેલું મોઢું જોવાનો વારો આવ્યો છે. અકસ્માત કરનાર જગુઆર ગાડી ચાલકને ઇજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે.

ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી

પુરપાટે કાર ચલાવનાર કાર ચાલક તથ્ય પટેલની સાથે કારમાં બે યુવતી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ગાડીમાંથી પર્સ મળી આવ્યું છે. મળતી માહિતી અનુસાર ગાડી ચાલક તથ્ય પટેલના પિતા પ્રગનેશ ગોતા દુષ્કર્મનો આરોપી છે. પિતા પ્રજ્ઞેશ પટેલ વર્ષ 2020માં રાજકોટ ની યુવતી પર ગેંગરેપ કેસનો આરોપી છે. પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો હતો.

મૃતક

નિરવ રામાનુજ ઉંમર-22 -ચાંદલોડિયા,

અમન કચ્છી ઉંમર 25 – સુરેન્દ્રનગર

કૃણાલ કોડિયા ઉંમર 23 વર્ષ – બોટાદ રહેવાસી,થલતેજ પીજીમાં રહે છે.

રોનક રાજેશભાઇ વિહલપરા ઉંમર 23 – બોટાદ રહેવાસી અને થલતેજ પીજીમાં રહે છે.

અરમાન અનિલ વઢવાનિયાં -ઉંમર 21 સુરેન્દ્રનગર

અક્ષર ચાવડા – ઉંમર 21 બોટાદ ,સાગર વન ફ્લેટ વસ્ત્રાપુર પીજી માં રહે છે. આજે કોલેજ એડીમિશન કરવા આવ્યો હતો..

ધર્મેન્દ્રસિંહ -40 વર્ષીય ઉંમર ટ્રાફિક SG2 પોલીસ સ્ટેશન,પોલીસકર્મી

નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય, જીવરાજ પાર્ક હોમગાર્ડ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ

g clip-path="url(#clip0_868_265)">